T-20 લીગ: ધોની સૌથી વધુ મેચ રમનારો ખેલાડી બન્યો સાથે જ 4,500 રન પણ પુરા કર્યા, રૈનાએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી

હૈદરાબાદ સામે જયારે ગઈકાલે ધોની મેદાનમાં ઉતર્યો હતો, ત્યારે ટી-20 લીગમાં આ તેની 194મી મેચ હતી. આ સાથે જ ધોની દુનિયાની સૌથી મોટી અને સૌથી વધુ મશહૂર ક્રિકેટ લીગમાં સૌથી વધુ મેચ રમવાવાળા ખેલાડી બની ગયા હતા. ટી-20 લીગની પ્રથમ સિઝનથી જ હિસ્સો બનેલા સીએસકેના કપ્તાન રહેલા મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ તોડી […]

T-20 લીગ: ધોની સૌથી વધુ મેચ રમનારો ખેલાડી બન્યો સાથે જ 4,500 રન પણ પુરા કર્યા, રૈનાએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી
| Edited By: | Updated on: Oct 03, 2020 | 8:08 AM

હૈદરાબાદ સામે જયારે ગઈકાલે ધોની મેદાનમાં ઉતર્યો હતો, ત્યારે ટી-20 લીગમાં આ તેની 194મી મેચ હતી. આ સાથે જ ધોની દુનિયાની સૌથી મોટી અને સૌથી વધુ મશહૂર ક્રિકેટ લીગમાં સૌથી વધુ મેચ રમવાવાળા ખેલાડી બની ગયા હતા. ટી-20 લીગની પ્રથમ સિઝનથી જ હિસ્સો બનેલા સીએસકેના કપ્તાન રહેલા મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ તોડી દીધો છે. ધોનીએ પોતાના જ નજીકના મિત્ર અને ચૈન્નાઈના જ દિગ્ગજ બેટ્સમેન સુરેશ રૈનાનો રેકોર્ડ તોડી દીધો છે. અત્યાર સુધીમાં લીગમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ સુરેશ રૈનાના નામે હતો. જેણે લીગમાં 193 મેચ રમી હતી. જો કે રૈનાએ આ સિઝનની શરુઆત પહેલા જ પોતાનું નામ લીગમાંથી પરત લઈ લીધુ હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

જો કે તે હજુ પણ ટીમને સપોર્ટ કરી રહ્યા છે. ધોનીએ રેકોર્ડ તોડવા પર રૈનાએ ટ્વીટ કરીને ખુશી જાહેર કરી હતી અને ધોનીને શુભેચ્છા આપી હતી. તેણે લખ્યુ હતુ કે, લીગમાં સૌથી વધુ મેચ રમવાવાળા ખેલાડી બનવા પર શુભેચ્છા માહી ભાઈ. મને ખુબ ખુશી એ વાતની છે કે મારો રેકોર્ડ તમે તોડ્યો છે. આપને મેચના માટે શુભકામનાઓ અને આશા છે કે ચેન્નાઈ આ સિઝનને જીતી લેશે. ધોની પોતાની ટીમને આ મેચમાં જીતતો નહોતી અપાવી શક્યો પરંતુ, તેણે 35 બોલમાં 47 રનની રમત રમી હતી. આ રમતની મદદથી ધોનીએ એક વધુ ઉપલબ્ધી પોતાના નામે કરી લીધી હતી. ધોનીએ લીગમાં 4,500 રન પુરા કર્યા હતા. તેણે 24 રન બનાવતા જ તે આ મુકામ પર પહોંચી ગયો હતો. આ મુકામ પાર પાડનાર તે સાતમો ખેલાડી છે. જો કે તેણે આ પારીમાં માત્ર એક જ છગ્ગો ફટકાર્યો હતો, જેના કારણે 300 છગ્ગા પુરા કરવામાં એક જ છગ્ગાથી દુર રહી ગયો છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો