
વોશિંગ્ટન સુંદર આમ તો તામિલનાડુનો ક્રિકેટર છે, પરંતુ હાલમાં તે ટી-20 લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી રહ્યો છે. બેંગ્લોરે આ વર્ષે સારી રમત દાખવી છે. જેને લઈને હવે તે પોઈન્ટ ટેબલ પર પણ ત્રીજા સ્થાન પર પહોંચી ચુક્યુ છે. એબી ડીવીલીયર્સ, વિરાટ કોહલી અને દેવદત્ત પડીકકલ જેવા ખેલાડીઓને આનો શ્રેય આપી શકાય છે. જો કે આ બધામાં વોશિગ્ટન સુંદરનું પણ યોગદાન કંઇ ઓછુ નથી. આ સિઝનમાં સુંદરે પોતાની બોલીંગથી બેટ્સમેનોને માથાનો દુખાવો વધારી દીધો છે. તેના નામે સાત મેચોમાં માત્ર પાંચ વિકેટ જ છે, જો કે તેનો કરિશ્મા તો આંકડાઓને જોઈને જ માપી શકાય એમ છે. અત્યાર સુધીમાં તેણે ફક્ત 04.90ની ઈકોનોમીથી રન આપ્યા છે. એટલે કે દરેક ઓવરમાં પાંચથી પણ ઓછા રન આપ્યા છે. આ પ્રકારની કંજુસાઈ ટી-20ની સિરીઝમાં મોતીઓની સરખામણીએ હોય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સુંદરે પોતાની મોટાભાગની ઓવરોને પાવરપ્લે દરમ્યાન જ કરી છે. જે સમયે માત્ર બે જ ફીલ્ડર 30 ગજની બહાર હોય છે. જેનો મોટેભાગે બેટ્સમેનો ફાયદો ભરપુર ઉઠાવતા હોય છે. આવા સમયે કંજુસાઈ ભરી બોલીંગ કોઈપણ ટીમને માટે ખજાના રુપ બોલરને જોતી હોય છે. તેણે અત્યાર સુધીમાં સિઝનમાં 51 ડોટ બોલ નાંખ્યા છે. એટલે કે તે નવ ઓવર બરાબરનો આંકડો થાય. એક ઉદાહરણ જ તેના માટે પુરતુ છે. આરસીબીએ શારજાહમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચ રમી હતી. જેમાં બંને ટીમોએ 400 પ્લસ રન કર્યા હતા. આ મેચમાં સુંદરે ચાર ઓવર નાંખીને માત્ર 12 જ રન આપ્યા હતા. 21 વર્ષીય સુંદરે વર્ષ 2017માં લીગમાં ડેબ્યુ કર્યુ હતુ. રાઈઝીંગ પુણે સુપર જોઇન્ટે તેને તક આપી હતી. આ ટીમે પોતાના તંબુ તો સિઝનમાંથી આટોપી લીધા છે, પરંતુ સુંદરનું ઘર બંધાઇ ગયુ છે. પુણે માટે તેણે 11 મેચ રમી હતી અને આઠ વિકેટ મેળવી હતી.
સુંદરનું કહેવુ છે કે ધોની સાથે પુણેમાં રમવાનો તેને ફાયદો થયો હતો. ધોનીએ જ તેને આગળ વધવામાં મદદ કરી હતી અને તેમનો ફાયદો તેને સતત મળતો રહ્યો છે. સુંદરની લંબાઈ લગભગ છ ફુટ છે અને તેનો ફાયદો પણ તે બોલીંગમાં ઉઠાવી રહ્યો છે. સુંદરનું પોતાનું પણ કહેવુ છે કે, પોતાની લંબાઈ તેના માટે એડવાન્ટેજ છે. સુંદર બોલને શક્ય તેટલી મોડી ડીલીવર કરે છે, જેનાથી બેટ્સમેનના મુવમેન્ટની પણ સમજ આવી જાય છે અને યોગ્ય રીતે બોલને ડીલીવર કરી શકવામાં ફાયદો થાય છે. સુંદરે અત્યાર સુધીમાં 28 ટી-20 લીગ મેચ રમી છે અને જેમાં તે 21 વિકેટ ઝડપી ચુક્યો છે. સુંદર બેટીંગની બાબતમાં પણ પરફેક્ટ માનવામાં આવે છે. તે પણ પોતે માને છે કે આવનારા દિવસોમાં બેટીંગમાં પણ તે કમાલ કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો