T-20 લીગ: ધવનની ધુંઆધાર સદીના સહારે દિલ્હી કેપીટલ્સની 5 વિકેટે જીત, અક્ષર પટેલના 5 બોલમાં 21 રન

|

Oct 17, 2020 | 11:37 PM

T-20 ક્રિકેટ લીગની 34મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપીટલ્સ રોમાંચકતા જોવા મળી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. 20 ઓવરના અંતે 179 રન ચાર વિકેટ ગુમાવીને ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપીટલ્સ સામે  કર્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીએ સફળતા પુર્વક જ જીત મેળવી લીધી હતી. અંતિમ […]

T-20 લીગ: ધવનની ધુંઆધાર સદીના સહારે દિલ્હી કેપીટલ્સની 5 વિકેટે જીત, અક્ષર પટેલના 5 બોલમાં 21 રન

Follow us on

T-20 ક્રિકેટ લીગની 34મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપીટલ્સ રોમાંચકતા જોવા મળી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. 20 ઓવરના અંતે 179 રન ચાર વિકેટ ગુમાવીને ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપીટલ્સ સામે  કર્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીએ સફળતા પુર્વક જ જીત મેળવી લીધી હતી. અંતિમ ઓવરમાં પાંચમાં બોલે અક્ષર પટેલે વિજયી છગ્ગો લગાવ્યો હતો. આમ પાંચ વિકેટ ગુમાવીને 185 રન કરી મેચને પોતાના પક્ષે કરી લીધી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શિખરનુ પ્રથમ શતક.

ઓપનર શિખર ધવને મેચમાં તેની પ્રથમ સદી લગાવી હતી અને સિઝનમાં 2  અડધીસદી નોંધાવી હતી. તેના ત્રણ કેચને ચેન્નાઇએ છોડ્યા હતા અને તેનો શિખર ધવને પુરો ફાયદો ઉઠાવ્યો હતો. 99 રનના સ્કોર પર અમ્પાયરે આઉટ જાહેર કર્યો હતો અને તે ડીઆરએસ નિર્ણયમાં નોટ આઉટ જાહેર થયો હતો. પરંતુ તે સદી નોંધાવવામાં સફળ રહ્યો હતો. તેણે અણનમ 101 રન 58 બોલમાં કર્યા હતા.

દિલ્હીની બેટીંગ

સંયોગની વાત એવી રહી હતી કે જેમ પ્રથમ ઈનીંગમાં ચેન્નાઇના ઓપનરે 0માં વિકેટ ગુમાવી હતી, એમ જ દિલ્હીના ઓપનર પૃથ્વી શોની પણ શુન્યના સ્કોર પર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બીજી વિકેટ 26 રનના સ્કોર પર દિલ્હીએ રહાણેના રુપમાં ગુમાવી હતી. જોકે બીજો છેડો ધવન સાચવી રહ્યો હતો. તેને સાથ કેપ્ટન ઐયર અને સ્ટોઈનીશે વારાફરતી કેટલાંક અંશે પુર્યો હતો. ઐયરે 23 અને સ્ટોઇનીશે 24 રન કર્યા હતા. આમ ત્રીજી વિકેટ 94 અને ચોથી વિકેટ 137 રન પર ગુમાવી હતી. એલેક્સ કેરી ચાર રન જોડીને આઉટ થયો હતો. અક્ષર પટેલે ત્રણ છગ્ગા સાથે માત્ર પાંચ બોલમાં 21 રન ઝડી દીધા હતા. જેને સહારે જ દિલ્હી અંતમાં રોમાંચક સ્થિતીમાં જીતને આસાન કરી શક્યુ હતુ.

ચેન્નાઇની બોલીંગ

દિપક ચહરે ઈનીંગ્સની પ્રથમ વિકેટ ઓપનર પૃથ્વી શોની શુન્યના સ્કોર પર જ ઝડપી લીધી હતી. તેણે ચાર ઓવરમાં 18 રન આપીને બે વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુરે ચાર ઓવરમાં 39 રન આપીને એક વિકેટ ઝડપી હતી. સેમ કરને પણ એક વિકેટ ઝડપી હતી. કરણ શર્માંએ ત્રણ ઓવરમાં 34 રન આપ્યા હતા. ડ્વેન બ્રાવો ત્રણ ઓવરમાં 23 રન આપ્યા હતા અને તે ચોથી ઓવર નાંખી શક્યો નહોતો.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ચેન્નાઈ સુપર કિંગ્સ બેટીંગ

ઓપનર સેમ કરનની પ્રથમ વિકેટ ચેન્નાઈએ માત્ર શૂન્ય રનના સ્કોર પર જ ગુમાવી હતી. ચેન્નાઈને લાગેલો આ પ્રથમ ઝટકો જ મોટા લક્ષ્યાંકને પાર પાડવા સામે ઘાત સમાન લાગ્યો હતો. પરંતુ ઓપનર ફાફ ડુ પ્લેસીસે 47 બેલમાં 58 રન કરીને ચેન્નાઈ પારી પોતાના હાથમાં સંભાળી લીધી હતી. શેન વોટ્સને પણ ડુપ્લેસીસને સારો સાથ પુરો પાડ્યો હતો. વોટસને 28 બોલમાં 36 રન કર્યા હતા. અંબાતી રાયડુએ પ્રભાવક રીતે 25 બોલમાં 45 રનની અણનમ ઈનીંગ રમી હતી. ધોની માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્રસિંહ જાડેજાએ ચાર છગ્ગા લગાવી ઝડપી 33 રન કર્યા હતા. જાડેજા આ માટે માત્ર 13 બોલ રમ્યો હતો.

દિલ્હી કેપીટલ્સની બોલીંગ

દિલ્હીના બોલરો આજે શરુઆતમાં જ પ્રથમ વિકેટ શુન્ય રને ઝડપી લીધી હતી. જેને લઈને ઉત્સાહમાં હતા. પરંતુ બીજી વિકેટ લેવામાં જાણે કે બોલરોએ તરસવુ પડ્યુ હતુ. એનરીચ નોર્ત્ઝેએ ચાર ઓવરમાં 44 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તુષાર દેશપાંડે અને કાગીસો રબાડાએ એક એક વિકેટ ઝડપી હતી. આર અશ્વિન આજે સફળતા મેળવી શક્યો નહોતો, તેણે ત્રણ ઓવરમાં 30 રન આપ્યા હતા. અક્ષર પટેલ ચાર ઓવરમાં 23 રન આપ્યા હતાં. આમ બંને સ્પિનરો વિકેટ ઝડપી શક્યા નહોતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article