
T-20 ક્રિકેટ લીગની આજે રમાઈ રહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપીટલ્સ આમને સામને છે. ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વાર ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈના ઓપનર સેમ કરનની વિકેટ ટીમે 0 રનના સ્કોર પર ગુમાવી હતી. જો કે ફાફ ડુપ્લેસીસે અડધીસદી કરીને ઈનીંગ્સને સંભાળી હતી. આમ 20 ઓવરના અંતે 179 રન ચાર વિકેટ ગુમાવીને ચેન્નાઈએ દિલ્હી સામે કર્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ચેન્નાઈ સુપર કિંગ્સ બેટીંગ
ઓપનર સેમ કરનની પ્રથમ વિકેટ ચેન્નાઈએ માત્ર 0 રનના સ્કોર પર જ ગુમાવી હતી. ચેન્નાઈને લાગેલો આ પ્રથમ ઝટકો જ મોટા લક્ષ્યાંકને પાર પાડવા સામે ઘાત સમાન લાગ્યો હતો. પરંતુ ઓપનર ફાફ ડુ પ્લેસીસે 47 બેલમાં 58 રન કરીને ચેન્નાઈએ પારી પોતાના હાથમાં સંભાળી લીધી હતી. શેન વોટ્સને પણ પ્લેસીસને સારો સાથ પુરો પાડ્યો હતો. વોટસને 28 બોલમાં 36 રન કર્યા હતા. અંબાતી રાયડુએ પ્રભાવક રીતે 25 બોલમાં 45 રનની અણનમ ઈનીંગ રમી હતી. ધોની માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્રસિંહ જાડેજાએ ચાર છગ્ગા લગાવી ઝડપી 33 રન કર્યા હતા. જાડેજા આ માટે માત્ર 13 બોલ રમ્યો હતો.
દિલ્હી કેપીટલ્સની બોલીંગ
દિલ્હીના બોલરો આજે શરુઆતમાં જ પ્રથમ વિકેટ 0 રને ઝડપી લીધી હતી. જેને લઈને ઉત્સાહમાં હતા. પરંતુ બીજી વિકેટ લેવામાં જાણે કે બોલરોએ તરસવુ પડ્યુ હતુ. એનરીચ નોર્ત્ઝેએ ચાર ઓવરમાં 44 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તુષાર દેશપાંડે અને કાગીસો રબાડાએ એક એક વિકેટ ઝડપી હતી. આર અશ્વિન આજે સફળતા મેળવી શક્યો નહોતો, તેણે ત્રણ ઓવરમાં 30 રન આપ્યા હતા. અક્ષર પટેલ ચાર ઓવરમાં 23 રન આપ્યા હતાં. આમ બંને સ્પિનરો વિકેટ ઝડપી શક્યા નહોતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો