ટી-20 લીગ: આજે ચેન્નાઈ અને રાજસ્થાને ‘કરો યા મરો’ના ધોરણે જંગ ખેલવો પડશે, જે ટીમ હારશે તેને પ્લેઓફમાં પહોંચવાની આશા ધુંધળી

|

Oct 19, 2020 | 7:56 AM

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની સ્થિતી બંને માટે એક સમાન છે. બંને માટે લીગમાં ટકી રહેવા માટે હવે કરો અથવા મરોની સ્થિતી પ્રમાણે રમત રમવી પડે એમ છે. આજે બંને ટીમો અબુધાબીના મેદાનમાં આમને સામને આવશે. બંને ટીમો એક બીજાને હરાવી લેવા માટે કમર પણ કસી લેવી પડશે અને પરસેવો પણ વહાવી લેવો પડશે. […]

ટી-20 લીગ: આજે ચેન્નાઈ અને રાજસ્થાને કરો યા મરોના ધોરણે જંગ ખેલવો પડશે, જે ટીમ હારશે તેને પ્લેઓફમાં પહોંચવાની આશા ધુંધળી

Follow us on

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની સ્થિતી બંને માટે એક સમાન છે. બંને માટે લીગમાં ટકી રહેવા માટે હવે કરો અથવા મરોની સ્થિતી પ્રમાણે રમત રમવી પડે એમ છે. આજે બંને ટીમો અબુધાબીના મેદાનમાં આમને સામને આવશે. બંને ટીમો એક બીજાને હરાવી લેવા માટે કમર પણ કસી લેવી પડશે અને પરસેવો પણ વહાવી લેવો પડશે. કારણ કે લીગમાં હવે ટકી રહેવા તેમની પાસે વિકલ્પ ઘટતા દેખાઇ રહ્યા છે. બંનેમાંથી જે પણ ટીમ હારે છે, તેની પ્લેઓફમાં પહોંચવાની આશા પણ ધુંધળી થઈ જશે. ચેન્નાઈ અને રાજસ્થાન બંને પોતાની આશાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ નિવડ્યા છે. 8 ટીમોના પોઈન્ટ ટેબલમાં પણ બંને ટીમો છઠ્ઠા અને સાતમા ક્રમ પર ચાલી રહી છે. બંને ટીમો નવ નવ મેચ રમી ચુકી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

બંને ટીમોએ હવે પાંચ પાંચ મેચ જ રમવાની છે, આવા સમયે હવે બંને ટીમોની રાહ હવે આસાન નહીં હોઈ શકે. કારણ કે તેમને પણ ખબર છે કે તેમની એક હાર પણ મુશ્કેલી સર્જી શકે છે. બંને ટીમોએ પોતાની પાછળની મેચોને ગુમાવી દીધી છે. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નાઈ સુપર કિંગ્સે ટોપર દિલ્હી કેપીટલ્સથી પાંચ વિકેટે હાર સહન કરવી પડી હતી. જ્યારે રાજસ્થાનને આરસીબીએ હરાવ્યુ હતુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચેન્નાઈ સુપર કિંગ્સને આ મેચમાં એક ઝટકો લાગ્યો હતો, જ્યારે તેનો ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો ઈજાને લઇને બહાર થયો હતો. બ્રાવો હજુ કેટલાક દિવસ બહાર રહે તેવી સંભાવના છે. સનરાઈઝર્સ હૈદરાબાદની સામે જીત મેળવનાર ચેન્નાઈ સુપર કિંગ્સે ખરાબ ફીલ્ડીંગ અને ધવનના અણનમ 101 રનન લઈને દિલ્હી સામે હાર સહન કરવી પડી હતી. ધવને ત્રણ જેટલા જીવનદાન મેળવ્યા હતા. ચેન્નાઈના ફીલ્ડરોએ તેના આસાન કેચ ડ્રોપ કર્યા હતા અને જેનો ફાયદો ઉઠાવી શિખર ધવને સદી ફટકારી હતી. જ્યારે અક્ષર પટેલે પણ રવિન્દ્ર જાડેજાની મેચના  અંતિમ ઓવરમાં ત્રણ છગ્ગા ફટારતી બેટીંગને લઈને ટીમે જીત મેળવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સની ફીલ્ડીંગ ખુબ જ ખરાબ રહી છે. તેના ફીલ્ડરોએ ધવનને 25 અને 79 રનના સ્કોર પર કેચ ડ્રોપ કર્યા હતા અને આ ઉપરાંત પણ એક કેચ અને એક રન આઉટનો પણ મોકો ગુમાવ્યો હતો.

રાજસ્થાનની સ્થિતી ખુબ જ ખરાબ છે. ટીમના માટે હાલ કેપ્ટન સ્ટીવ સ્મિથ ફોર્મમાં વાપસીએ રાહતના રુપ સમાચાર ટીમ માટે છે. જેણે ટીમને માટે 57 રનની ઈનીંગ રમી હતી. ટીમમાં મોડેથી જોડાયેલા સ્ટાર બેન સ્ટોક્સ પણ અત્યારે આશાઓ પ્રમાણે તે પ્રદર્શન કરવામાં નિષ્ફળ નિવડ્યો છે. જોસ બટલરની બેટીંગ્સ નિરંતરતા પણ જળવાતી નથી હોતી. સંજુ સૈમસન પોતાની શરુઆતી રમત બાદ જાણે કે ફોર્મને પરત મેળવવામાં નિષ્ફળ રહ્યો છે. જો કે રોબીન ઉથપ્પાએ ફોર્મ મેળવી લીધુ છે. ઉથપ્પાએ બેંગ્લોર સામે 22 બોલમાં જ 41 રનની ઝડપી રમત દાખવી હતી. જોફ્રા આર્ચરની આગેવાની વાળી બોલીંગ આક્રમણ પણ બેંગ્લોર સામે નબળુ રહ્યુ હતુ. બોલીંગમાં પણ રાજસ્થાને બેટીંગ સાથે સુધાર લાવવો જરુરી બની રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article