
ટી-20 લીગ આમ તો યુવાનોના જોશની રમત છે, જો કે આ દરમ્યાન એક એવા પણ ક્રિકેટર છે કે તેઓએ જનરેશન જોયુ છે. આવા જ એક ક્રિકેટર છે રાજસ્થાન રોયલ્સના રોબીન ઉથપ્પા. તેમનુ નામ હવે અનોખી રીતે લીગમાં દર્જ થઈ ગયુ છે. દિલ્હી કેપીટલ્સ સામે મેચ રમવા દરમિયાન રીયાન પરાગ ક્રીઝ પર કદમ રાખતા જ ઉથપ્પાનું આ અનોખા પ્રકારે નામ લીગમાં અંકાઈ ગયુ છે. લીગ મેચમાં રિયાન પરાગ સાથે મળીને બેટીંગ કરવાવાળા ઉથપ્પા 16 વર્ષ અગાઉ રિયાનના પિતા સાથે પણ ક્રિકેટ રમી ચુક્યા છે. ફરક માત્ર એટલો છે કે ઉથપ્પા તે વખતે રિયાનના પિતા સામે રમ્યા હતા અને રિયાન હાલ તેની સાથે રમી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
16 વર્ષ અગાઉ રિયાનના પિતા પરાગ દાસ અને રોબીન ઉથપ્પા એશોસીએશન તરફથી રમાયેલી મેચમાં આમને સામેને થયા હતા. તે મુકાબલામાં રોબીન કર્ણાટક ક્રિકેટ એસોશિએસન તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. જ્યારે રિયાનના પિતા પરાગદાસ આસામ ક્રિકેટ એસોશિએસન તરફથી રમી રહ્યા હતા. રોબીન રિયાનના પિતા સામે ક્રિકેટ રમ્યા હતા. પરંતુ દિલ્હી કેપીટલ્સ સામેની મેચમાં તો રોબીન અને રીયાનની સાથે રમેલી મેચમાં રીયાને રન આઉટ થવુ પડ્યુ હતુ. ઉથપ્પાએ પોતે જ આપેલી કોલ પર રિયાનને રન આઉટ કરાવી દીધો હતો. આમ ગઈ મેચની જીતના નાયક ફક્ત એક રન પર જ આઉટ થઈ ચુક્યો હતો. જે રન આઉટ જ રાજસ્થાનને હાર તરફ દોરી ગઈ હતી, કારણ કે તે વિકેટ જ ટર્નીંગ પોઈન્ટ બની હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો