T10: ક્રિસ ગેઇલે સર્જી દીધી આંધી, સાડા પાંચ ઓવરમાં જ ફટકારી લીધા 100 રન

|

Feb 04, 2021 | 7:48 AM

યુનિવર્સ બોસ (Universe Boss) કહેવાતા ક્રિસ ગેલ એ અબુધાબીમાં ટી10 લીગમાં બુધવારે કહેર વરસાવી દીધો હતો. ટીમ અબુધાબી માટે રમતા તેણે 22 બોલમાં જ અણનમ 84 રન ફટકારી દીધા હતા. ક્રિસ ગેલ (Chris Gayle) એ પોતાની ઇનીગ દરમ્યાન છ ચોક્કા અને નવ છગ્ગા લગાવ્યા હતા. એટલે કે 15 બોલમાં 78 રન ઠોકી દીધા હતા.

T10: ક્રિસ ગેઇલે સર્જી દીધી આંધી, સાડા પાંચ ઓવરમાં જ ફટકારી લીધા 100 રન
ક્રિસ ગેલએ 12 બોલમાં જ અર્ધ શતક હાંસલ કરી લીધુ હતુ.

Follow us on

યુનિવર્સ બોસ (Universe Boss) કહેવાતા ક્રિસ ગેલ એ અબુધાબીમાં ટી10 લીગમાં બુધવારે કહેર વરસાવી દીધો હતો. ટીમ અબુધાબી માટે રમતા તેણે 22 બોલમાં જ અણનમ 84 રન ફટકારી દીધા હતા. ક્રિસ ગેલ (Chris Gayle) એ પોતાની ઇનીગ દરમ્યાન છ ચોક્કા અને નવ છગ્ગા લગાવ્યા હતા. એટલે કે 15 બોલમાં 78 રન ઠોકી દીધા હતા. તેમની આ કાતિલ પારીના દમ પર અબુધાબી એ મરાઠા અરેબિયન્સ (Maratha Arabians) તરફ થી મળેલા લક્ષ્યને માત્ર સાડા પાંચ ઓવરમાં જ પુરુ કરી લીધુ હતુ. ક્રિસ ગેલ એ છગ્ગા લગાવીને જીત હાંસલ કરાવી હતી. આણ તો અત્યાર સુધી અબુધાબી T10 લીગમાં ગેલનુ બેટ શાંત હતુ, પરંતુ આજે તે ખૂબ ગરજ્યુ હતુ. મરાઠા અરેબિયન્સ એ પહેલા રમતા ચાર વિકેટ પર 97 રનનો સ્કોર ફટકાર્યો હતો.

આ પુરી મેચ સંપૂર્ણ પુરી રીતે 41 વર્ષીય ગેલના નામે રહી હતી. લક્ષ્યનો પિછો કરતા તેમણે પ્રથમ બે બોલ ડોટ રમી હતી. ત્યાર બાદ પ્રથમ ઓવરમાં જ બાકીના ચાર બોલ પર ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો લગાવી દીધો હતો. ત્યાર બાદ તો ગેલના તોફાનને રોકવુ મરાઠા વોરિયર્સ ને માટે હવાને બાંધી દેવા સમાન પડકાર હતો. ગેલ એ બીજી ઓવરની અંતિમ ત્રણ બોલ પર ત્રણ આસમાની છગ્ગા લગાવી દીધા હતા. ત્યાર બાદ ત્રીજી ઓવરના અંતિમ ચાર બોલ પર બે ચોગ્ગા અને બે છગ્ગા લગાવીને 12 બોલમાં જ અર્ધ શતક હાંસલ કરી લીધુ હતુ. જે T10 લીગનુ સૌથી ઝડપી અર્ધ શતક નો રેકોર્ડ થયો હતો. ગેલ પહેલા 2018માં અફઘાનિસ્તાન ના મહંમદ શહઝાદ એ પણ 12 બોલમાં અર્ધ શતક લગાવ્યુ હતુ.

અર્ધ શતક પુરુ કરવા બાદ ગેલની ધમાકેદાર બેટીંગ જારી રહી હતી. તેણે ચોથી ઓવરના અંતિમ ઓવરના આખરી બે બોલ પર છગ્ગા લગાવી દીધા હતા. પાંચમી ઓવરમાં ઇશાન મલ્હોત્રા સામે હતો, તેના સામે થોડા ધીમાં પડ્યા હતા. આ ઓવરમાં ગેલ માત્ર એક ચોગ્ગો લગાવી શક્યો હતો. પરંતુ છઠ્ઠી ઓવરના ત્રીજા બોલે સિક્સર ફટકારી દીધી હતી. મિડ વિકેટ પર થી બોલ છગ્ગા સ્વરુપ બાઉન્ડરી બહાર પડતા જ, ગેલની ટીમે નવ વિકેટે જીત મેળવી હતી. ટીમ અબુધાબી તરફ થી એકમાત્ર વિકેટ પોલ સ્ટર્લિંગના સ્વરુપમાં ગુમાવવી પડી હતી. આ પહેલા ની મેચમાં ગેલનો અબુધાબી10 લીગની આ સિઝનમાં સર્વોચ્ચ સ્કોર 9 રન હતો. તે ેક પણ વાર બે આંકડાને પાર કરી શક્યા નહોતા. જોકે તેણે હવે બધી જ કસર એક જ પારીમાં પુરી કરી દીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

https://twitter.com/T10League/status/1356998702322311171?s=20

Next Article