T-20: સુનિલ નારાયણ પિતા બનશે, ક્રિકેટરે સોશિયલ મિડીયા પર તસ્વીરો મુકી

કલકત્તા નાઇટ રાઇડર્સ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી સુનિલ નારાયણ પિતા બનવા વાળા છે. તેની જાણકારી પણ પોતે જ પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ દ્રારા આપી છે. નારાયણે પત્નિ નંદિતા કુમાર સાથેનો ફોટો શેર કરતા લખ્યુ હતુ કે, નાના પેકેટમાં મોટી ખુશીઓ આવી રહી છે. સુનિલની આ પોસ્ટ બાદ હવે તેના ચાહકો તેમને શુભેચ્છા સંદેશાઓ આપવાની હોડ […]

T-20: સુનિલ નારાયણ પિતા બનશે, ક્રિકેટરે સોશિયલ મિડીયા પર તસ્વીરો મુકી
| Edited By: | Updated on: Oct 21, 2020 | 7:55 PM

કલકત્તા નાઇટ રાઇડર્સ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી સુનિલ નારાયણ પિતા બનવા વાળા છે. તેની જાણકારી પણ પોતે જ પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ દ્રારા આપી છે. નારાયણે પત્નિ નંદિતા કુમાર સાથેનો ફોટો શેર કરતા લખ્યુ હતુ કે, નાના પેકેટમાં મોટી ખુશીઓ આવી રહી છે. સુનિલની આ પોસ્ટ બાદ હવે તેના ચાહકો તેમને શુભેચ્છા સંદેશાઓ આપવાની હોડ લગાવી દીધી છે.

કલકત્તાના નાઇટ રાઇડર્સના આ ખેલાડીના દાંમ્પત્ય જીવનની વાત કરીએ તો, નારાયણે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહી ને નિંદિતા કુમાર સાથે વર્ષ 2013 માં લગ્ન કર્યા હતા. બંનેએ હિન્દુ રીત રીવાજ મુજબ લગ્ન કર્યા હતા. નંદીતા મોટે ભાગે માથામાં સિંદુર પણ પુરવાનો આગ્રહ ધરાવે છે. તેની મોટાભાગની તસ્વીરોમાં સિંદુર ભરેલી જોવા મળતી હોય છે.  નારાયણની પત્નિ નંદિતા દુર્ગા માતામાં ખુબ શ્રધ્ધા ધરાવે છે. માતા દુર્ગાની મોટી ભક્ત છે. સુનિલની પત્નિ નંદિતાને પાલતુ જાનવરોને પણ પાળવાનો અને તેની સાર સંભાળ કરવાનો પણ ખુબ શોખ છે. તે વ્યવસાયે નેઇલ આર્ટીસ્ટ છે. 31 વર્ષીય નંદીતા ત્રિનીદાદ ના એરીના ખાતે જન્મી હતી. તે પોતાના અનેક હોટ ફોટો પણ પોતાના સોશિયલ મિડીયામાં શેર કરતી રહી છે.

સાથે હવે એ પણ બતાવી દઇએ કે, ટી-20 લીગની આ સિઝનમાં સુનિલ નારાયણ નુ પ્રદર્શન ખાસ નથી રહ્યુ. તેણે આ વર્ષે કલકત્તા માટે બેટીંગ કરતા છ મેચોમાં 44 રન જ બનાવ્યા છે. બોલીંગ મા પણ તેનુ પ્રદર્શન કંઇક એવુ  રહ્યુ છે, એટલે કે, ફક્ત પાંચ વિકેટ ઝડપી છે. ઉલ્લેખનિય છે કે, સુનિલને તેની બોલીંગ એકશનને લઇને તેણે મેદાનની બહાર બેસવુ પડ્યુ હતુ. જોકે એકશન તપાસ સમિતિએ તેની બોલીંગ એકશન યોગ્ય ઠેરવતા તેને અને તેની ટીમ કલકત્તાને રાહત થઇ હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો