T-20: રાજસ્થાનની મેચ દરમ્યાન સિગારેટના કશ લગાવતો ક્રિકેટર, વિડીયો વાયરલ થતા ચાહકો નારાજ

|

Jan 16, 2021 | 3:15 PM

શનિવારે રમાયેલી T-20 લીગની મેચના પ્રથમ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સે રાજસ્થાનને રોમાંચક રમત સાથે સાત વિકેટે હાર આપી હતી. રાજસ્થાને પ્રથમ બેટીંગ કરતા 177 રનનો સ્કોર બનાવ્યો હતો. બેંગ્લોર એક સમયે હારની તરફ આગળ વધી રહ્યુ હતુ, પરંતુ ડીવીલીયર્સ  22 બોલમાં જ 55 રન ફટકારી દીધા હતા. તેની આ રમતે જ મેચનુ પાસુ પલટી નાંખ્યુ હતુ. […]

T-20: રાજસ્થાનની મેચ દરમ્યાન સિગારેટના કશ લગાવતો ક્રિકેટર, વિડીયો વાયરલ થતા ચાહકો નારાજ

Follow us on

શનિવારે રમાયેલી T-20 લીગની મેચના પ્રથમ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સે રાજસ્થાનને રોમાંચક રમત સાથે સાત વિકેટે હાર આપી હતી. રાજસ્થાને પ્રથમ બેટીંગ કરતા 177 રનનો સ્કોર બનાવ્યો હતો. બેંગ્લોર એક સમયે હારની તરફ આગળ વધી રહ્યુ હતુ, પરંતુ ડીવીલીયર્સ  22 બોલમાં જ 55 રન ફટકારી દીધા હતા. તેની આ રમતે જ મેચનુ પાસુ પલટી નાંખ્યુ હતુ. જેને લઇને આખરી ઓવરમાં માત્ર 10 રન જ બચ્યા હતા. આ જ સમય દરમ્યાન કેમેરામેને એક એવુ દ્રશ્ય કંડારી લીધુ હતુ કે તે મેચ બાદ વાયરલ થઇ ગયુ છે.

આ દરમ્યાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન આરોન ફીંચ ડ્રેસીંગ રુમમાં સ્મોકીંગ કરતો નજરે ચઢે છે. તે ઇ-સિગારેટ પી રહ્યો હતો. સોશિયલ મિડીયા પર પણ તેનો વિડીયો ખુબ જ ઝડપ થી વાયરલ થવા લાગ્યો છે. જેમાં ફિંચ એક દમ સ્પષ્ટ રીતે જ સ્મોકીંગ કરતા જોવા મળી રહ્યો છે. વિડીયોને જોઇને ઘણા બધા ચાહકોએ સોશિયલ મિડીયા પર આ બાબતે નારાજગી જાહેર કરી છે. જોકે એ પણ કહી દઇએ કે, આ પહેલી વાર નથી કે કોઇ ક્રિકેટર સિગારેટ પીતા નજરે ચઢ્યો હોય. આ પહેલા પણ વર્ષ 2008 માં પણ ઓસ્ટ્રેલીયાનો દિગ્ગજ શેન વોર્ન પણ સિગારેટનો કશ લગાવતો નજરે ચડ્યો હતો.

ઉલ્લેખનિય છે કે આ મેચમાં, ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે મેદાનમાં આવેલા રાજસ્થાને 177 રનનો મજબુત સ્કોર કર્યો હતો. જેની સામે તે સ્કોરનો પીછો કરતા બેંગ્લોરે પણ જોકે સારી શરુઆત કરી નહોતી. જોકે આમ છતાં પણ કોહલી અને પ઼ડીક્કલની 79 રનની ભાગીદારી ભરી રમત રહી હતી. જોકે બાદમાં ડીવીલીયર્સે મેચને પોતાના ખભે લઇને હાર તરફ જઇ રહેલી મેચને જીતમાં પલટાવી લાવ્યો હતો. તેનુ ઝડપી અર્ધશતક બેંગ્લોર માટે આશિર્વાદ રુપ લાગી રહ્યું છે.  જયદેવ ઉનડકટની બોલીંગમાં સતત ત્રણ છગ્ગા લગાવ્યા હતા.

https://twitter.com/_Kevin__Shah/status/1317461709464825856?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 9:10 pm, Sun, 18 October 20

Next Video