T-20: રાજસ્થાન રોયલ્સે જીત માટે વધુ એક વખત ઝઝુમવુ પડશે! બેંગ્લોર સ્થાન જાળવી રાખવા કરશે પ્રયાસ

|

Oct 17, 2020 | 7:19 AM

T-20 લીગના 13મી સિઝનમાં શનિવારે એક દીવસમાં બે મેચ રમાનારી છે. જેમાં પ્રથમ મેચ બપોરે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે યોજાનારી છે. બંને ટીમો પોતાની નવમી મેચ ને રમવા માટે હવે મેદાનામાં ઉતરનારી છે. બંને ટીમો દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર બપોરે 03.30 કલાકે રમત રમશે. બંને ટીમો પોતાની બંને મેચને હારી ચુકી છે. […]

T-20: રાજસ્થાન રોયલ્સે જીત માટે વધુ એક વખત ઝઝુમવુ પડશે! બેંગ્લોર સ્થાન જાળવી રાખવા કરશે પ્રયાસ

Follow us on

T-20 લીગના 13મી સિઝનમાં શનિવારે એક દીવસમાં બે મેચ રમાનારી છે. જેમાં પ્રથમ મેચ બપોરે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે યોજાનારી છે. બંને ટીમો પોતાની નવમી મેચ ને રમવા માટે હવે મેદાનામાં ઉતરનારી છે. બંને ટીમો દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર બપોરે 03.30 કલાકે રમત રમશે.

બંને ટીમો પોતાની બંને મેચને હારી ચુકી છે. રાજસ્થાન રોયલ્સને દિલ્હી કેપીટલ્સે હરાવી હતી, તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કિંગ્સ ઇલેવન પંજાબે હરાવ્યુ હતુ. આ સિઝનમાં બંને ટીમોએ આઠ-આઠ મેચ રમી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાની આઠ મેચમાંથી પાંચ મેચ જીતી ચુક્યુ છે, ત્રણ મેચમાં હારનો સામનો કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજસ્થાન રોયલ્સ ની વાત કરીએ તો તે અત્યાર સુધીની આઠ મેચમાંથી ત્રણ મેચ જ જીતી શક્યુ છે, જ્યારે પાંચ મેચોમાં હારનો સામનો કર્યો છે. પોઇન્ટ ટેબલની રીતે પણ જોઇએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દશ અંક સાથે ત્રીજા સ્થાન પર છે. તો જેની સામે રાજસ્થાન રોયલ્સ ના ખાતામાં માત્ર છ અંક જ છે. આમ તે આ બાબતે સાતમાં ક્રમાંકે છે.

સ્ટિવ સ્મિથની કેપ્ટનશીપ વાળી રાજસ્થાન રોયલ્સની ટીમની શરુઆત તો ખુબ સારી રહી હતી. પરંતુ જેમ જેમ સિઝન આગળ વધતી ગઇ તેમ તેમ તેની સ્થિતી ખરાબ થવા લાગી હતી. તેની રમતનો દેખાવ પણ ઉતરતો જવા લાગ્યો હતો અને પોતાના ફોર્મને ગુમાવવા લાગ્યુ હતુ. ત્રણ લગાતાર હાર પછી ટીમ દ્રારા એક મેચમાં જીત મેળવી છે. ગઇ મેચમાં પણ દિલ્હી સામે હારી ગઇ હતી. બેન સ્ટોક્સ ના આવવા થી ટીમ નિશ્વિત રીતે મજબુત સ્થિતીમાં આવી ચુક્યુ હતુ. પરંતુ બટલર અને સ્ટોક્સ બંને ઇનીંગ્સને સંભાળતી રમત દાખવવા માટે ક્રિઝ પર ટકીને રહેવુ આવશ્યક છે.

સ્ટીવ સ્મિથ, સંજુ સૈમસન શરુઆતી મેચોમાં સારા ચાલ્યા બાદ ફ્લોપ રહ્યા છે. બીજી તરફ આરસીબી ની ટીમ પણ હવે ફોર્મમાં નજર આવી રહી છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલી પણ હવે ફોર્મમાં છે અને પાછળની મેચમાં જોકે તે અર્ધ શતક ચુક્યો હતો. તેમણે 48 રનની પારી રમી હતી. રાજસ્થાન સામે કોહલી એ ડીવીલીયર્સને આગળના ક્રમે બેટીંગ કરવા માટે બોલાવી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કેપ્ટન વિરાટ કોહલી, આરોન ફિંચ, દેવદત્ત પડીક્કલ, પાર્થિવ પટેલ, એબી ડિવીલીયર્સ, ગુરુકીરત માન, શિવન દુબે, ક્રિસ મોરિસ, વોશિંગ્ટન સુંદર, શાહબાજ અહમદ નવદિપ સૈની, ડેલ સ્ટેન, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, ઇસુરુ ઉડાના, મોઇન અલી, જોશ ફીલીપ, પવન નેગી, પવન દેશ પાંડે, મોહમંદ સિરાજ અને ઉમેશ યાદવ.

રાજસ્થાન રોયલ્સઃ સ્ટીવ સ્મિથ કેપ્ટન, જોશ બટલર, રોબીન ઉથપ્પા, સંજુ સૈમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, યશસ્વી જયસ્વાલ, મનન વોહરા, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ, ઓશેન થોમસ, એન્ડ્રુય ટાઇ, વિડ મિલર, ટોમ કરન, અનિરુદ્ધ જોશી, શ્રેયશ ગોપાલ, રિયાન પરાગ, વરુણ આરોન, શશાંક સિંહ, અનુજ રાવત, મહિપાલ લોમરોર અને મયંક માર્કન્ડેય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article