T-20: આજે પંજાબે જીતનો ક્રમ જાળવી રાખવો પડશે, દિલ્હી પણ પંજાબને કચડી આગળ વધવા મક્કમ

|

Jan 19, 2021 | 10:23 AM

  ગત ચેમ્પિયન્સ મુંબઇ ઇન્ડિયન્સની સામેની મેચમાં રોમાંચક રીતે જીતને લઇને કિંગ્સ ઇલેવનનુ મનોબળ ચોક્કસ વધી ચુક્યુ હશે. જોકે નિરંતર રીતે પોતાના પ્રદર્શનને  જાળવી રાખવામાં નિષ્ફળ નિવડતા પંજાબ માટે આગળનો પડાવ પણ આસાન નહી હોય. મંગળવારે ભારતીય લીગ ટી-20 માં સિઝનમાં ટોપર રહેલી દિલ્હી કેપીટલ્સ સામે પંજાબે ટકરાવવાનુ છે. Web Stories View more Bank Of […]

T-20: આજે પંજાબે જીતનો ક્રમ જાળવી રાખવો પડશે, દિલ્હી પણ પંજાબને કચડી આગળ વધવા મક્કમ

Follow us on

 

ગત ચેમ્પિયન્સ મુંબઇ ઇન્ડિયન્સની સામેની મેચમાં રોમાંચક રીતે જીતને લઇને કિંગ્સ ઇલેવનનુ મનોબળ ચોક્કસ વધી ચુક્યુ હશે. જોકે નિરંતર રીતે પોતાના પ્રદર્શનને  જાળવી રાખવામાં નિષ્ફળ નિવડતા પંજાબ માટે આગળનો પડાવ પણ આસાન નહી હોય. મંગળવારે ભારતીય લીગ ટી-20 માં સિઝનમાં ટોપર રહેલી દિલ્હી કેપીટલ્સ સામે પંજાબે ટકરાવવાનુ છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરુદ્ધમાં ટીમને અંતિમ બે ઓવરમાં જીતવા માટે માત્ર 7 રનની જરુર હતી. આમ આ મેચને અંતિમ ઓવર પહેલા જ તે ખતમ કરી દેવાની હતી. ડેથ ઓવરોની બોલીંગ, ગ્લેન મેક્સવેલની નિષ્ફળતા અને નબળો મધ્યમક્રમ ટીમને માટે ચિંતાનો વિષય છે. પંજાબે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે હવે પોતાની બાકી રહેલી પાંચેય મેચને જીતી લેવી પડશે.

 

ટુર્નામેન્ટના બે સ્કોર ઓપનર બેટસમેન કેલ રાહુલ અને મયંક અગ્રવાલના, સિવાય અન્ય ખેલાડીઓના પ્રદર્શનના અભાવે ટીમે સતત ઝઝુમવુ પડે છે. ક્રિસ ગેઇલની સફળ વાપસીને લઇને હાલ તો જોકે છેલ્લી બે મેચ થી દબાણમાં ટીમને ઘટાડો થયો છે. ખાસ કરીને રાહુલ પણ હવે ખુલીને રમી શકે છે. નિકોલસ પુરણ પણ બતાવી ચુક્યો છે. બેટ્સમેનના રુપમાં મેક્સવેલ પર દબાણ વધી રહ્યુ છે.

 

ટીમ દિલ્હી કેપીટલ્સ.

ટીમ હાલની સિઝનમાં અત્યાર સુધીની સૌથી સફળ ટીમ તરીકે ઉભરી રહી છે. ગત શનિવારે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે મેચને ખુબ નજીકથી જીતી છે. જે મનોબળ વધારનારી જીત છે. પૃથ્વી શો કેટલીક મેચમાં ખાતુ ખોલાવવા માટે નાકામિયાબ રહ્યા બાદ, હવે તે મોટી રમત માટે તત્પર રહેશે. જ્યારે શિખર ધવન હવે સદી કરીને ફોર્મમાં છે.

 

ચેન્નાઇ સુપર કિંગ્સના સામે તેણે રવિન્દ્ર જાડેજાની મેચની અંતિમ ઓવરમાં ત્રણ છગ્ગા લગાવીને દિલ્હીને જીત અપાવી હતી. ઉમદા બોલીંગ ક્રમની સાથે દિલ્હીની ટીમે બતાવ્યુ છે કે, તે ઓછા સ્કોરના બચાવ કરવામાં પણ સક્ષમ છે. ઇજાગ્રસ્ત ઋષભ પંતની ગેરહાજરીમાં રમી રહેલા અજીંક્ય રહાણે પાસે હવે પોતાનો પ્રભાવ દર્શાવવા માટે હવે વધુ સમય રહ્યો નથી.

દિલ્હી કેપીટલ્સ ટીમ: કેપ્ટન શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, કાગિસો રબાડા, અજિંક્ય રહાણે, ઇશાંત શર્મા, અક્ષર પટેલ, સંદિપ લામિછાને, કિમો પોલ, ડેનિયલ સૈમ્સ, મોહિત શર્મા, એનરીક નોત્ર્જે, એલેક્સ કૈરી, આવેશ ખાન, તુષાર દેશપાંડે, હર્ષલ પટેલ, માર્કસ સ્ટોઇનિસ અને લલિત યાદવ.

કિંગ્સ ઇલેવન પંજાબ: લોકેશ રાહુલ કેપ્ટન, મયંક અગ્રવાલ, કરુણ નાયર, નિકોલસ પુરન, ગ્લેન મૈક્સવેલ, સરફરાઝ ખાન, કૃષ્ણપ્પા ગૌતમ, ક્રિસ જોર્ડન, મોહમદ શામી, મુરુગન અશ્વિન, મુજીબ ઉર રહેમાન, પ્રભસિમરન સિંહ, જેમ્સ નિસ્સમ, મનદિપ સિંઘ, શેલ્ડન કોટરેલ અને રવિ બિશ્નોઇ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:51 am, Tue, 20 October 20

Next Article