T-20: તાકાતવર શોટ્સ લગાવતા પુરનને જોઇ દંગ રહી ગયા સચિન તેંદુલકર, કહ્યુ આ ખેલાડીની યાદ અપાવે છે નિકોલસ

પંજાબે દિલ્હી કેપીટલ્સને હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની સતત ત્રીજી અને સિઝનની ચોથી મેચ જીતી દર્શાવી હતી. જોકે પ્લે ઓફમાં જગ્યા ઉભી કરવા માટે પંજાબે હજુ તેની બાકી બચેલી તમામ ચાર મેચ સારી રીતે જીતી લેવી પડશે. જોકે આ બધા વચ્ચે સિઝનની ટોપર ટીમ સામે જીતનો અસલી હિરો નિકોલસ પુરન રહ્યો હતો. હવે આ તોફાની બેટ્સમેનને લઇને […]

T-20: તાકાતવર શોટ્સ લગાવતા પુરનને જોઇ દંગ રહી ગયા સચિન તેંદુલકર, કહ્યુ આ ખેલાડીની યાદ અપાવે છે નિકોલસ
| Edited By: | Updated on: Oct 21, 2020 | 4:42 PM

પંજાબે દિલ્હી કેપીટલ્સને હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની સતત ત્રીજી અને સિઝનની ચોથી મેચ જીતી દર્શાવી હતી. જોકે પ્લે ઓફમાં જગ્યા ઉભી કરવા માટે પંજાબે હજુ તેની બાકી બચેલી તમામ ચાર મેચ સારી રીતે જીતી લેવી પડશે. જોકે આ બધા વચ્ચે સિઝનની ટોપર ટીમ સામે જીતનો અસલી હિરો નિકોલસ પુરન રહ્યો હતો. હવે આ તોફાની બેટ્સમેનને લઇને દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સચિન તેંદુલકરે મોટું નિવેદન આપ્યું.

દિલ્હી કેપીટલ્સ સામે રમવા માટે ચાર નંબર આવેલા નિકોલસ પુરને બેટીંગ કરતા 28 બોલમાં 53 રનની ધુંઆધાર બેટીંગ કરી હતી. આ દરમ્યાન છ ચોક્કા અને ત્રણ છગ્ગા પણ ફટકાર્યા હતા. પુરનની ઇનીંગને ટેલીવિઝન પર જોઇ રહેલા કરોડો પ્રશંસકો તો ખુશ થયા પરંતુ, સચિન તેંદુલકર પણ તેની તારીફ કર્યા વીના રહી ના શક્યો.

સચિને ટ્વિટ કરતા બતાવ્યુ કે પુરનના પિચ પર ઉભા રહેવા માટેનો અંદાજ ને બૈક લિફ્ટ તેને કયા ખેલાડીની યાદ કરાવે છે. સચિને કહ્યુ કે, તેણે મને જેપી ડુમિનીની યાદ અપાવી છે. બતાવી દઇએ કે જેપી ડુમિની સાઉથ આફ્રિકાના ઓલ રાઉન્ડર હતા અને તેણે 2019 ના વર્ષમાં જ આંતર રાષ્ટ્રિય ક્રિકેટ થી સંન્યાસ લઇ લીધો હતો. ટી-20 લીગમાં પણ ડુમિની મુંબઇ ઇન્ડિયન્સ, ડેક્કન ચાર્જસ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી ડેયરડેવિલ્સ ની ટીમનો પણ હિસ્સો રહી ચુક્યા છે.

 

 

નિકોલસ પુરન તે મેચમાં ખુબ જ તાકાતવર શોટ્સ રમ્યો હતો. 25 વર્ષીય પુરણ ટી-20 લીગની સિઝનમં દશ મેચ રમીને 183.22 ના જબદરદસ્ત સ્ટ્રાઇક રેટ થી 295 રન બનાવી ચુક્યો છે. તેનો ઉચ્ચતમ સ્કોર 77 રનનો રહ્યો છે. આ સિઝનમાં તેણે બે અર્ધ શતક પણ લગાવ્યા છે. જ્યારે 21 ચોગ્ગા અને 22 છગ્ગા પણ લગાવ્યા છે. દિલ્હી સામે જીતવાને લઇને પંજાબના અંક પણ હવે આઠ થઇ ચુક્યા છે અને તે પાંચમા સ્થાન પર પહોંચી ચુકી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 4:41 pm, Wed, 21 October 20