T-20: આ યુવાન ખેલાડીની આક્રમક બેટીંગના ફૈન બન્યા ગ્રીમ સ્વાન, કહ્યુ બેબી સહેવાગ જેવો

|

Oct 18, 2020 | 10:35 AM

ઇંગ્લેન્ડના પુર્વ સ્પિન બોલર ગ્રીમ સ્વાન એ પૃથ્વી શોના ખુબ જ વખાણ કર્યા હતા. તેમની તુલના પણ ભારતના વિસ્ફોટક ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ સાથે કરી હતી. સ્વાને કહ્યુ હતુ કે, કેટલીક જરુરી વાતો છે. શ્રેયસ ઐયર ખુબ સારો કેપ્ટન છે. મે એક મેચ બાદ રીકી પોન્ટીંગને મુસ્કુરાતો જોયો હતો, આવુ તેણે ક્યારેય ઇંગ્લેન્ડની સામે રમતા […]

T-20: આ યુવાન ખેલાડીની આક્રમક બેટીંગના ફૈન બન્યા ગ્રીમ સ્વાન, કહ્યુ બેબી સહેવાગ જેવો

Follow us on

ઇંગ્લેન્ડના પુર્વ સ્પિન બોલર ગ્રીમ સ્વાન એ પૃથ્વી શોના ખુબ જ વખાણ કર્યા હતા. તેમની તુલના પણ ભારતના વિસ્ફોટક ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ સાથે કરી હતી. સ્વાને કહ્યુ હતુ કે, કેટલીક જરુરી વાતો છે. શ્રેયસ ઐયર ખુબ સારો કેપ્ટન છે. મે એક મેચ બાદ રીકી પોન્ટીંગને મુસ્કુરાતો જોયો હતો, આવુ તેણે ક્યારેય ઇંગ્લેન્ડની સામે રમતા કર્યુ નથી. એટલા માટે જ મારા ખ્યાલમાં હજુ પણ તેમના કેમ્પનો માહોલ ખુબ ખુશનુમા છે.

ટી-20 લીગમાં દિલ્હી કેપીટલ્સ તરફ થી સૌથી વધુ રન બનાવવા વાળી યાદીમાં પૃથ્વી શો હાલમાં ત્રીજા નંબર પર છે. તેણે રમેલા અત્યાર સુધીના આઠ મુકાબલામાં 25.25 ની સરેરાશ થી 202 રન બનાવ્યા છે. જોકે તેની બેટીંગની ખાસ વાત એ છે કે તેમનો સ્ટ્રાઇક રેટ 149.62 છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

જે કોઇ પણ ઓપનર બેટ્સમેન માટે ખુબ ભયાનક જેવો હોય છે. જેની અસર હરીફ ટીમના બોલરો પર પણ જોવા મળે છે. આ જ કારણ છે કે, ઇંગ્લેન્ડના પુર્વ સ્પિનરે તેની આક્રમક બેટીંગની ખુબ સરાહના કરી છે.

તે સાથે જ તેમણે એમ પણ કહ્યુ હતુ કે, ઠીક આવી જ રીતે પૃથ્વી શો પણ કમાલ કરે છે. જે રીતે તે બેટીંગ કરે છે, તે મને પસંદ છે. તે બેબી સહેવાગની માફક છે. તે હાલમાં વિરેન્દ્ર સહેવાગ કે જે મારા પસંદિત ભારતીય ક્રિકેટરોમાંથી એક છે, તેના નાનકડા સ્વરુપમાં  લાગી રહ્યો છે. બધુ મળાવીને કહી શકાય કે, દિલ્હી પાસે એક મજબુત ટીમ છે અને તે ખુબ દ્ઢ વિશ્વાસ સાથે રમી રહી છે. મને લાગે છે કે તે આ સમયે કોઇ પણ ટીમને પરાસ્ત કરી શકે છે. દિલ્હી કેપીટલ્સનો હવે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે શારજાહમાં મુકાબલો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article