T-20 લીગ: ચેન્નાઈ સામે રાજસ્થાનનો ‘રોયલ’ વિજય, જોસ બટલરના તોફાની 70 રન

|

Oct 19, 2020 | 11:16 PM

સોમવારે ટી-20 લીગની 37મી મેચ અબુધાબી શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઇના બેટ્સમેનોની ધીમી રન રેટે તેના માટે મુશ્કેલી સર્જી દીધી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરના અંતે પાંચ વિકેટ ગુમાવીને 125 રન કર્યા હતા. આસાન લક્ષ્યાંકના જવાબમાં જોસ બટલરની […]

T-20 લીગ: ચેન્નાઈ સામે રાજસ્થાનનો રોયલ વિજય, જોસ બટલરના તોફાની 70 રન

Follow us on

સોમવારે ટી-20 લીગની 37મી મેચ અબુધાબી શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઇના બેટ્સમેનોની ધીમી રન રેટે તેના માટે મુશ્કેલી સર્જી દીધી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરના અંતે પાંચ વિકેટ ગુમાવીને 125 રન કર્યા હતા. આસાન લક્ષ્યાંકના જવાબમાં જોસ બટલરની અડધી સદી સાથે આસાન જીત રાજસ્થાન રોયલ્સે મેળવી હતી. આ સાથે જ પોઈન્ટ ટેબલમાં પણ રાજસ્થાનનો સુધારો થયો હતો. જ્યારે ચેન્નાઇ માટે હવે સિઝનમાં ટકી રહેવુ મુશ્કેલ બન્યુ છે. રાજસ્થાન રોયલ્સે 17.3 ઓવરમાં જ લક્ષ્યાંકને હાંસલ કરી લીધુ હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

રાજસ્થાન રોયલ્સની બેટીંગ

એક સમયે શરુઆતમાં જ ત્રણ વિકેટો ગુમાવી દેવાને લઈને ચેન્નાઈનો ઉત્સાહ જાણે વધવા લાગ્યો હતો, જ્યારે રાજસ્થાનની છાવણીમાં સોપો પડી ગયો હતો. જો કે બાદમાં કેપ્ટન સ્ટીવ સ્મીથ અને જોસ બટલરે સ્થિતીને સંભાળી લીધી હતી. બંનેએ ક્રિઝ પર રહી સમજદારી પુર્વક આસાન લક્ષ્યને મુશ્કેલી વિના પાર પાડવામાં સફળ રહ્યા હતા. જોસ બટલરે અડધી સદી નોંધાવી હતી. બટલરે 48 બોલમાં 70 રન કરી અણનમ રહ્યો હતો. જ્યારે કેપ્ટન સ્મિથે 26 રન કર્યા હતા અને તે પણ અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો. ઓપનર બેનસ્ટોક 19 રન બનાવીને આઉટ થયો હતો. તે દીપક ચહરના બોલ પર બોલ્ડ થયો હતો. જ્યારે રોબીન ઉથપ્પા આસાન કેચ ધોનીને હૈઝલવુડના બોલ પર આપી દેતા ચાર રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ સંજુ સૈમસન પણ ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો, તે ત્રણ બોલ રમીને શુન્ય પર વિકેટ ગુમાવી બેઠો હતો.

ચેન્નાઈની બોલીંગ

દિપક ચહરે આજે બે વિકેટ ઝડપી હતી, તેણે શરુઆતમાં જે પ્રકારે વિકેટ ઝડપવા એટેક કર્યો હતો, તેનાથી ચેન્નાઈની ટીમના ચહેરા ખીલી ઉઠ્યા હતા. બેટ્સમેનોની નિષ્ફળતા બોલરો સુધારી લેશે તેવી પણ આશા તેમને જાગી હતી. જોકે તે સફળ નિવડી શકી નહી, દિપક ચહરે ચાર ઓવરમાં એક મેડન ઓવર સાથે માત્ર 18 રન આપ્યા હતા. જોશ હૈઝલવુડે પણ ચાર ઓવરમાં 19 રન આપ્યા હતા. તેણે એક વિકેટ ઝડપી હતી. સ્પિનર આજે ખાસ પ્રભાવ દર્શાવી શક્યા નહોતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ચેન્નાઈની બેટીંગ

એક સમયે બેટીંગમાં મજબુત મનાતી ચેન્નાઇની હાલત સિઝનમાં ખુબ ખરાબ તબક્કાની રહી છે. પ્રથમ દાવ લેતા ચેન્નાઇએ બેટીંગ શરુ કરી હતી. પરંતુ 56 રનના સ્કોર સુધીમાં જ ચાર વિકેટ ગુમાવી લીઘી હતી, પ્રથમ વિકેટ 13 રનના સ્કોર પર ફાફ ડુ પ્લેસિસ અને 26 રનના સ્કોર પર શેન વોટસન, સેમ કરન 53 રનના સ્કોર પર વિકેટ ગુમાવી હતી, અંબાતી રાયડુ પણ ટીમના 56 રનના સ્કોર પર આઉટ થયો હતો. ઓપનર કરને 22, પ્લેસીસે 10, વોટ્સને 08, રાયડુએ 13 અને કેપ્ટન ધોનીએ 28 રન કર્યા હતા.રવિન્દ્ જાડેજાએ સૌથી વધુ 35 રન કરીને અણનમ રહ્યો હતો. ટીમે માત્ર પાંચ વિકેટ ગુમાવવા છતાં પણ અંતિમ ઓવરમાં આક્રમકતા દર્શાવી નહી શકતા એક આસાન લક્ષ્યાંક ચેન્નાઈએ સામે મુક્યુ હતુ.

રાજસ્થાન રોયલ્સની બોલીંગ

જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી. શ્રેયસ ગોપાલ અને રાહુલ તેવટીયાએ સૌથી કરકસર યુક્ત બોલીંગ કરીને ચાર ઓવરમાં ગોપાલે 14 અને તેવટીયાએ 18 રન આપ્યા હતા. બંનેએ એક એક વિકેટ પણ ઝડપી હતી. કાર્તિક ત્યાગીએ ચાર ઓવરમાં 35 રન આપીને એક વિકેટ ઝડપી હતી. બેન સ્ટોક્સની બોલીંગ ખર્ચાળ રહી હતી. એક પણ વિકેટ ઝડપ્યા વિના ત્રણ ઓવરમાં નવ રનની ઈકોનોમી સાથે 27 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article