T-20 લીગઃ સિઝનમાં પ્રથમ વાર અંતિમ બોલે છગ્ગો લગાવવાનુ વિજયી સાહસ, ટુર્નામેન્ટમાં માત્ર આટલી વાર જ થઇ શક્યુ છે આવુ પ્રરાક્રમ

|

Oct 16, 2020 | 7:51 AM

ટી-20 લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબને જેની ખોજ હતી તે જીત ફરી એકવાર પ્રાપ્ત થઇ છે. ગુરુવારે શારજાહમાં રમાયેલી બેંગ્લોર અને પંજાબ વચ્ચેની મેચમાં બેંગ્લોરને મનની મનમાં રહી ગઇ હતી અને પંજાબને જેનો ડર હતો એ વચ્ચે જ તેણે જીત હાંસલ કરી લેતા હાશકારો થયો હતો. જોકે આ હાશકારો પંજાબ માટે ખુશીઓ થી નિકોલસ પુરને ભરી […]

T-20 લીગઃ સિઝનમાં પ્રથમ વાર અંતિમ બોલે છગ્ગો લગાવવાનુ વિજયી સાહસ, ટુર્નામેન્ટમાં માત્ર આટલી વાર જ થઇ શક્યુ છે આવુ પ્રરાક્રમ

Follow us on

ટી-20 લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબને જેની ખોજ હતી તે જીત ફરી એકવાર પ્રાપ્ત થઇ છે. ગુરુવારે શારજાહમાં રમાયેલી બેંગ્લોર અને પંજાબ વચ્ચેની મેચમાં બેંગ્લોરને મનની મનમાં રહી ગઇ હતી અને પંજાબને જેનો ડર હતો એ વચ્ચે જ તેણે જીત હાંસલ કરી લેતા હાશકારો થયો હતો. જોકે આ હાશકારો પંજાબ માટે ખુશીઓ થી નિકોલસ પુરને ભરી દીધો હતો. સિઝનમાં આ પ્રકારની ખુશીનુ પરાક્રમ માત્ર પ્રથમવાર જોવા મળ્યુ છે. જોકે આ પરાક્રમ અને સુપર ઓવર વચ્ચે લગીર માત્ર જ અંતર રહ્યુ હતુ. નિકોલસ પુરને કરેલુ પરાક્રમ તેના અને સિઝન માટે પ્રથમ અને ટુર્નામેન્ટ માં નવમી વાર હતુ, મુશ્કેલ આજ કામ રોહિત શર્મા ત્રણ વાર કરી ચુક્યો છે.

નિકોલસ પુરને જે પ્રકારે પરાક્રમ કર્યુ તે પંજાબ માટે એક રીતે કહો તો આવશ્યક પણ હતુ, અને બીજી રીતે અનાવશ્યક હતુ. કારણ કે અંતિમ બોલ પર તે હાર-જીતના ફેંસલા વચ્ચે જોખમકારક શોટ્સ હતો. નિકોલસ પુરન જ્યારે ક્રિઝ પર પહોંચ્યો ત્યારે તેની પાસે એક જ બોલ રમવા માટે હતો અને તે બોલ પર ટીમને જીતવા માટે જરુરી માત્ર એક જ રન હતો. જોકે એક રન આરસીબી જેવી ધુંઆદાર ટીમ પાસે થી મેળવવાનો હતો અને એ પણ યુઝવેન્દ્ર ચહલ જેવા બોલરને રમીને. નિકોલસના આ વિજયી છગ્ગા થી જાણે કે ફેંન્ચાઇઝીની માલિક પ્રિતી ઝીંટા પણ ખુશી થી ઝુમી ઉઠી હતી. પાંચ વાર નિરાશ રહેલી પ્રિતી ઝીંટાના ચહેરા પર ચમક છવાઇ ગઇ હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નિકોલસ પુરને જે પરાક્રમ કર્યુ હતુ કે ટુર્નામેન્ટનુ માત્ર નવમુ હતુ, અને સિઝનનુ પ્રથમ. તેણે એક જીત માટે જરુરી એક રન સામે અંતિમ બોલે છગ્ગો લગાવ્યો હતો. છેલ્લા બોલે જીત માટે રનની જરુર હોય તેવા સમયે છગ્ગો લગાવીને જીત અપાવવાની ઘટના પણ બેંગ્લોર સામે ટુર્નામેન્ટમાં પ્રથમ વાર નોંધાઇ છે. નિકોલસે પુરને આ પ્રકારે આવા સમયે પ્રથમ વાર તો, રોહિત શર્મા આ કામ ત્રણ વાર કરીને ટીમને જીત અપાવી ચુક્યો છે.

ટી-20 લીગમાં  અંતિમ બોલે વિજયી સિક્સ

  1. રોહિત શર્મા વિ. કલકત્તા નાઇટ રાઇડર્સ 2009
  2. રોહિત શર્મા વિ. પુણે વોરીયર્સ ઇન્ડીયા 2011
  3. અંબાતી રાયડુ વિ. કલકત્તા નાઇટ રાઇડર્સ 2011
  4. રોહિત શર્મા વિ. દિલ્હી કેપીટલ્સ 2012
  5. સૌરભ તિવારી વિ. પુણે વોરીયર્સ ઇન્ડીયા 2012
  6. ડ્વેન બ્રાવો વિ. કલકત્તા નાઇટ રાઇડર્સ 2012
  7. મહેન્દ્રસિંહ ધોની વિ. કિંગ્સ ઇલેવન પંજાબ 2016
  8. મિશેલ સેન્ટનર વિ. રાજસ્થાન રોયલ્સ 2019
  9. નિકોલસ પુરન વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 2020

Next Article