T-20: કલક્તાએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 163 રન કર્યા, મોર્ગન-કાર્તિકની અંતિમ ઓવરોમાં ફટકાબાજી

|

Oct 18, 2020 | 7:37 PM

ભારતીય ક્રિકેટ ટી-20 લીગની તેરમી સિઝનની 35 મી મેચ કલકત્તા નાઇડ રાઇડર્સ અને સનરાઇઝર્સ વચ્ચે રમાઇ રહી છે. હૈદરાબાદના કેપ્ટન ડેવીડ વોર્નરે પ્રથમ ટોસ જીતીને કલકત્તાને બેટીંગ માટે મેદાનમાં ઉતાર્યુ. કલકત્તાએ ધીરજ પુર્વક સારી રમતની શરુઆત કરી. અતિમ ઓવરમાં  મોર્ગન અને કાર્તિકે ચાહકોને ચોગ્ગા-છગ્ગાના રોમાંચથી ઉત્સાહિત કરી દીધા. 5 વિકેટ ગુમાવીને કલકત્તાએ 20 ઓવરના અંતે […]

T-20: કલક્તાએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 163 રન કર્યા, મોર્ગન-કાર્તિકની અંતિમ ઓવરોમાં ફટકાબાજી

Follow us on

ભારતીય ક્રિકેટ ટી-20 લીગની તેરમી સિઝનની 35 મી મેચ કલકત્તા નાઇડ રાઇડર્સ અને સનરાઇઝર્સ વચ્ચે રમાઇ રહી છે. હૈદરાબાદના કેપ્ટન ડેવીડ વોર્નરે પ્રથમ ટોસ જીતીને કલકત્તાને બેટીંગ માટે મેદાનમાં ઉતાર્યુ. કલકત્તાએ ધીરજ પુર્વક સારી રમતની શરુઆત કરી. અતિમ ઓવરમાં  મોર્ગન અને કાર્તિકે ચાહકોને ચોગ્ગા-છગ્ગાના રોમાંચથી ઉત્સાહિત કરી દીધા. 5 વિકેટ ગુમાવીને કલકત્તાએ 20 ઓવરના અંતે 163 રન કર્યા.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

કલકત્તાની બેટીંગ

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કલકત્તાએ સુઝબુઝ પુર્વક રમત રમી.શુભમન ગીલ અને રાહુલ ત્રિપાઠીએ ટીમની ઇનીંગ શરુ કરી. ત્રિપાઠી 16 બોલમાં 23 રન જોડીને પ્રથમ વિકેટ રુપે પેવેલીયન ફર્યો. તે યોર્કર માસ્ટર નટરાજનના બોલ પર ક્લીન બોલ્ડ થયો. ટીમનો બીજો ઝટકો શુભમન ગીલના રુપે મળ્યો. રાશિદ ખાને તેને 36 રન પર જ પ્રિયમ ગર્ગના હાથમાં કેચ કરાવી દીધો.

 

કલકત્તાની બેટીંગ

વિજય શંકરે પણ નિતિશ રાણાની વિકેટ ઝડપી. તે પણ ગર્ગના હાથમાં જ કેચ આપી આઉટ થયો હતો. આંદ્રે રસેલ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો.અને માત્ર નવ રને જ વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે કેપ્ટન ઇયોન મોર્ગન અને દિનેશ કાર્તિકે અંતિમ ઓવરોમાં ધુંઆધાર બેટીંગ કરી હતી. બંનેએ ચોગ્ગા અને છગ્ગા લગાવીને અંતિમ ચાર ઓવરમાં રનનો ઢગલો ખડકીને સ્કોરને સન્માનજનક સ્થિતીએ પહોંચાડી.

હૈદરાબાદની બોલીંગ

હૈદરાબાદે આજે સારી બોલીંગ કરી. ધીમી પીચનો પણ ફાયદો ઉઠાવવા તેના કેપ્ટન અને બોલરોએ પુરતો પ્રયાસ કર્યો હતો. જોકે ઝડપી બોલર ટી.નટજરાને બે વિકેટ ઝડપી. જોકે તેની સામે તેણે 10ની એવરેજે રન આપ્યા. વિજય શંકરે ચાર ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ ઝડપી. જ્યારે રાશિદ ખાને 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ ઝડપી. સંદિપ શર્માં અને બાસીલ થંપીએ વિકેટ ઝડપી ન હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article