T-20: ચેન્નાઇ સુપર કિંગ્સની જુદાઇ જાણે કે સાથે જોવા મળી, ચેન્નાઇ ફોટો કર્યો શેર અને કેપ્શન પણ મજેદાર આપી

|

Jan 16, 2021 | 2:52 PM

મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ ધરાનવતી ચેન્નાઇ સુપર કિંગ્સની શારજાહમાં રમાયેલી શનિવારની મેચમાં હાર સહન કરવી પડી હતી. શ્રેયસ ઐયરની ટીમ દિલ્હી કેપ્ટને ધોની અને તેની ટીમ ચેન્નાઇને પાંચ વિકેટથી હાર આપી હતી. બંને ટીમો વચ્ચે થયેલા આ મુકાબલામાં ભારતીય ટીમના આ બંને ખેલાડીઓ ફરી એકવાર સાથે નજરે ચડ્યા હતા. છેલ્લી ઓવર કરવા માટે આવેલા રવિન્દ્ર જાડેજાની […]

T-20: ચેન્નાઇ સુપર કિંગ્સની જુદાઇ જાણે કે સાથે જોવા મળી, ચેન્નાઇ ફોટો કર્યો શેર અને કેપ્શન પણ મજેદાર આપી

Follow us on

મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ ધરાનવતી ચેન્નાઇ સુપર કિંગ્સની શારજાહમાં રમાયેલી શનિવારની મેચમાં હાર સહન કરવી પડી હતી. શ્રેયસ ઐયરની ટીમ દિલ્હી કેપ્ટને ધોની અને તેની ટીમ ચેન્નાઇને પાંચ વિકેટથી હાર આપી હતી. બંને ટીમો વચ્ચે થયેલા આ મુકાબલામાં ભારતીય ટીમના આ બંને ખેલાડીઓ ફરી એકવાર સાથે નજરે ચડ્યા હતા. છેલ્લી ઓવર કરવા માટે આવેલા રવિન્દ્ર જાડેજાની ઓવરના પાંચમા બોલ પર દિલ્હીએ જીત મેળવી લીધી હતી. મેચ બાદ દિલ્હીના સ્ટાર બેટસ્ટમેન શિખર ધવન અને રવિન્દ્ર જાડેજા બંને સાથે સાથે મુસ્કરાહટ ભર્યા જોવા મળ્યા હતા. એટલું જ નહી જાડેજાએ ધવનને ગળે પણ લગાવ્યો હતો અને હસતા દેખાતા પણ તેમની તસ્વીર સોશિયલ મિડીયા પર જામી પડી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ચેન્નાઇ સુપર કિંગ્સ સામે દિલ્હી કેપીટલ્સની જીતના એક દિવસ પછી રવિવારે ચેન્નાઇ સુપર કિંગ્સ દ્રારા એક તસ્વીર શેર કરાઇ છે. ચેન્નાઇના સત્તાવાર સોશિયલ મિડીયા દ્રારા એક દિલ જીતી લેનારી તસ્વીર શેર કરી છે. જેમાં પુર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન બંને સાથે મળીને વાત કરી રહ્યા છે. જોકે આનાથી પણ વધારે તો તેની કેપ્શન દિલચસ્પ છે. ચેન્નાઇએ તેના ટ્વીર પર પણ આ કેપ્શન લખી છે. ક્યારેક લીગમં સાથી ખેલાડી રહેલા આ બંને ક્રિકેટરો ની તસ્વીરને શેર કરતા લખ્યુ છે કે આશિકી

અશ્વિન લીગની શરુઆતથી જ ચેન્નાઇની ટીમનો હિસ્સો રહી રહ્યા હતા. અશ્વિને તેની ટા-20 લીગની શરુઆત 2009 માં ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે કરી હતી. ધોનીની કેપ્ટનશીપમાં સતત બે વાર વર્ષ 2010 અને 2011માં લીગ પર કબજો જમાવતી જીત મેળવી હતી. તે વખતે અશ્વિન ટીમનો મહત્વનો હિસ્સો હતો. તો વળી વર્ષ 2018માં તે કિંગ્સ ઇલેવન પંજાબ સાથે જોડાવા પહેલા રાઇઝીંગ સુપ જાયન્ટ તરફ થી પણ રમી ચુક્યો હતો.

https://twitter.com/ChennaiIPL/status/1317730767376683009?s=20

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 10:54 pm, Sun, 18 October 20

Next Article