
ટી-20 લીગની તેરમી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફ થી પોતાની ડેબ્ચુ મેચ મુંબઇ ઇન્ડિયન્સ સામે કાર્તિક ત્યાગીએ રમી હતી. કાર્તિક ત્યાગીએ ઝડપી બોલર છે અને તેણે આજે ડેબ્યુ મેચમાં જ પ્રથમ ઓવર દરમ્યાન જ પ્રથમ વિકેટ પણ ઝડપી હતી. મેચમાં તેણે 36 રન ચાર ઓવરમાં આપ્યા હતા. મુંબઇના ક્વીન્ટન ડિ કોકની મહત્વની વિકેટ ઝડપીને પેવેલીયમ મોકલ્યો હતો. ત્યાગીની બોલીંગ એકશનને લઇને રાજસ્થાનના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે એક એવુ ટ્વીટ કર્યુ છે, કે જેના પર હવે ફૈન્સ પુછી રહ્યા છે. તમે ત્યાગીની તારીફ કરો છો કે પછી તેને ટોણો મારી રહ્યા છો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સ્ટોક્સ એ ત્યાગીની બોલીંગને લઇને ટ્વીટર પર લખ્યુ હતુ કે, ત્યાગીનુ રન અપ બ્રેટ લી જેવુ છે અને બોલ ઇશાંત શર્માની જેમ નાંખે છે. સ્ટોક્સની આ ટ્વીટ ને પર ખુદ બ્રેટ લી એ પણ માન્યુ છે કે, ત્યાગીને બોલીંગ એકશન તેના જેવી જ છે. ટીવી પર પણ ત્યાગીની બોલીંગ એકશનને વારંવાર દર્શાવવામાં આવી રહી હતી. કોમેન્ટેટરોએ પણ ટીવી પર વારંવારની તેની બોલીંગ રીપ્લેને લઇને ચર્ચા કરી હતી.
જોકે ફેન્સ પણ આ વાતને લઇને ટ્વીટર પર સવાલો ની કોમેન્ટ કરવા લાગ્યા હતા. પરંતુ ખુદ સ્ટોક્સ પણ પોતાના ફેન્સને સવાલોના જવાબ પાઠવતા હતા. ટ્વીટ કરી જવાબ આપતા કહ્યુ હતુ કે, ના આ તારીફ છે કે ના તો આ ટોણો છે. બસ આ એક તેમનુ ઓબ્ઝર્વેશન છે. સ્ટોક્સ હાલમાં યુએઇ છે અને તેઓ તેમનુ અનિવાર્ય આઇસોલેશન પસાર કરી રહ્યા છે. કોવીડ નો તેમનો ટેસ્ટ નેગેટીવ જણાયા બાદ ટીમમાં જોડાશે. સ્ટોક્સના પિતાને બ્રેન કેન્સર છે અને તેઓ મુશ્કેલ સ્થિતીમાં પરીવાર સાથે રહેવા માટે ન્યુઝીલેન્ડ હતા. જેના કારણે તે લીગની શરુઆતી મેચોમાં રાજસ્થાન સાથે રમી શક્યો નહોતો.
Tyagi has a run up like Brett Lee and delivers like Ishant Sharma @rajasthanroyals
— Ben Stokes (@benstokes38) October 6, 2020
It’s neither,it’s an observation https://t.co/0f3w7t8ihA
— Ben Stokes (@benstokes38) October 6, 2020
Tom Curran to start
Brett Lee middle
Alzari Joseph delivery— Mitchell McClenaghan (@Mitch_Savage) October 6, 2020
https://twitter.com/BrettLee_58/status/1313500217841512449?s=20
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 8:07 am, Wed, 7 October 20