Syed Mushtaq Ali Trophy: T20 માં સૌથી મોટી ઉંમરે 5 વિકેટ ઝડપવાનો રચ્યો ઇતિહાસ

સૈયદ મુશ્તાકઅલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) માં મુંબઇ (Mumbai) ના ખરાબ પ્રદર્શનનો સિલસિલો જારી છે. તેણે લગાતાર ચોથી હારનો સામનો કરવો પડ્યો છે.

Syed Mushtaq Ali Trophy: T20 માં સૌથી મોટી ઉંમરે 5 વિકેટ ઝડપવાનો રચ્યો ઇતિહાસ
Santa Murthy-Bowler
| Edited By: | Updated on: Jan 19, 2021 | 10:03 AM

સૈયદ મુશ્તાકઅલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) માં મુંબઇ (Mumbai) ના ખરાબ પ્રદર્શનનો સિલસિલો જારી છે. તેણે લગાતાર ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. પોતાના ઘરેલુ મેદાન વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં જ છ વિકેટ થી હારનો સામનો કરવો પડ્યો હતો. પોંડુચેરી (Pondicherry) ના 41 વર્ષ અને 129 દિવસની ઉંમર ધરાવતા ઝડપી બોલર સાંતા મૂર્તિ (Santa Murthy) ની સામે મુંબઇ લાચાર બની ગયુ હતુંં. પ્રથમ બેટીંગ કરતા મુંબઇની ટીમ 19 ઓવરમાં 94 રન પર જ સમેટાઇ ગઇ હતી.

સાતા મૂર્તિએ ચાર ઓવરમાં 20 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જવાબમાં પોંડુચેરીએ 19 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 95 રન કરી લઇને જીત નોંધાવી હતી. આ પહેલી વાર તક મળી હતી કે, પોંડુંચેરીએ મુંબઇને BCCI ની કોઇ ટુર્નામેન્ટમાં હરાવ્યુ હતુંં. પોંડુચેરીની આ જીતના હિરો સંતા મુર્તિ રહ્યા છે. જે નવેમ્બર 2019માં ટી20 પદાર્પણ કરીને ફક્ત બીજી મેચ રમી રહ્યા છે.

શાનદાર પ્રદર્શન કરીને શાંતા મૂર્તિએ નવો જ રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે. તે T20 ક્રિકેટમાં પાંચ વિકેટ ઝડપનારા સૌથી મોટી ઉંમરના બોલર બની ગયા છે. તેમણે કેમેન આઇલેન્ડના કેનુટે ટુલોકનો રેકોર્ડ તોડયો છે. જેણે 2006માં સેંટ લૂસિયાની સામે 41 વર્ષ અને સાત દિવસની વયે 21 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. શાંતા મૂર્તિએ પ્રથમ શ્રેણી મેચ રમી છે.

સંયોગથી સાંતા મૂર્તિ 40 વર્ષની ઉંમરે 2019 માં નાગાલેન્ડની સામે પોતાનુ પદાર્પણ પ્રથમ શ્રેણી મેચ રમી હતી, ત્યારે તેમણે સૌથી વઘુ ઉમરે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં એક જ ઇનીંગમાં પાંચ વિકેટ ઝડપી હતી, જે પણ એક રેકોર્ડ હતો. પોંડુંચેરીની આ ટુર્નામેન્ટમાં લગાતાર બીજી જીત છે. હજુ પોંડુચેરીની એક લીગ મેચ બાકી છે. જે દિલ્હી સામે મેચ રમાશે. આવામાં એ જોવાનુ રહે છે કે પોંડુચેરી દિલ્હી પર કેટલી ભારે પડે છે.

 

આ પણ વાંચો: GLOBAL MARKET: સારા સંકેત સાથે SGX NIFTY માં 97 અંકનો વધારો