Syed Mushtaq Ali Trophy: વડોદરાને 7 વિકેટે હરાવીને દિનેશ કાર્તિકની ટીમ તમિલનાડુ બની ચેમ્પિયન

|

Jan 31, 2021 | 11:33 PM

દિનેશ કાર્તિક (Dinesh Karthik)ની કેપ્ટનશીપમાં તમિલનાડુ (Tamil Nadu)ની ટીમે વડોદરા (Baroda)ને હરાવીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) જીતી લીધી છે.

Syed Mushtaq Ali Trophy: વડોદરાને 7 વિકેટે હરાવીને દિનેશ કાર્તિકની ટીમ તમિલનાડુ બની ચેમ્પિયન

Follow us on

દિનેશ કાર્તિક (Dinesh Karthik)ની કેપ્ટનશીપમાં તમિલનાડુ (Tamil Nadu)ની ટીમે વડોદરા (Baroda)ને હરાવીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) જીતી લીધી છે. વડોદરાને તામિલનાડુની ટીમે 7 વિકેટે હાર આપી હતી. દિનેશ કાર્તિકની આગેવાનીમાં તમિલનાડુ દ્વારા પ્રદર્શન શાનદાર રહ્યું હતુ અને આખરે ટીમ ચેમ્પિયન બની શકી હતી. વડોદરાએ 20 ઓવરમાં 9 વિકેટ પર 120 રન બનાવ્યા હતા. જ્યારે તામિલનાડુએ જીત માટેના આસાન લક્ષ્યને 18 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવીને ફાઈનલ મેચ જીતી લીધી હતી.

 

તમિલનાડુને જીત માટે 121 રનનું લક્ષ્ય પ્રાપ્ત થયુ હતુ. ઓપનર બેટ્સમેન એન જગદીશન અને હરિ નિશાંતે સારી શરુઆત કરી હતી. પરંતુ 26 રન પર જ ટીમની પ્રથમ વિકેટ જગદિશનના સ્વરુપે ગુમાવી હતી. તેણે 12 બોલમાં 14 રનની પારી રમી હતી. હરિ નિશાંતે 35 રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન દિનેશ કાર્તિકના રુપે ત્રીજી વિકેટ 101 રનના સ્કોર પર પડી હતી. કાર્તિકે 16 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. બાબા અપરાજીતે અણનમ 29 રન અને શાહરુખ ખાનના અણનમ 18 રન બનાવીને ટીમ ચેમ્પિયન બનાવી હતી. વડોદરા તરફથી અતિત શેઠ, લુકમાન મેરીવાલા અને બાબી શાફી પઠાણે એક એક વિકેટ ઝડપી હતી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

https://twitter.com/BCCIdomestic/status/1355923270596485120?s=20

 

મેચમાં તમિલનાડુએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ વડોદરાને પ્રથમ બેટીંગ માટે આમંત્રિત કર્યુ હતુ. વડોદરાએ 20 ઓવરમાં 9 વિકેટ અને 120 રન બનાવ્યા હતા. તમિલનાડુની કસેલી બોલીંગ સામે વડોદરાના બેટ્સમેન પરાસ્ત થઈ ગયા હતા. વડોદરા માટે સૌથી વધુ રન વિષ્ણુ સોલંકીએ બનાવ્યા હતા. તેણે 49 રન કર્યા હતા. કેપ્ટન કેદાર દેવધરે ફક્ત 16 રન બનાવ્યા હતા. તમિલનાડુ તરફથી મનિમારન સિધ્ધાર્થે 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચો: 30 વર્ષનો ઈતિહાસ, જાણો કોની સરકારમાં કેટલો હતો Tax?

Next Article