સૂર્યકુમાર યાદવે શાનદાર સદી નોંધાવી છે. IPL 2023 માં સૂર્યા શાનદાર ફોર્મમાં છે અને તેણે વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ સામે સદી નોંધાવી હતી. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. સૂર્યાએ અંતિમ બોલ સુધી રમતા 20મી ઓવરના અંતિમ બોલ પર છગ્ગો ફટકારીને સદી નોંધાવી હતી. સૂર્યાકુમાર ફરી એકવાર મુંબઈને માટે ઉપયોગી બેટિંગ કરીને પોતાનો દમ બતાવ્યો હતો. રાશિદ ખાને 4 વિકેટ ઝડપીને એક તરફ મુંબઈને મુશ્કેલીઓ વધારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સૂર્યાએ બીજી તરફ જબરદસ્ત બેટિંગ વડે ગુજરાતના બોલર્સની ધુલાઈ જારી રાખી હતી.
મુંબઈએ શરુઆતથી જ ગુજરાત સામે ટોસ હારીને આક્રમક બેટિંગ કરવાની શરુઆત કરી હતી. હાર્દિક પંડ્યાએ પણ રાશિદ ખાનનો ઉપયોગ રણનિતી પૂર્વક કરીને મુંબઈને અંકુશમાં લેવા માટે મહત્વના હથિયારના રુપ ઉપયોગ કર્યો હતો. પરંતુ શરુઆત થી જ મુંબઈના બેટરો રન આક્રમકતાથી નિકાળવાની રણનિતી જાળવી રાખી હતી. આ અંદાજ મુંબઈએ અંક સુધી જાળવી રાખ્યો હતો.
રોહિત શર્મા અને ઈશાન કિશને શરુઆત મુંબઈ માટે સારી કરી હતી. બંને 7મી ઓવરમાં વિકેટ ગુમાવી બેઠા હતા. પરંતુ પાવર પ્લેના અંત સુધીમાં બંનેએ મુંબઈના સ્કોર બોર્ડ પર 61 રન નોંધાવી દીધા હતા. પરંતુ 7મી ઓવરમાં રોહિત શર્મા પ્રથમ બોલે અને આગળ ઈશાન કિશન આઉટ થયો હતો. ઈશાન અને રોહિતને રાશિદ ખાને પોતાનો શિકાર બનાવ્યા હતા. જોકે આ ઓવરમાં સૂર્યકુમાર યાદવ રમતમાં આવ્યો હતો. સૂર્યા પાસે મેચ પહેલાથી જ મોટી આશા હતી. પરંતુ તેણે અપેક્ષા કરતા પણ વધારે સારી બેટિંગ ઈનીંગ રમતા આઈપીએલ કરિયરમાં પોતાની પ્રથમ સદી નોંધાવી હતી. ટી20 ક્રિકેટમાં તેણે આ ચોથી સદી નોંધાવી હતી.
A 💯 that wowed teammates, fans and opponents alike 🤩
Take a bow #SuryakumarYadav 👏#MIvGT #IPLonJioCinema | @surya_14kumar pic.twitter.com/kwUuMfTGKz
— JioCinema (@JioCinema) May 12, 2023
સૂર્યાએ 49 બોલનો સામનો કરીને અણનમ ઈનીંગ રમતા 103 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 6 છગ્ગા અને 11 ચોગ્ગા સૂર્યાએ નોંધાવ્યા હતા. આમ સુર્યાએ ધમાલ મચાવતી બેટિંગ કરી હતી. જેને લઈ મુંબઈના બોલર્સ તેની સામે પરેશાન થઈ ગયા હતા. અંતિમ ઓવર મુંબઈની બેટિંગ ઈનીંગની અલ્ઝારી જોસેફ આવ્યો હતો અને તેના પર 2 છગ્ગા જમાવ્યા હતા. આમ સૂર્યાએ પોતાની સદી પુરી કરવા સાથે ગુજરાત સામેનો પડકાર વધારે મોટો બનાવ્યો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:26 pm, Fri, 12 May 23