
આઈપીએલની મેચનું લાઈવ પ્રસારણ કરનારી ચેનલે આઈપીએલ 2024નો પ્રોમો જાહેર કર્યો છે. રવિવાર 3 માર્ચના રોજ આઈપીએલ 2024નો પ્રોમો સામે આવ્યો છે. જેમાં હાર્દિક પંડ્યા સહિત 3 ટીમના કેપ્ટનો જોવા મળી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા જેવા ચેમ્પિયન કેપ્ટન આ પ્રોમોમાંથી ગાયબ છે.
આઈપીએલ 2024ની શરુઆત 22 માર્ચથી થશે. પહેલી મેચ ગત્ત વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલની નવી સીઝન શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.વીડિયોમાં રિષભ પંત, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યરની સાથે સાથે કે.એલ રાહુલ પણ જોવા મળી રહ્યો છે.
વીડિયોને કેપશન આપ્યું છે. જબ સાથ મિલ કર સ્ટાર સ્પોર્ટસ દેખેગે ટાટા આઈપીએલ 2024, તબ ગજબ આઈપીએલકા અજબ રંગ દિખેગા,
Jab saath mil kar Star Sports par dekhenge #TataIPL 2024, tab Gajab IPL ka #AjabRangDikhega!
IPL starts on MARCH 22 on Star Sports
The real magic of #IPL2024 is unleashed when you watch it together on the big screen – Because it’s always #BetterTogether!
Don’t miss… pic.twitter.com/h7wran9DRY
— Star Sports (@StarSportsIndia) March 3, 2024
ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝનનો પ્રોમો સ્ટાર સ્પોર્ટસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની સાથે કોલકત્તા, દિલ્હી અને લખનઉના કેપ્ટનો પણ જોવા મળી રહ્યા છે. હાલમાં બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી બહાર કરેલા શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયાનો ખેલાડી કે.એલ રાહુલ અને રિષભ પંતની સાથે જોવા મળી રહ્યો છે. કે.એલ રાહુલ લખનઉ જ્યારે રિષભ પંત દિલ્હી ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. શ્રેયસ અય્યરના હાથમાં કોલકત્તાની કમાન છે.
કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ નવા મેન્ટોર ગૌતમ ગંભીરની સાથે રમવા ઉતરશે. ગત્ત સીઝનમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત હોવાથી પંત આઈપીએલના મેદાનથી દુર હતો.
આ પણ વાંચો : અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં સલમાન-ધોનીએ એકબીજાને ઇગ્નોર કર્યા, જુઓ વીડિયો
Published On - 11:55 am, Sun, 3 March 24