Cricket team : હવે વધુ એક ક્રિકેટ ટીમ પાકિસ્તાન રમવા જશે નહિ, આ વખતે ખુદ PCBએ પોતાના પગ પર કુહાડી મારી

|

Oct 07, 2021 | 11:50 AM

પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (PCB) પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પુનસ્થાપના પર સંપૂર્ણ ભાર મૂકી રહ્યું છે. પરંતુ તેને અત્યાર સુધી વધારે સફળતા મળી નથી.

Cricket team : હવે વધુ એક ક્રિકેટ ટીમ પાકિસ્તાન રમવા જશે નહિ, આ વખતે ખુદ PCBએ પોતાના પગ પર કુહાડી મારી
Pakistan Women Cricket Team

Follow us on

Cricket team :પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(Pakistan Cricket Board)ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. અને આ વખતે કારણ ખુદ છે. ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ બાદ હવે શ્રીલંકાની ટીમનો પાકિસ્તાન પ્રવાસ પણ રદ કરવામાં આવ્યો છે.

શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ આ મહિનાના અંતમાં પાકિસ્તાન પ્રવાસે જવાની હતી. પરંતુ હવે તે અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ(Sri Lanka Cricket Team) ના મુખ્ય કોચ હશન તિલકરત્નેએ બુધવારે જણાવ્યું હતું કે, આ મહિનાના અંતમાં તેમનો પાકિસ્તાન પ્રવાસ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યો છે.

શ્રીલંકાની ટીમ 15 ઓક્ટોબરે પાકિસ્તાન પ્રવાસ માટે રવાના થવાની હતી. તિલકરત્ને પત્રકારોને કહ્યું, “આ નિરાશાજનક છે કે સીરિઝ નહીં થાય, તે પાકિસ્તાન તરફથી રદ કરવામાં આવી છે કારણ કે તેમને કેટલાક ‘લોજિસ્ટિક’ મુદ્દાઓ હતા. ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર 2019માં રમ્યા બાદ શ્રીલંકાની મહિલા ટીમે કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી નથી.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

ટીમ પ્રથમ વખત સીરિઝ રમવા જવાની હતી

શ્રીલંકા મહિલા ટીમ (Sri Lanka women’s team)નો પાકિસ્તાન પ્રવાસ 29 ઓક્ટોબર સુધી ત્રણ મેચની વનડે સીરિઝ માટે નિર્ધારિત હતો. બંને દેશોની મહિલા ટીમો 1998 થી એકબીજા સામે રમી રહી છે. શ્રીલંકાની મહિલા ટીમે 2006 માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. જોકે, ત્યારબાદ એશિયા કપ પાકિસ્તાનમાં રમાયો હતો. શ્રીલંકાની ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગઈ હતી. પાકિસ્તાનમાં શ્રીલંકાની મહિલા ટીમ માટે આ પ્રથમ દ્વિપક્ષીય સીરિઝ હશે. બંને દેશો વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય સીરિઝ શ્રીલંકામાં 2018માં રમાઈ હતી. પાકિસ્તાની મહિલા ટીમે હોમ ટીમને 3-0થી હરાવી હતી.

પાકિસ્તાની બોર્ડને આંચકો લાગ્યો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board)પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પુનસ્થાપના પર સંપૂર્ણ ભાર મૂકી રહ્યું છે. પરંતુ તેને અત્યાર સુધી વધારે સફળતા મળી નથી. આ વર્ષની શરૂઆતમાં, દક્ષિણ આફ્રિકાની ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો, આશા વ્યક્ત કરી હતી કે, પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી હવે મોટા પાયે થશે. પરંતુ ગયા મહિને ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે પાકિસ્તાન પ્રવાસ રદ કર્યા બાદ બોર્ડને મોટો આંચકો લાગ્યો હતો.

ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પણ સુરક્ષા કારણોસર પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો હતો. આ કારણોસર, પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરી શરૂ થવાનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. આ બંને દેશોના પ્રવાસ રદ થયા બાદ પાકિસ્તાન ક્રિકેટમાં અશાંતિનું વાતાવરણ છે.

આ પણ વાંચો : History of the Day: આજે છે શીખોના દસમા ગુરુ ગોવિંદ સિંહનો શહીદી દિવસ, જાણો શું કામ ખાસ છે ઇતિહાસમાં 7 ઓક્ટોબર?

Next Article