Sport: આંતરરાષ્ટ્રીય ભારતીય ફુટબોલર બહુચર્ચીત નદીમાં માછલીઓને લઇને કરવા લાગ્યો છે આ ખાસ કામ

હાલમાં કોરોનાને લઇને મોટાભાગની રમતો પ્રભાવિત બની છે. અનેક ખેલાડીઓ પોતાના ઘરે હાલમાં કોરાના સામેના રક્ષણના ઉપાયોને અનુસરી રહ્યા છે.

Sport: આંતરરાષ્ટ્રીય ભારતીય ફુટબોલર બહુચર્ચીત નદીમાં માછલીઓને લઇને કરવા લાગ્યો છે આ ખાસ કામ
Jeje Lalpekhlua
| Edited By: | Updated on: May 16, 2021 | 11:49 AM

હાલમાં કોરોનાને લઇને મોટાભાગની રમતો પ્રભાવિત બની છે. અનેક ખેલાડીઓ પોતાના ઘરે હાલમાં કોરાના સામેના રક્ષણના ઉપાયોને અનુસરી રહ્યા છે. આ દરમ્યાન એક આંતરરાષ્ટ્રીય ભારતીય ફુટબોલર (Indian Footballer) ને લઇને એક જાણકારી સામે આવી રહી છે કે, તે નદીની રક્ષા કરી રહ્યો છે. ભારતીય ટીમ (Team India) ના સ્ટ્રાઇકર જેજે લાલપેખલુઆ (Jeje Lalpekhlua) પોતાના વતનના રાજ્ય મિઝોરમમાં તુઇચાંગ નદી (Tuichang River) પર માછીમારી ને અટકાવીને નદીનું રક્ષણ કરી રહ્યો છે. તેના આ અભિયાનને લઇને સ્થાનિક માછિમારોને માટે નદીમાં માછલીઓનુ પ્રમાણ વધે અને આજીવીકામાં મદદ મળી રહે.

છેલ્લા કેટલાક સમય થી મોટા પ્રમાણમાં માછલીઓ પકડવાને લઇને તુઇચાંગ નદી ખૂબ ચર્ચામાં રહી હતી. જેને લઇને સ્થાનિક લોકો પણ માછલી બચાવાવ માટે ના કામે જોડાઇ ગયા હતા. સ્થાનિક લોકોએ સતત નદી પર સુરક્ષા પહેરો ભરવાનુ શરુ કરી દીધુ હતુ. તો સાથે અનેક લોકોએ પોતાની છાવણી જ નદી કિનારે લગાવી દીધી હતી. જેમાં હવે ભારતીય ટીમ અને એફસી ઇસ્ટ બંગાળ ના ફોરવર્ડ લાલપેખલુઆ પણ જોડાઇ ગયો છે.

આ ફુટબોલરે પોતાના ગામ મોડલ વેંગ હનાહથિયાલમાં અનેક યુવાનો સાથે મળીને એક જૂથ તૈયાર કર્યુ છે. જેણે રાત દિવસની છાવણી નદી કિનારે લગાવી દીધી છે. નદીમાં રહેલ માછલીઓને બચાવવા અને જાળવવા માટે તેમણે મદદ શરુ કરી છે. લાલપેખલુઆ એ એક મીડિયા વાતચીત માં કહ્યુ હતું કે, પાછળના કેટલાક વર્ષથી મોટા પ્રમાણમાં માછલી પકડવાને લઇને તાઇચુંગ નદીમાં માછલીઓનુ પ્રમાણ ખૂબ જ ઓછુ થઇ ગયુ હતું. જેને લઇને સ્થાનિક માછીમારોની આજીવીકા પર માઠી અસર પહોંચી હતી.

મોડલ વેંગના સ્થાનિક લોકોએ તુઇચાંગ નદીના કિનારે 500 મિટર વિસ્તાર કે, જે માછલીઓના ઇંડા મુકવાનું સ્થળ માનવામાં આવે છે તેને સુરક્ષીત રાખવા પ્રયાસ કર્યો છે. અલગ અલગ જૂથ દ્વારા સતત ચોવીસ કલાક તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. જેનાથી માછીમારીને રોકી શકાય છે અને માછલીઓનું ઉત્પાદન વધી શકે છે.

લાલપેખલુઆ એ કહ્યુ કે, અમે ગયા વર્ષે પણ આ પ્રકારે સુરક્ષા હાથ ધરી હતી. જેનાથી આ વિસ્તારમાં કોઇ માછલી નહોતું પકડી શક્યું. આ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, માછલીયોને ઓછામાં ઓછુ તેના પ્રજનન વિસ્તારને સુરક્ષીત રાખવામાં આવે. આ નાનકડા પ્રયાસનું અમને મોટુ પરિણામ મળવા લાગ્યુ છે. શિકારીઓ અહી આસપાસ પણ ફરકતા નથી. હવે માછીમારો કહે છે, વર્ષોથી નથી જોઇ એટલી માછલીઓ નદીમાં જોવા મળે છે.