Sourav Gangulyએ કહ્યું કે, ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં આઈસીસી ખિતાબનો દુષ્કાળ ખતમ કરશે

|

Dec 13, 2021 | 3:42 PM

બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, 2013થી ચાલી રહેલો આ દુષ્કાળ ટૂંક સમયમાં ખતમ થઈ જશે. આગામી 9 વર્ષમાં ઘણી ICC ઈવેન્ટ્સ આયોજિત થવાની છે.

Sourav Gangulyએ કહ્યું કે, ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં આઈસીસી ખિતાબનો દુષ્કાળ ખતમ કરશે
Sourav Ganguly

Follow us on

Sourav Ganguly : BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ આશા વ્યક્ત કરી છે કે, ટીમ ઈન્ડિયા (Team India) ટૂંક સમયમાં આઈસીસીનો ખિતાબ પાછો મેળવી લેશે. તેમણે કહ્યું કે 2013થી ચાલી રહેલો આ દુષ્કાળ ટૂંક સમયમાં ખતમ થઈ જશે. ગાંગુલી (Sourav Ganguly)એ સ્વીકાર્યું કે ટીમ 2022 થી 2031 વચ્ચે યોજાનારી ICCની વૈશ્વિક ઇવેન્ટમાં આ કાર્ય પૂર્ણ કરશે. ભારતે છેલ્લે વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં ICC ટાઈટલ જીત્યું હતું.

એમએસ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા (Team India)એ આ ખિતાબ હાંસલ કર્યો હતો. પરંતુ, આ પછી ટીમ ઇન્ડિયાએ 2014 T20 વર્લ્ડ કપ, 2015 વર્લ્ડ કપ, 2016 T20 વર્લ્ડ કપ, 2017 ચેમ્પિયન્સ ટ્રોફી, 2019 વર્લ્ડ કપ, ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) અને 2021 T20 વર્લ્ડ કપ જેવી ઘણી મોટી તકો ગુમાવી.

ભારતીય ક્રિકેટ અત્યારે એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં ODI અને T20ની કપ્તાની હવે રોહિત શર્માને સોંપવામાં આવી છે. જ્યારે ટેસ્ટની કમાન હજુ પણ વિરાટ કોહલી (Virat Kohli)ના હાથમાં છે. આ સિવાય રાહુલ દ્રવિડે આગામી બે વર્ષ માટે ટીમના મુખ્ય કોચનું પદ પણ સંભાળ્યું છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આગામી 9 વર્ષ ટીમ ઈન્ડિયા માટે ‘મૌકા-મૌકા’ છે

સૌરવ ગાંગુલીએ જાણીતી સમચાર ચેનલને આપેલા નિવેદનમાં કહ્યું કે, વર્ષ 2022 થી 2031 સુધી દર વર્ષે એક મેગા ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. મને ખાતરી છે કે, આમાં ટીમ ઈન્ડિયા જીત મેળવી શકશે. ભલે તેને 2019 ODI વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી 2021 T20 વર્લ્ડ કપમાં ટીમની સફર ગ્રુપ સ્ટેજ પર જ અટકી ગઈ હતી. પરંતુ બાકીના ભારતીય ક્રિકેટ ચાહકોની જેમ મને પણ વિશ્વાસ છે કે અમે આવનારા સમયમાં કેટલીક ટુર્નામેન્ટ જીતી શકીશું.

ટીમ ટૂંક સમયમાં અસર બતાવશે

તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે જો કે તેની આગાહી કરવી મુશ્કેલ છે, પરંતુ અમારી પાસે રાહુલ દ્રવિડ જેવા કોચ અને રોહિત શર્મા જેવા મર્યાદિત ઓવરના કેપ્ટન સાથે એક શાનદાર ટીમ છે. ક્રિકેટ એક ટીમ ગેમ છે અને તેમાં કોચ અને કેપ્ટનની સાથે બાકીના ખેલાડીઓએ સાથે મળીને પ્રદર્શન કરવાનું હોય છે જેથી ટીમને સફળતા મળે. અને, આ કરતી વખતે, આગામી સમયમાં ICC ટાઇટલનો દુષ્કાળ ખતમ કરવાનો છે.

આ પણ વાંચો : Kashi vishwanath corridorનું અનોખું આશ્ચર્ય 314 ઇમારતોનું અધિગ્રહણ, 390 કરોડની ચુકવણી અને પેન્ડિંગ કેસ ઝીરો

Next Article