ધૂમ સ્ટાઈલમાં ટ્રેક્ટર ચલાવતા યુવકનો થયો અકસ્માત, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

આપણે ઘણા લોકોને ઝડપથી વાહન ચલાવતા, ખોટી દિશામાં અને ખરાબ રીતે વાહન ચલાવતા જોયા જ છે. આવા લોકો પોતાની સાથે સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકે છે. હાલમાં આવા જ નિયમોનું પાલન ન કરતા યુવકના અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ધૂમ સ્ટાઈલમાં ટ્રેક્ટર ચલાવતા યુવકનો થયો અકસ્માત, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ
Shocking Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Nov 22, 2022 | 8:05 PM

દરેક વ્યક્તિને  વાહન ચલાવતા પૂર્વે  ટ્રાફિક નિયમોનું પાલન કરવાની શીખ આપવામાં આવે છે. સ્કૂલ-કોલેજોમાં તેના માટે અનેક જાગૃતિ કાર્યક્રમો પણ થાય છે. ડ્રાઈવિંગ લાઈસન્સની પરીક્ષા સમયે પણ લોકો ટ્રાફિકના મૂળભૂત નિયમો સાથે માહિતગાર થાય છે. પણ ઘણા લોકો ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા. આપણે ઘણા લોકોને ઝડપથી વાહન ચલાવતા, ખોટી દિશામાં અને ખરાબ રીતે વાહન ચલાવતા જોયા જ છે. આવા લોકો પોતાની સાથે સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકે છે. હાલમાં આવા જ નિયમોનું પાલન ન કરતા યુવકના અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ટ્રેક્ટર એક રસ્તા નીચે ખાડામાં પડે છે

વાયરલ વીડિયોમાં રસ્તા વચ્ચે ઝડપથી પસાર થઈ રહેલુ એક ટ્રેકટર જોઈ શકાય છે. એક યુવક તે ટ્રેક્ટર-ટ્રોલીને એ રીતે ચલાવી રહ્યો છે કે જાણે તે કોઈ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો હોય. તે સમયે રસ્તા પરથી બીજા વાહનો પણ પસાર થઈ રહ્યા છે. અન્ય વાહનોને જોઈ તે યુવક ગભરાઈ જાય છે. તેનુ ટ્રેક્ટર પરથી નિયંત્રણ બગડે છે. અને ટ્રેક્ટર એક રસ્તા નીચે ખાડામાં પડે છે. ટ્રેક્ટરના ટૂકડા થઈ જાય છે. આ ઘટનામાં રાહતની વાત એ હતી કે ટ્રેક્ટર ચાલક યુવકનો જીવ બચી ગયો હતો.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહન પર ઝડપની મજા ના લો, નહીં તો મોતની સજા મળી શકે છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જે થયુ બરાબર થયુ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, નસીબદાર હતો કે તેનો જીવ બચી ગયો .

Published On - 8:02 pm, Tue, 22 November 22