શિખર ધવને સોશિયલ મીડિયા પર અશોભનિય કોમેન્ટ કરનારને આપ્યો સણસણતો જવાબ

ઓસ્ટ્રેલિયાની સામે વન ડે અને ટી20 સીરીઝ ખતમ થવા બાદ ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શિખર ધવન પરત ફર્યો છે. ધવનની સાથે વન ડે અને ટી20ના અન્ય ખેલાડીઓ પણ ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા છે. મોટેભાગે શિખર ધવન પ્રવાસમાં હોય ત્યારે તે સોશિયલ મીડિયામાં તેના ફોટોઝ શેર કરે છે. તેણે ટીમના તેના સાથી યુઝવેન્દ્ર ચહલ અને દિપક ચાહર સાથેની […]

શિખર ધવને સોશિયલ મીડિયા પર અશોભનિય કોમેન્ટ કરનારને આપ્યો સણસણતો જવાબ
| Edited By: | Updated on: Dec 12, 2020 | 8:59 PM

ઓસ્ટ્રેલિયાની સામે વન ડે અને ટી20 સીરીઝ ખતમ થવા બાદ ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શિખર ધવન પરત ફર્યો છે. ધવનની સાથે વન ડે અને ટી20ના અન્ય ખેલાડીઓ પણ ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા છે. મોટેભાગે શિખર ધવન પ્રવાસમાં હોય ત્યારે તે સોશિયલ મીડિયામાં તેના ફોટોઝ શેર કરે છે. તેણે ટીમના તેના સાથી યુઝવેન્દ્ર ચહલ અને દિપક ચાહર સાથેની એક હવાઈ મુસાફરીની તસ્વીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ધવને ચહલ અને ચાહર સાથેની પોતાની તસ્વીરને શેર કરતા લખ્યુ હતુ કે, ગોટીયા ખેલતા હૂં ગોટીયા. ધવનની શેર કરેલી આ તસ્વીર પર એક ટ્રોલરે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેણે લખ્યુ હતુ કે, ટટ્ટી ગેમ પ્લે. જોકે શિખર ધવન પણ કાંઈ એમ ઉણો ઉતરે તેમ નથી તેણે પણ ભારતીય ટ્રોલર્સને તીખો જવાબ વાળતા લખ્યુ હતુ કે, હા, તમારા પણ ઘરવાળા પણ આમ જ કહી રહ્યા હતા. તમારા વિશે.

શિખર ધવન ભલે ટેસ્ટ ટીમનો ભાગ નથી, પરંતુ તેને માટે ઓસ્ટ્રેલિયામાં વ્હાઈટ બોલ સીરીઝ જબરદસ્ત રહી હતી. તેણે ટી20 સીરીઝમાં તે વિરાટ કોહલી બાદ બીજા નંબરનો શ્રેષ્ઠ સ્કોરર રહ્યો હતો. તે ટેસ્ટ ટીમમાં નહીં હોવાને લઈને જ ભારત પરત ફર્યો છે. તેની સાથે અન્ય ખેલાડીઓ પણ જે ટેસ્ટ ટીમમાં નથી તેઓ પણ ભારત પરત ફર્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Published On - 8:56 pm, Sat, 12 December 20