પૃથ્વી શૉ સાથે ઝપાઝપી કરનારી સપના ગિલ 20 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં

પૃથ્વી શૉ સાથે ઝપાઝપી કરનાર સપના ગિલની પોલીસે ધરપકડ કરી છે. સપના અને તેના મિત્રો પર પૃથ્વી પર હુમલો કરવાનો આરોપ છે. આ વીડિયો ખુબ વાયરલ પણ થયો હતો.

પૃથ્વી શૉ સાથે ઝપાઝપી કરનારી સપના ગિલ 20 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં
પૃથ્વી શૉ સાથે ઝપાઝપી કરનારી સપના ગિલ 20 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં
| Updated on: Feb 17, 2023 | 5:36 PM

Prithvi Shaw Sapna Gill Clash : ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી પૃથ્વી શો અને તેના મિત્રો પર થયેલા હુમલા બાદ પોલીસે સોશિયલ મીડિયા Influencer સપના ગિલની ધરપકડ કરી હતી. પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ સપનાની ધરપકડ કરવામાં આવી હતી.હવે સોશિયલ મીડિયા પર યુવતીનો ક્રિકેટર પૃથ્વી શો સાથેની ઘટનાનો વિડીયો ખૂબ વાયરલ થવા લાગ્યો છે. હવે પૃથ્વી શૉ સાથે ઝપાઝપી કરનારી સપના ગિલ 20 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે.

 

સમગ્ર ઘટના શું હતી

મુંબઈમાં ભારતીય ક્રિકેટર પૃથ્વી શો એક મિત્ર સાથે હોટલમાં ડિનર કરવા માટે ગયો હતો. એક યુવતીએ સેલ્ફી લેવાની જીદ કરીને સેલ્ફી લેવા જતા મામલો ઘર્ષણ સુધી પહોંચી ગયો હતો. ઘટનાને લઈ મુંબઈના ઓશિવારા પોલીસ મથકમાં પૃથ્વી શો પર હુમલો કરનારા 8 શખ્શો વિરુદ્ધ ફરીયાદ નોંધવામાં આવી છે. પોલીસે ઘટનામાં ઘર્ષણ સર્જનારી યુવતીની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે હવે સોશિયલ મીડિયા પર યુવતીનો ક્રિકેટર પૃથ્વી શો સાથેની ઘટનાનો વિડીયો ખૂબ વાયરલ થવા લાગ્યો છે.

કારનો કાચ ફોડી દીધો

આ ઘટના બાદ પૃથ્વી શો બીજી કારમાં સવાર થઈને સ્થળ પરથી નિકળ્યો હતો. પરંતુ હુમલાખોર આરોપીઓએ તેનો પિછો છોડ્યો નહોતો. સવારના 4 વાગ્યાના અરસા દરમિયાન ત્રણ બાઈક અને એક કાર સાથેના લોકોએ પિછો કર્યો હતો. જ્યાં યુટર્ન લેવા દરમિયાન એક શખ્શે તેની કારનો કાચ ફોડી દીધો હતો.

જુઓ વીડિયો

 

પૃથ્વી શો સાથે મારામારી કરનાર કોણ છે સપના ગિલ

સોશિયલ મીડિયા પર હાલમાં સપના ગિલ અને પૃથ્વી શોનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મુંબઈની એક હોટલની બહારનો છે.સપના ગિલ એક મોડલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. ઈન્સ્ટા પર તેના 2 લાખ 18 હજારથી વધારે ફોલોઅર્સ છે.સપના ગિલ ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. વર્ષ 2017માં આવેલી ફિલ્મ કાશી અમરનાથ અને વર્ષ 2021ની મેરા વતન ફિલ્મમાં તે જોવા મળી હતી.જણાવી દઈએ કે, તે ભોજપૂરી અભિનેતા રવિ કિશન, દિનેશ લાલ યાદવ અને અભિનેત્રી આમ્રપાલી દુબે સાથે કામ કરી ચૂકી છે.

સપના ગિલ પણ ઘણી સેલિબ્રિટી સાથે રીલ કરતી જોવા મળી છે. બિગ બોસ ફેમ અલી ગોની સાથે તેનો ફોટો અને રીલ પણ વાયરલ થઈ હતી.

 

Published On - 5:15 pm, Fri, 17 February 23