ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપ ફાઈનલની મેચ રમાઈ રહી છે. વનડે ક્રિકેટના ચેમ્પિયન બનવા માટે આજે શાનદાર ટક્કર થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાની પસંદ કર્યુ છે. આ માટે પીચને થોડીક સૂકી બતાવી છે. જોકે પેટ કમિન્સના આ નિર્ણય પર ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ ખુશ નજર આવી રહ્યો છે.
ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાની શરુઆત કરી છે. રોહિત શર્માએ સારી શરુઆત કરાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ એ પણ જાણી લઈએ કે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં વિજયી ટીમ સાથે જ ઉતરી છે. એટલે કે ટીમમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતીય ટીમ જબરદસ્ત આત્મવિશ્વાસથી ભરેલી છે. હિટમેને શરુઆત તોફાની બેટિંગ સાથે કરી છે. ભારતીય કેપ્ટનની ઈચ્છા હતી અને એ જ પ્રમાણેનો મોકો અમદાવાદમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ કરવાનો મળ્યો છે.
Australia won the toss and opted to bowl in the #CWC23 final
Who will take the trophy home after seven weeks of exciting cricket ❓#INDvAUS : https://t.co/FwYOOpWao6 pic.twitter.com/1RjRggUQN5
— ICC Cricket World Cup (@cricketworldcup) November 19, 2023
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે કમિન્સે નિમંત્રણ આપ્યુ હતુ. કાંગારુ કેપ્ટનના આ નિર્ણય સાથે જ રોહિત શર્મા ખુશ થઈ ઉઠ્યો હતો. કમિન્સે પ્રથમ બોલિંગ પસંદ કરવા માટે પીચનુ કારણ દર્શાવ્યુ હતુ. તેણે બતાવ્યુ હતુ કે, અમે પ્રથમ બેટિંગ કરીશું, આ ખૂબ જ ડ્રાય વિકેટ જોવા મળી રહી છે. અહીં ઔસનુ પ્રમાણ પણ જોવા મળશે. બીજી ઈનીંગમાં પીટ સારી થઈ જશે. એટલે કે કમિન્સનુ માનવુ હતુ છે, કે બીજી ઈનીંગમા ઓસ્ટ્રેલિયા બેટિંગ કરશે ત્યારે પીચ ઠીક થઈ ગઈ હશે.
ટોસ હારીને પણ રોહિત શર્માએ ખુશ થતા કહ્યુ હતુ કે, હું ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતો. પીચ સારી લાગી રહી છે અને સારો સ્કોર ખડકવાનુ ઈચ્છીશુ. આ ખૂબ જ શાનદાર થનારુ છે. અમે જ્યારે પણ અહીં રમ્યા છીએ અમને સારો સપોર્ટ મળ્યો છે. ક્રિકેટની મોટી ઈવેન્ટ છે અમારે શાંત બન્યા રહેવુ પડશે. અમે 10 મેચમાં જે કર્યુ છે એ જ અમે આજે પણ કરવા ઈચ્છીશું.
Published On - 2:35 pm, Sun, 19 November 23