Roger Federer આગામી કેટલાક મહિના ટેનિસથી રહેશે દૂર, US OPEN નહી રમવા અંગે જણાવ્યું આ કારણ

|

Aug 16, 2021 | 2:05 PM

40 વર્ષના ફેડરરની આ જાહેરાત બાદ તેની રમત અને કારકિર્દી પર પણ સસ્પેન્સ મંડરાવા લાગ્યું છે. યુએસ ઓપન આગામી બે સપ્તાહમાં યોજાનાર છે, જેમાં ફેડરર 5 વખત ચેમ્પિયન રહી ચૂક્યો છે.

Roger Federer આગામી કેટલાક મહિના ટેનિસથી રહેશે દૂર, US OPEN નહી રમવા અંગે જણાવ્યું આ કારણ
Roger Federer

Follow us on

Roger Federer : ભૂતપૂર્વ વિશ્વ નંબર વન ટેનિસ સ્ટાર રોજર ફેડરર (Tennis Star Roger Federer) આ વર્ષે અમેરિકન ગ્રાન્ડ સ્લેમ એટલે કે US OPEN માં રમતો જોવા મળશે નહીં. ટેનિસ સ્ટારે રવિવારે જાહેરાત કરી હતી કે, તેના ઘૂંટણનું ઓપરેશન થવાનું છે. જેના કારણે તે આગામી કેટલાક મહિનાઓ સુધી ટેનિસ (Tennis) થી દૂર રહેશે. 40 વર્ષના ફેડરરની આ જાહેરાત બાદ તેની રમત અને કારકિર્દી પર પણ સસ્પેન્સ મંડરાવા લાગ્યું છે.

યુએસ ઓપન આગામી બે સપ્તાહમાં યોજાનાર છે, જેમાં ફેડરર 5 વખત ચેમ્પિયન રહી ચૂક્યો છે. ફેડરરે (Roger Federer) 2021 માં અત્યાર સુધી માત્ર 13 મેચ રમી છે. ગત વર્ષે બે વખત ઘૂંટણની સર્જરી કરી હતી, જેના કારણે તે માત્ર 6 મેચ રમી શક્યો હતો. રેકોર્ડ 20 ગ્રાન્ડ સ્લેમ ખિતાબના વિજેતા ફેડરરે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો અને તેની આગળની યોજનાઓ વિશે માહિતી આપી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તેણે કહ્યું કે “હું કંઈ ખોટું નહીં કહું. હું જાણું છું કે મારી ઉંમરે આ પ્રકારની સર્જરી પછી શું થાય છે. પણ હું ફિટ રહેવાનો પ્રયત્ન કરીશ. હું આશા આપું છું કે હું એ જ ફિટનેસ સાથે પાછો આવી શકું.”

 

ફેડરરે (Roger Federer) ઓલિમ્પિકમાંથી પણ પણ પોતાનું નામ પરત ખેચ્યું હતુ. તે પહેલા તેણે આ વર્ષે ફ્રેન્ચ ઓપનના ચોથા રાઉન્ડમાં પહોંચ્યા બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં તે સીધા સેટમાં હાર્યા બાદ આઉટ થયો હતો. વિમ્બલ્ડનમાં હાર ઓલ ઈંગ્લેન્ડ ક્લબ કોર્ટ પર 119 મેચમાં તેની માત્ર 14 મી હાર હતી અને 2002 પછી આ પ્રથમ વખત હતું જ્યારે તે ટુર્નામેન્ટમાં સીધા સેટમાં હારી ગયો હતો.

છેલ્લું મોટું ટાઇટલ 2018 માં જીત્યું

ફેડરરે ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open)નો વર્ષ 2018માં છેલ્લી વખત મોટો ટેનિસ ખિતાબ જીત્યો હતો. પછી તે આ ગ્રાન્ડ સ્લેમ જીતનાર બીજો સૌથી ઉંમરલાયક ખેલાડી બન્યો. ત્યારથી, તેના સખત વિરોધીઓમાં, સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે (Novak Djokovic) 8 મોટા ખિતાબ જીત્યા છે. સ્પેનના રાફેલ નડાલે (Rafael Nadal)4 મોટા ટેનિસ ખિતાબ જીત્યા છે. હવે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર મામલે ત્રણેય ખેલાડીઓ બરાબર છે.

 

આ પણ વાંચો : Favourite cricketer : શેન વોર્નને આ ભારતીય ખેલાડી પસંદ છે, વિરાટ કોહલી પર નિશાન સાધ્યું

Next Article