RCB vs RR, IPL 2022 : 7 વર્ષ પછી RCB ફરી રમશે ક્વોલિફાયર 2, જાણો કેવો રહ્યો ઈતિહાસ

|

May 26, 2022 | 12:32 PM

RCB અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર 2 (Qualifier 2) માં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે ક્રિકેટનો આ જંગ નક્કી કરશે કે કઈ ટીમ ફાઇનલમાં જશે.

RCB vs RR, IPL 2022 : 7 વર્ષ પછી RCB ફરી રમશે ક્વોલિફાયર 2, જાણો કેવો રહ્યો ઈતિહાસ
ક્વોલિફાયર 2 માં RCBનો ઇતિહાસ
Image Credit source: PTI

Follow us on

RCB vs RR, IPL 2022: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) ને હરાવીને અમદાવાદની ટિકિટ મેળવી લીધી છે. અમદાવાદ એ સ્થળ છે જ્યાં બેંગ્લોરની ટીમ હવે ક્વોલિફાયર 2 (Qualifier 2) રમવાની છે. આ એકંદરે ત્રીજી વખત છે અને છેલ્લા 7 વર્ષમાં પ્રથમ વખત છે જ્યારે આ ટીમ ક્વોલિફાયર 2 રમશે. RCB અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર 2માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે ક્રિકેટની આ લડાઈ નક્કી કરશે કે કઈ ટીમ ફાઇનલમાં જશે, જ્યાં તેનો મુકાબલો 29 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે થશે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરને નસીબે પ્લેઓફ રમવાની ટિકિટ ભલે મળી હોય પરંતુ આ ટીમે પોતાના દમ પર ક્વોલિફાયર 2 રમવા માટે અમદાવાદની ટિકિટ કાપી લીધી છે. ક્વોલિફાયર 2માં, તેઓ રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે, જેમણે ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં આરસીબી કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં RCB માટે ફાઈનલની ટિકિટ જીતવાનો પડકાર આસાન નહીં હોય.

ક્વોલિફાયર 2 માં RCBનો ઇતિહાસ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ વખતે તેની ત્રીજી ક્વોલિફાયર 2 રમવા જઈ રહ્યું છે. આ પહેલા તે છેલ્લે 2015માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ક્વોલિફાયર 2માં રમી હતી. ત્યારબાદ તેને CSKના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમને વર્ષ 2011માં પ્રથમ વખત ક્વોલિફાયર 2 રમવાની તક મળી હતી. તે સિઝનમાં રમાયેલી ક્વોલિફાયર 2 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સાથે થયો હતો. ત્યારપછી આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ફાઈનલની ટિકિટ કાપી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ક્વોલિફાયર 2માં રાજસ્થાન આરસીબી સામે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ત્રીજી વખત ક્વોલિફાયર 2માં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. મુંબઈ અને ચેન્નાઈની જેમ આ ટીમ પણ ભૂતપૂર્વ IPL ચેમ્પિયન રહી ચૂકી છે. IPL 2022માં રાજસ્થાન રોયલ્સની તાકાત એ છે કે, તે એક ટીમ તરીકે રમી રહી છે. બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એલિમિનેટર જીત્યા બાદ ઉત્સાહ તો મળ્યો જ હશે, પરંતુ તેની જીતમાં ટીમ પ્રયાસ કરતાં એક-બે ખેલાડીઓનું પ્રદર્શન વધુ પ્રભાવશાળી રહ્યું હતું. એકંદરે, અમદાવાદમાં યોજાનારી ક્વોલિફાયર 2ની ટક્કર જોરદાર બનવાની છે.

Next Article