RCB vs KXIP: કે.એલ.રાહુલ અને ગેલની ધમાકેદાર બેટિંગ, પંજાબની 8 વિકેટથી જીત

|

Oct 15, 2020 | 11:23 PM

કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શારજાહમાં ટી-20 લીગની મેચ યોજાઇ. લીગની 31મી મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી હતી. કોહલી બે રન માટે અડધીસદી ચુક્યો હતો. બેંગ્લોરે છ વિકેટ ગુમાવીને 20 ઓવરના અંતે 171 રન કર્યા હતા. જવાબમાં પંજાબે આજે સફળતા હાંસલ કરવા મક્કમતા પુર્વકની રમત દાખવી હતી. બેટીંગ ક્રમમાં પણ […]

RCB vs KXIP: કે.એલ.રાહુલ અને ગેલની ધમાકેદાર બેટિંગ, પંજાબની 8 વિકેટથી જીત

Follow us on

કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શારજાહમાં ટી-20 લીગની મેચ યોજાઇ. લીગની 31મી મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી હતી. કોહલી બે રન માટે અડધીસદી ચુક્યો હતો. બેંગ્લોરે છ વિકેટ ગુમાવીને 20 ઓવરના અંતે 171 રન કર્યા હતા. જવાબમાં પંજાબે આજે સફળતા હાંસલ કરવા મક્કમતા પુર્વકની રમત દાખવી હતી. બેટીંગ ક્રમમાં પણ બોલીંગની જેમ જ એકદમ યોગ્યતા પુર્વકની મેચ વિનીંગને અનુરુપ દેખાવ કર્યો હતો. જેના ફળ રુપે પંજાબને શાનદાર જીત હાંસલ થઈ હતી. કેપ્ટન રાહુલ અને ક્રિસ ગેલે અડધીસદી લગાવી હતી. ગેલના આવતા જ જાણે કે બેટીંગનું જોમ પણ પંજાબને વધ્યુ હોય એવો માહોલ પણ સર્જાયો હતો. 171 રનના સ્કોરનો પીછો કરતા બે વિકેટ ગુમાવીને 177 રન કરી આઠ વિકેટે શાનદાર જીત મેળવી હતી. નિકોલસ પુરને છેલ્લા નિર્ણાયક બોલે જ એક રનની જરુરીયાત સામે ચહલના બોલ પર સિક્સર લગાવી જીત અપાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

પંજાબની બેટીંગ

પંજાબને જે પ્રમાણે જીતની જરુર વર્તાતી હતી એ જ પ્રમાણે તેણે રમત પણ દાખવવી જરુરી હતી. બસ આ જ યોગ્યતા આજે રમતમાં દાખવી હતી. સાથે જ ગેલનો સાથ મળ્યો હતો. કેપ્ટન કેએલ રાહુલે પણ દર વખતની જેમ પોતાની રમતની લડાઇ જારી રાખી હતી. તેણે અડધીસદી કરીને જીતનો પાયો નાંખ્યો હતો. રાહુલ અને મયંક અગ્રવાલ (45) બંનેએ સારી શરુઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી નોંધાવી હતી. મયંકે ઝડપી રમત સાથે 25 બોલમાં જ 45 રન કર્યા હતા. બાદમાં સિઝનની પ્રથમ મેચ રમી રહેલા ગેલે પણ તેની અપેક્ષા અને તેના સ્વભાવગત ઈનીંગ દાખવી હતી. ગેલે 38 બોલમાં પાંચ છગ્ગા સાથે અડધીસદી કરી હતી. ગેલ અંતિમ ઓવરમાં 45 બોલમાં 53 રન કરીને રન આઉટ થયો હતો. ગેલ અને રાહુલે પણ એક મોટી ભાગીદારી કરીને જીત પાક્કી કરી લીધી હતી. જોકે જીતનો વિજયી છગ્ગો નિકોલસ પુરનને નસીબ થયો હતો. તેણે અંતિમ રોમાંચક સ્થિતી વચ્ચે છેલ્લા બોલે એક રન જરુર હતો, ત્યારે ચહલના બોલને છગ્ગાના સ્વરુપે લગાવીને જીત અપાવી હતી.

બેંગ્લોરની બોલીંગ

આમ તો બેંગ્લોર છેલ્લી કેટલીક મેચથી હરીફ ટીમો પર હાવી રહે છે, પરંતુ આજે જાણે કે તેના આયોજન તહશનહશ થઈ ગયા હતા. બેંગ્લોરના બોલરો વિકેટ મેળવવા કે રનને નિયંત્રીત કરવા બંને રીતે જાણે કે રીતસર નિષ્ફળ લાગી રહ્યા હતા. ક્રિસ મોરીસ અને નવદિપ સૈનીએ જ માત્ર સરેરાશ મર્યાદીત રન ગુમાવ્યા હતા. જેની સામે સફળ બોલરો યુઝવેન્દ્ર ચહલ, મોહમંદ સિરાજ અને વોશીંગ્ટન સુંદર જેવા બોલરોની રીતસર ધુલાઈ થઈ હતી. જોકે ચહલે મયંક અગ્રવાલની એક માત્ર વિકેટ ઝડપી હતી. સિરાજે ત્રણ ઓવરમાં 44 અને ચહલે ત્રણ ઓવરમાં 35 રન ગુમાવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

બેંગ્લોરની બેટીંગ

પ્રથમ વિકેટ ગુમાવી ત્યાં સુધી તો જાણે કે ધુંધાધાર બેટીંગની શરુઆત બેંગ્લોરે શારજાહાના ગ્રાઉન્ડ પર કરી દીધી હતી. પ્રથમ વિકેટ પડીક્કલની 38 રનના સ્કોર પર ગુમાવ્યા બાદ કોહલી ક્રિઝ પર આવ્યો હતો. તેણે પણ આવતાની સાથે ચોગ્ગાથી શરુઆત કરીને ધુંઆધાર રમત દાખવવી શરુ કરી હતી. પરંતુ બેંગ્લોરની આ ઝડપ ખુબ લાંબી ચાલી નહોતી. સાતમી ઓવરમાં એરોન ફીંચને 62 રનના સ્કોર પર ગુમાવ્યો હતો. સુંદરને 86 રનના સ્કોર પર ગુમાવ્યો હતો. આમ વિકેટના પતન સાથે બેંગ્લોરની રમત આક્રમકના બદલે રક્ષણાત્મક થવા લાગી હતી. પડીક્કલે 18, ફીંચે 20, સુંદરે 13 અને દુબેએ 23 રન કર્યા હતા. કેપ્ટન કોહલીએ 39 બોલમાં 48 રન કર્યા હતા. ક્રિસ મોરીસે આક્રમક રમત અંતિમ સમયે દાખવીને ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા સાથે આઠ જ બોલમાં 25 રન ટીમમાં જોડ્યા હતા. જે અણનમ રહ્યો હતો. ડીવીલીયર્સ આજે નિષ્ફળ નિવડ્યો હતો.

પંજાબની બોલીંગ

જે પ્રમાણે ઝડપી રમત શરુ થઈ હતી તેને જાણે કે ઝડપથી પંજાબના બોલરોએ અંકુશમાં લીધી હતી. પહેલા પડીક્કલને શિકાર કર્યો હતો અને બાદમાં ફીંચને બોલ્ડ કર્યો હતો. આ બે વિકેટથી  જાણે કે બેંગ્લોરની હવાઈ આતશ બાજી અંકુશમાં આવી ગઇ હતી, મહમંદ શામીએ ચાર ઓવરમાં 45 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જ્યારે મુરુગન અશ્વિને પણ ચાર ઓવરમાં 23 રન આપીને બે વિકેટ ઝડપી હતી. અર્શદિપેને ક્રિસ જોર્ડને એક એક વિકેટ ઝડપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article