રવિન્દ્ર જાડેજા સર્જરી બાદ સ્વસ્થ થઇ મેદાન પર પરત ફર્યો, શેર કર્યો પ્રેકટીસનો વિડીયો, જુઓ

|

Mar 03, 2021 | 3:04 PM

ટીમ ઇન્ડીયા (Team India) નો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) મેદાન પર પરત ફર્યો છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન અંગુઠામાં ઇજા પહોંચવા બાદ જાડેજાએ સર્જરી કરાવવી પડી હતી. સર્જરી બાદ જાડેજા ક્રિકેટના મેદાન પર પરત ફરેલો નજર આવ્યો છે.

રવિન્દ્ર જાડેજા સર્જરી બાદ સ્વસ્થ થઇ મેદાન પર પરત ફર્યો, શેર કર્યો પ્રેકટીસનો વિડીયો, જુઓ
Ravindra Jadeja

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) નો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) મેદાન પર પરત ફર્યો છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન અંગુઠામાં ઇજા પહોંચવા બાદ જાડેજાએ સર્જરી કરાવવી પડી હતી. સર્જરી બાદ જાડેજા ક્રિકેટના મેદાન પર પરત ફરેલો નજર આવ્યો છે. જાડેજા બેંગ્લુરુ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં રિહૈબ પ્રોગ્રામ શરુ કર્યો છે. મતલબ કે હવે તે ખૂબ જ જલ્દી થી ટીમમાં જોવા મળી શકે છે, આ સર્જરીને લઇને જાડેજા ઇંગ્લેંડ (England) સામેની હાલની ટેસ્ટ ટીમનો હિસ્સો બની શક્યો નહોતો. સાથ જ ઇંગ્લેંડ સામેની T20 શ્રેણીનો પણ હિસ્સો નથી.

જાડેજા એ ઓસ્ટ્રેલીયા સામેની સિડની ટેસ્ટ મેચ રમી હતી. ત્યાર બાદ તે પ્રવાસની અંતિમ ટેસ્ટ મેચ રમી શક્યો નહોતો. બ્રિસ્બેનમાં અંતિમ ટેસ્ટ મેચ રમાઇ હતી., જેમાં ભારતે જીત મેળવવા સાથે ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ શ્રેણીને 2-1 થી પોતાના નામે કરી લીધી હતી. સિડની ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. જેમાં જાડેજાએ શાનદાર દેખાવ કર્યો હતો. જાડેજાએ ઓસ્ટ્રેલીયા સામે પ્રથમ ઇનીંગ દરમ્યાન ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે બેટીંગ દરમ્યાન અણનમ 28 રનની ઇનીંગ રમ્યો હતો.

રવિન્દ્ર જાડેજાએ ભારત માટે અત્યાર સુધીમાં કુલ 51 ટેસ્ટ મેચ, 168 વન ડે ઇન્ટરનેશનલ અને 50 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ દરમ્યાન તેણે ટેસ્ટ ક્રિકેટમાં 1954 રન બનાવ્યા હતા અને 220 વિકેટ મેળવી હતી. તેના ખાતામાં 2411 વન ડે રન અને 188 વન ડે ક્રિકેટ વિકેટ નોંધાયેલી છે. તો T20 ફોર્મેટમાં તેણે ભારત માટે 39 વિકેટ ઝડપી છે.

 

Next Article