Ranji Trophy: જેને વિશ્વ યુદ્ધ પણ રોકી ના શક્યુ તેને કોરોનાએ અટકાવી દીધી, આવી રહી પ્રતિક્રિયા

|

Feb 01, 2021 | 8:20 AM

ભારતમાં ચાલુ વર્ષ રણજી ટ્રોફી (Ranji Trophy) નુ આયોજન થનારુ નથી. ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCI એ આ જાણકારી આપી દીધી છે. 1934-35 માં શરુઆત થયા બાદ પ્રથમ વાર રણજી ટ્રોફીનુ આયોજન નહી થાય. જે બીજા વિશ્વ યુદ્ધના ચાલવા છતા રોકવામાં આવી નહોતી, એ ટ્રોફીનુ આયોજન કોરોના વાયરસ (Corona virus) ને ચાલતા રોકાઇ જવા પામ્યુ છે.

Ranji Trophy: જેને વિશ્વ યુદ્ધ પણ રોકી ના શક્યુ તેને કોરોનાએ અટકાવી દીધી, આવી રહી પ્રતિક્રિયા
1934-35 માં શરુઆત થયા બાદ પ્રથમ વાર રણજી ટ્રોફીનુ આયોજન નહી થાય.

Follow us on

ભારતમાં ચાલુ વર્ષ રણજી ટ્રોફી (Ranji Trophy) નુ આયોજન થનારુ નથી. ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCI એ આ જાણકારી આપી દીધી છે. 1934-35 માં શરુઆત થયા બાદ પ્રથમ વાર રણજી ટ્રોફીનુ આયોજન નહી થાય. જે બીજા વિશ્વ યુદ્ધના ચાલવા છતા રોકવામાં આવી નહોતી, એ ટ્રોફીનુ આયોજન કોરોના વાયરસ (Corona virus) ને ચાલતા રોકાઇ જવા પામ્યુ છે. બોર્ડ દ્રારા પોતાની માન્ય પ્રાપ્ત ટીમોને આ અંગે સૂચિત કરવામાં આવ્યા છે કે, વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) સિનીયર મહિલા એક દિવસીય ટુર્નામેન્ટ અને અડર-19 માટે વિનુ માંકડ ટ્રોફી (Vinu Mankad Trophy) નુ આયોજન કરવામાં આવશે. આ મામલે હવે દેશના અનેક ક્રિકેટરોએ પોતાની પ્રતિક્રીયાઓ આપી છે. પૂર્વ ક્રિકેટરો એ રણજી ટ્રોફી નહી યોજવા પર હાલના ક્રિકેટરો થી સહાનુભૂતી દર્શાવી છે. પરંતુ રદ કરવા પર સહમતી દર્શાવી છે.

પૂર્વ ભારતીય વિકેટકીપર અને દેશના સર્વશ્રેષ્ઠ ઘરેલુ કોચમાં સામેલ ચંદ્રકાન્ત પંડિત એ પણ પ્રતિક્રિયા દર્શાવી હતી. PTI થી વાત કરતા કહ્યુ હતુ કે, ખેલાડી જે મહેસુસ કરે છે તેની સાથે સહાનુભૂતી છે, પરંતુ લાગે છે કે બીસીસીઆઇ એ જે ફેંસલો કર્યો છે તે સર્વશ્રેષ્ઠ હિતમાં છે. તેમણે કહ્યુ કે, મને ખુશી છે કે, ઓછામાં ઓછી બે ટુર્નામેન્ટનુ આયોજન થઇ રહ્યુ છે. શુ ઓછી મેચોની સાથે રણજી ટ્રોફીનુ આયોજન વિકલ્પ હોઇ શકે કે નહી એ મને નથી ખબર. પરંતુ અંડર 19 વિશ્વકપને ધ્યાને રાખીને બીસીસીઆઇ એ ઓછા સમયમાં વિનુ માંકડ ટ્રોફીનુ આયોજન પણ કરવાનુ હતુ.

પૂર્વોત્તર રાજ્યો સામેલ થવા બાદ ઘરેલુ ટુર્નામેન્ટમાં 38 પ્રથમ શ્રેણી ટીમો થઇ ગઇ છે. એવામાં પૂર્વ ક્રિકેટર વાસિમ જાફર એ વ્યવહારિક મુશ્કેલીનો હવાલો આપ્યો છે. ઘરેલુ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવમાં સામેલ જાફરે આ અંગે પ્રતિક્રિયા દર્શાવી હતી. તેણે કહ્યુ હતુ કે, આદર્શ સ્થિતીમાં હું ઇચ્છતો કે રણજી ટ્રોફીનુ આયોજન થાય, જોકે બેશક 38 ટીમોની સાથે. આટલા બધા ખેલાડીઓ, સ્થળ અને બાકી બાબતોને જોઇને સંભવતઃ મુશ્કેલ બની જતુ એ સમજુ છું.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

મુંબઇ અને વિદર્ભ સાથે અનેક રણજી ટ્રોફી જીતવા વાળા જાફર હાલમાં આ ટુર્નામેન્ટનુ આયોજન નહી થવાને લઇને નિરાશ પણ છે. તેમણે કહ્યુ હતુ કે, મારા કહેવાનો મતલબ એ છે કે, આ દુઃખદ છે કે આટલા વર્ષોમાં પ્રથમ વાર રણજી ટ્રોફી નથી થઇ રહી. એટલા માટે જ ખુબ જ દુખદ છે. ખાસ કરીને એ ખેલાડીઓ માટે કે જેઓ ફક્ત લાલ બોલના ફોર્મેટમાં જ રમે છે. તેમને લગભગ 18 મહિના સુધી પ્રથમ શ્રેણી ટુર્નામેન્ટ રમવા નહી મળી શકે.

બીસીસીઆઇએ હાલમાં જોકે વળતરનો વાયદો કર્યો છે, જેના થી તેમને કેટલીક રોકડ રાહત મળી શકે છે ઘરેલુ ક્રિકેટ ના અન્ય દિગ્ગજ ખેલાડી અને ભારતીય ક્રિકેટ સંઘ આઇસીએ ના અધ્યક્ષ અશોક મલ્હોત્રાનુ માનવુ છે કે, રણજી ટ્રોફીના આયોજન માટે ચાર મહિના સુધી બાયોબબલ રાખવુ એ ક્યારેય વ્યવહારીક વિચાર નહોતો. તેમણે કહ્યુ કે, બીસીસીઆઇ પહેલા જ પોતાની એજીએમ માં ચર્ચા કરી ચુકી હતી, સહાયનુ પેકેજ તૈયાર કરવામાં આવશે. મેં હાલમાં મુશ્તાક અલી ટ્રોફીમાં બીસીસીઆઇ ના માટે કોમેન્ટ્રી કરી હતી અને હું પણ જૈવિક રુપ થી સુરક્ષીત વાતાવરણમાં રહ્યો હતો. મારી ઉંમરમાં ત્યાં ખૂબ જ મુશ્કેલ જીવન હતુ. એટલે જ મને લાગે છે કે, શુ 800 ઘરેલુ ક્રિકેટરોને સાડા ત્રણ મહિના બાયોબબલમાં રહેવા કેટલુ વ્યવહારીક હોત

બંગાળના બોલીંગ કોચ રાણાદેબ બોસ એ પણ હાલમાં બાયોબબલમાં રહેવાનો અનુભવ કર્યોય તેમણે કહ્યુ કે, દરેક બીજા દિવસે તમારુ પરિક્ષણ કરે છે, તમારી આવન જાવન સિમીત થઇ જાય છે. રણજી ટ્રોફી લગભગ ચાર મહિનાનુ ટુર્નામેન્ટ છે. જો પુરી ફોર્મેટો હોય તો. જૈવક રુપ થી સુરક્ષિત માહોલનો તમારે મર્યાદા જાળવવી પડે છે. કેટલાક ખેલાડીઓના વયોવૃદ્ધ માતા પિતા અને નાના બાળકો છે. જેને તમે મળી પણ શકતા નથી. તમારે મહિનાઓ સુધી હોટલમાં રહેવુ પડે છે. જે માનસિક રીતે યોગ્ય નથી. મને લાગે છે કે, બીસીસીઆઇ એ વિજય હજારે ટ્રોફી નુ આયોજન કરીને યોગ્ય ફેંસલો કર્યો છે.

Next Article