IPLમાં 1 ઓવરમાં 5 સિક્સર લગાવનારા રાહુલ તેવટીયાએ રિધી સાથે કરી સગાઈ

|

Feb 04, 2021 | 8:00 PM

IPL 2020માં પોતાના પ્રદર્શનથી તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચવાવાળા રાહુલ તેવટીયા (Rahul Tewatia)એ સગાઈ કરી છે. હરિયાણાના ઓલરાઉન્ડરે સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરીને આ જાણકારી આપી છે.

IPLમાં 1 ઓવરમાં 5 સિક્સર લગાવનારા રાહુલ તેવટીયાએ રિધી સાથે કરી સગાઈ
હોમટાઉનમાં મંગેતર રિધીને વીંટી પહેરાવીને કરી સગાઈ

Follow us on

IPL 2020માં પોતાના પ્રદર્શનથી તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચવાવાળા રાહુલ તેવટીયા (Rahul Tewatia)એ સગાઈ કરી છે. હરિયાણાના ઓલરાઉન્ડરે સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરીને આ જાણકારી આપી છે. રાહુલ તેવટીયા સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટ (Syed Mushtaq Ali Trophy)માં હરિયાણાની ટીમનો હિસ્સો હતો. જોકે હરિયાણાની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં વડોદરા સામે હારી ગઈ હતી. રાહુલે IPLમાં કિંગ્સ ઈલેવન પંજાબ (Kings XI Punjab) સામે રમતા એક જ ઓવરમાં 5 છગ્ગા લગાવી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની ટીમને જીત અપાવી હતી.

https://twitter.com/rahultewatia02/status/1357241596526268416?s=20

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

27 વર્ષના ખેલાડીએ પોતાના હોમટાઉન ખાતે મંગેતર રિધીને વીંટી પહેરાવીને સગાઈ કરી હતી. રાહુલ તેવટીયાએ પોતાના સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની તસ્વીર શેર કરી હતી. સાથે જ તેણે કેપ્શનમાં ફક્ત 3 ફેબ્રુઆરી 2021 એટલે કે પોતાની સગાઈની તારીખ લખી હતી. રાહુલ તેવટીયા યુએઈમાં રમેલી IPL 2020માં રાજસ્થાન રોયલ્સની ટીમ તરફથી રમ્યો હતો અને તેનુ પ્રદર્શન શાનદાર રહ્યુ હતુ.

 

કિંગ્સ ઈલેવન પંજાબની સામે રાહુલ દ્વારા રમવામાં આવેલી આતિશી ઈનીંગની ખૂબ પ્રશંસા કરી હતી. રાહુલ બેટીંગની સાથે સાથે સારી બોલીંગ કરી હતી. રાહુલે ઈન્ડીયન પ્રિમીયર લીગની 13મી સિઝનમાં રમતા 14 મેચોમાં 139.34ની સ્ટ્રાઈક રેટથી બેટીંગ કરતા 255 રન બનાવ્યા હતા. જ્યારે બોલીંગમાં રાહુલે 10 વિકેટ પોતાના નામે કરી હતી. જેની ઈકોનોમી લગભગ 7.08 રહી હતી.

 

તેની સગાઈમાં નિતીશ રાણા અને હરિયાણાના તેના સાથી સ્પિન બોલર્સ જયંત યાદવ પણ તેના આ ખાસ પ્રસંગ પર તેની સાથે નજરે આવ્યા હતા. આ વર્ષે રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં તમિલનાડુની ટીમે વડોદરાને ફાઈનલમાં 7 વિકેટે હરાવતા બીજીવાર ટાઈટલ જીત્યુ હતુ.

 

આ પણ વાંચો: AHMEDABAD : ભાજપે મહાનગરપાલિકાના 48 વોર્ડના 192 ઉમેદવારોના નામ જાહેર કર્યા

Next Article