Airthings Masters: ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંધા (R Praggnanandhaa)એ ઓનલાઈન રેપિડ ચેસ ટૂર્નામેન્ટ એરથિંગ્સ માસ્ટર્સ (Airthings Masters)ના આઠમા રાઉન્ડમાં વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. પ્રજ્ઞાનંદાએ સોમવારે સવારે રમાયેલી મેચમાં કાર્લસન (Magnus Carlsen)ને 39 ચાલમાં હરાવ્યો હતો. તેણે આ રીતે કાર્લસનના વિજય અભિયાનનો અંત લાવ્યો હતો, જેણે અગાઉ સતત ત્રણ મેચ જીતી હતી. 16 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટરના આ જીતથી આઠ પોઈન્ટ છે અને તે આઠમા રાઉન્ડ બાદ સંયુક્ત 12મા સ્થાને છે. અગાઉના રાઉન્ડમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરનાર કાર્લસન સામે પ્રજ્ઞાનંદનો વિજય અણધાર્યો હતો.
Little past 2am in India on Monday, 16 yr-old GM R Praggnanandhaa had one of the biggest moments of his young career so far. A win with Black over world champion Magnus Carlsen in the Airthings Masters, a 16-player online rapid tournament. Massive for Pragg! #AirthingsMasters pic.twitter.com/7kCnS1xsAg
— Susan Ninan (@ninansusan) February 21, 2022
તેણે અગાઉ લેવ એરોનિયન સામે માત્ર જીત નોંધાવી હતી. આ સિવાય પ્રજ્ઞાનંદે બે ગેમ ડ્રોમાં રમી હતી, જ્યારે ચાર ગેમમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
થોડા મહિના પહેલા નોર્વેના કાર્લસન સામે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચ હારી ગયેલો રશિયાનો ઈયાન નેપોમ્નિઆચી 19 પોઈન્ટ સાથે ટોપ પર છે. તેઓ પછી ડીંગ લિરેન અને હેન્સેન (બંને 15 પોઈન્ટ) આવે છે. એરથિંગ્સ માસ્ટર્સમાં 16 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આમાં, ખેલાડીને જીત માટે ત્રણ પોઈન્ટ અને ડ્રો માટે એક પોઈન્ટ મળે છે. પ્રાથમિક તબક્કામાં હજુ સાત રાઉન્ડ રમવાના બાકી છે.
રમેશબાબુ પ્રજ્ઞાનંદ તમિલનાડુના છે. તેણે સાત વર્ષની ઉંમરે વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશીપ જીતી હતી. તે પછી નવ વર્ષની ઉંમરે તેણે અંડર-10નો ખિતાબ જીત્યો. તે ગ્રાન્ડમાસ્ટર બનનાર વિશ્વનો પાંચમો સૌથી યુવા ચેસ ખેલાડી છે. તેને વર્ષ 2018માં ગ્રાન્ડમાસ્ટરનો દરજ્જો મળ્યો હતો. ત્યારે તેની ઉંમર 12 વર્ષ 10 મહિના અને 13 દિવસની હતી. મેગ્નસ કાર્લસનને હરાવનાર તે માત્ર ત્રીજો ભારતીય ચેસ ખેલાડી છે. તેમના પહેલા માત્ર વિશ્વનાથન આનંદ અને પી હરિકૃષ્ણ જ આ કારનામું કરી શક્યા હતા.
આ પણ વાંચો : Karnataka: હિજાબ વિવાદમાં બજરંગ દળના કાર્યકરની હત્યા, શિમોગામાં કલમ 144 લાગુ, બે દિવસ માટે શાળા-કોલેજ બંધ