મારું પોતાનું નામ બનાવવું છે, ફક્ત આર. માધવનનો દીકરો નથી બનવું : Vedaant Madhavan

|

Apr 25, 2022 | 7:55 PM

વેદાંત માધવનની ઓળખ આજે પણ તેના પિતા આર માધવન (R. Madhavan) તરીકે ઓળખાય છે, જેઓ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા છે, પરંતુ વેદાંત રમતની દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માટે મક્કમ છે.

મારું પોતાનું નામ બનાવવું છે, ફક્ત આર. માધવનનો દીકરો નથી બનવું : Vedaant Madhavan
Vedaant Madhavan
Image Credit source: File Pic

Follow us on

Vedaant Madhavan : આર. માધવન (R. Madhavan)નું મોટું નામ છે. આ અભિનેતાએ એકથી એક હિટ ફિલ્મો આપી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના માતા-પિતાના પગલે ચાલવું સામાન્ય બાબત છે. હૃતિક રોશન, વરુણ ધવન, રણબીર કપૂર કેટલાક ઉદાહરણો છે, પરંતુ માધવનના પુત્ર વેદાંતે (Vedant Madhavan) અલગ રસ્તો અપનાવવાનું નક્કી કર્યું છે. તે રમતગમતની દુનિયામાં પોતાનું નામ બનાવવા માંગે છે. તે ઈચ્છે છે કે, તેની ઓળખ આર. માધવનના પુત્ર તરીકે ન થાય, પરંતુ તેની પોતાની ક્ષમતાના આધારે ઓળખવામાં આવે. તેના પર તે પગલાં લેતો જોવા મળે છે. તાજેતરમાં તેણે સ્વિમિંગ ટુર્નામેન્ટ ડેનિશ ઓપન 2022માં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો હતો.

માધવને તેના પુત્રના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. તેની પ્રતિભાની સૌએ પ્રશંસા કરી હતી. હવે વેદાંતે સ્પષ્ટ કહ્યું છે કે તે તેના પિતાના પડછાયામાં રહેવા માંગતો નથી.

પોતાનું નામ બનાવવા માંગુ છું વેદાંત

વેદાંતે તાજેતરમાં ડીડી ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું મારા પિતાના પડછાયામાં રહેવા માંગતો નથી. મારે મારું નામ બનાવવું છે. મારે ફક્ત આર માધવનનો દીકરો નથી બનવું.

પુત્રના કારણે માધવન દુબઈ શિફ્ટ થઈ ગયો

ગયા વર્ષે, માધવન તેના પરિવાર સાથે દુબઈ શિફ્ટ થયો જેથી વેદાંત ઓલિમ્પિક ગેમ્સ માટે સારી તૈયારી કરી શકે છે. તેના માતા-પિતા તેની ખૂબ કાળજી લે છે. તેણે કહ્યું, મારા માતા-પિતા હંમેશા મારી સંભાળ રાખે છે. બંને મારા માટે ખૂબ મહેનત કરે છે. મારા માતા-પિતાએ આપેલા બલિદાનમાં દુબઈ શિફ્ટ થવું એ સૌથી મોટી બાબત છે.

આ ઈવેન્ટ્સમાં મેડલ જીત્યા

વેદાંતે કોપનહેગનમાં યોજાયેલી ડેનિશ ઓપનમાં મેડલ જીત્યો હતો. તેણે 800 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ અંતર વેદાંતે 8:17.28 સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું. વેદાંતની સફળતા પર માધવને ટ્વીટ કરીને લખ્યું, ગોલ્ડ. આપ સૌના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી જીતની પ્રક્રિયા ચાલી રહી છે. વેદાંતે 800 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. કોચ પ્રદીપ, સ્વિમિંગ ફેડરેશન અને સમગ્ર ટીમનો આભાર.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

આ પણ વાંચો :

Russia Ukraine War: રશિયાના બ્રાંસ્કમાં યુક્રેનની જબરદસ્ત કાર્યવાહી, મિસાઈલ હુમલો કરીને ઓઈલ ડેપોને ઉડાવ્યા

Next Article