સચિન તેંડુલકરની કાર્યક્ષમતા પર સવાલ ! સચિન પ્રેરણાદાયી કેપ્ટન ન હતો કે તેની ટીમ મજબૂત નહોતીઃશશી થરૂર

|

Sep 06, 2020 | 5:30 AM

સચિન તેંડુલકરને મહાન બેટ્સમેન માનવામાં આવે છે અને તે યુવા ક્રિકેટરો માટે પ્રેરણારુપ છે. સચિન તેંડુલકર એક બેટ્સમેન તરીકે મોટી સફળતા હાંસલ કરી હતી, પરંતુ કેપ્ટન તરીકે તેણે ક્રિકેટ ચાહકોને થોડા નિરાશ કર્યા છે. પોતાના નામે ક્રિકેટનો અનેક રેકોર્ડ ધરાવતા સચિનને જ્યારે ભારતીય ટીમના કપ્તાન તરીકેનો મોકો મળ્યો ત્યારે તે પોતાને કેપ્ટનશીપને મહાન સાબિત કરી […]

સચિન તેંડુલકરની કાર્યક્ષમતા પર સવાલ ! સચિન પ્રેરણાદાયી કેપ્ટન ન હતો કે તેની ટીમ મજબૂત નહોતીઃશશી થરૂર

Follow us on

સચિન તેંડુલકરને મહાન બેટ્સમેન માનવામાં આવે છે અને તે યુવા ક્રિકેટરો માટે પ્રેરણારુપ છે. સચિન તેંડુલકર એક બેટ્સમેન તરીકે મોટી સફળતા હાંસલ કરી હતી, પરંતુ કેપ્ટન તરીકે તેણે ક્રિકેટ ચાહકોને થોડા નિરાશ કર્યા છે. પોતાના નામે ક્રિકેટનો અનેક રેકોર્ડ ધરાવતા સચિનને જ્યારે ભારતીય ટીમના કપ્તાન તરીકેનો મોકો મળ્યો ત્યારે તે પોતાને કેપ્ટનશીપને મહાન સાબિત કરી શક્યો નહીં. એ વાત પણ એટલી જ સ્વિકારવી પડે કે સચિને તેની બેટિંગ માટે ભારતીય ટીમની કપ્તાની છોડી દીધી હતી.

જોકે સચિનની નિવૃત્તીના લાંબા અરસા બાદ હવે કોંગ્રેસ સાંસદ શશી થરૂરે સચિનની કેપ્ટનશીપ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે. થરુર કહે છે કે સચિન કેપ્ટન નહોતો બન્યો ત્યાં સુધી મને લાગ્યા કરતુ હતુ કે તે ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમજ જ્યારે તે કેપ્ટન ન હતો ત્યારે તે ખૂબ જ સક્રિય હતો જેમકે તે સ્લિપમાં ફિલ્ડિંગ કરતો હતો, કેપ્ટન પાસે ઝડપથી દોડી જઇ સલાહ અને પ્રોત્સાહન આપતો હતો.  થરૂરે વધુમાં કહ્યું કે, પરંતુ જ્યારે સચિનને કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે તે કામ કરી શક્યો નહીં. જોકે તેની પાસે મજબૂત ટીમ પણ નહોતી. પરંતુ તેણે પોતે સ્વીકાર્યું છે કે તે પ્રેરણાદાયી કેપ્ટન નહોતો. શશી થરુરે વધુમાં ઉમેર્યુ હતું કે સચિન પાસે ભલે મજબૂત ટીમ ન હોય, પરંતુ તે પ્રેરણાદાયી કેપ્ટન પણ નહોતો.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જોકે હવે વાત સચિનની કપ્તાનીની થઈ રહીંં છે તો તમને જણાવી દઈએ કે સચિનને ​​વર્ષ 1996 માં ટીમ ઇન્ડીયાની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી.  સચિન તેંડુલકરના આ સમયગાળા દરમિયાન તેમણે 73 વનડે અને 25 ટેસ્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ  73 વનડે મેચમાંથી ફક્ત 23 મેચને જ જીતી શકી હતી અને 43 માં ટીમ ઇન્ડીયા હાર્યું હતુ. આ સમયગાળા દરમિયાન તેની કપ્તાનની જીતની ટકાવારી 35.07 હતી. આ સિવાય 25 ટેસ્ટ તેની કપ્તાની દરમિયાન ટીમ ઈન્ડિયા રમી હતી અને જેમાં માત્ર 9 ટેસ્ટ જીતી શકી. અહીં તેની વિજેતા હોવાની સરેરાશ માત્ર 16 ટકાની હતી. એટલે એમ કહી શકાય કે કેપ્ટન તરીકેનો તેમનો રેકોર્ડ ખૂબ જ નબળો હતો. આમ સચિન ટીમ ઇન્ડીયાના કેપ્ટન તરીકે સફળ થયો ન હતો, પરંતુ એક બેટ્સમેન તરીકે તે એક દંતકથા છે તે સ્વિકારવુ પડે અને આખી દુનિયા તેને સલામી આપે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:29 am, Sun, 6 September 20

Next Article