T20 વર્લ્ડકપ 2022ના અંત સાથે હવે ફિફા વર્લ્ડકપ 2022નું કાઉન્ટડાઉન શરુ થઈ ગયુ છે. ફૂટબૉલના મહાકુંભમાં દુનિયાભરના દેશોની મજબૂત ટીમો વચ્ચે ફિફા વર્લ્ડકપ જીતવા માટે જંગ થશે. ફૂટબોલને દુનિયાની સૌથી લોકપ્રિય રમત માનવામાં આવે છે. તેવામાં ફિફા વર્લ્ડકપ એ ફૂટબોલ ફેન્સ માટે તહેવાર સમાન છે. કતારના ભવ્ય સ્ટેડિયમોમાં 20 નવેમ્બરથી ફૂટબૉલના મહાકુંભની શરૂઆત થશે. દુનિયામાં આ ફિફા વર્લ્ડકપ 2022ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુનિયાના અલગ અલગ દેશોથી ફૂટબૉલ ફેન્સ કતાર આવી રહ્યા છે. આવનારા 1 મહિના સુધી આખી દુનિયા ફિફા વર્લ્ડકપ 2022નો રોમાંચ જોશે.
ફિફા વર્લ્ડકપ 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ 18 ડિસેમ્બર, 2022ના રોજ રમાશે. તેવામાં ચાલો જાણીએ આ ફિફા વર્લ્ડકપની ટીમ,ખેલાડીઓ, સ્ટેડિયમ, ઈનામી રકમ અને અન્ય રોચક વાતો વિશે.
20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે મેદાન પર ઉતરશે. 28-29 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતરશે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64-65 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.
ગ્રુપ A: કતાર, એક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ
ગ્રુપ B: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સ
ગ્રુપ C: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ
ગ્રુપ D : ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા
ગ્રુપ E: સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાન
ગ્રુપ F: બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા
ગ્રુપ G: બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન
ગ્રુપ H: પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, દક્ષિણ કોરિયા
1. અલ બાયત સ્ટેડિયમ
2. લુસેલ સ્ટેડિયમ
3. અહમદ બિન અલી સ્ટેડિયમ
4. અલ જાનુબ સ્ટેડિયમ
5. અલ થુમામા સ્ટેડિયમ
6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ
7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
8. સ્ટેડિયમ 974
ગ્રુપ સ્ટેજ – 53 હજારથી 4.79 લાખ રૂપિયા
પ્રી-ક્વાર્ટર ફાઈનલ – રૂ. 37 હજારથી રૂ. 18 લાખ
ક્વાર્ટર ફાઇનલ – રૂ. 47 હજારથી રૂ. 3.40 લાખ
સેમી-ફાઇનલ – રૂ. 77 હજારથી રૂ. 3.5 લાખ
ફાઈનલ- રૂ. 2.25 લાખથી રૂ. 13.39 લાખ
ભારતમાં ફિફા વર્લ્ડકપની તમામ મેચ સ્ટાર સ્પોર્ટસ ગ્રુપની ચેનલ પર જોઈ શકાશે. જયારે મોબાઈલ ફોન પર જીયો ટીવી એપમાં ફિફાના વર્લ્ડકપ મેચને જોઈ શકાશે. આ મેચ ભારતીય સમયઅનુસાર બપોરે 3. 30 કલાક, સાંજે 6.30, રાત્રે 9.30 અને મધરાત્રે 12.30 કલાકના સમયે રમાશે.
Published On - 7:50 pm, Mon, 14 November 22