Tokyo Olympicsમાં પીવી સિંધુના બ્રોન્ઝ જીતવા પર પૂર્વ કોચ ગોપીચંદ ઉત્સાહિત, સિંધુની સફળતા માટે જણાવ્યુ આ કારણ

|

Aug 02, 2021 | 8:06 AM

સતત બીજી ઓલિમ્પિકમાં દેશ માટે બેડમિન્ટનમાં પદક જીત્યો. આ પહેલા સિંધુએ 2016 રિયો ઓલિમ્પિક રમતોમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

Tokyo Olympicsમાં પીવી સિંધુના બ્રોન્ઝ જીતવા પર પૂર્વ કોચ ગોપીચંદ ઉત્સાહિત, સિંધુની સફળતા માટે જણાવ્યુ આ કારણ
PV Sindhu

Follow us on

Tokyo Olympics 2020 : ભારત માટે ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020)માં રવિવાર 1 ઑગષ્ટની સાંજ શાનદાર રહી.બે અલગ અલગ ઇવેન્ટસમાં ભારતના નામે ઐતિહાસિક સફળતા આવી. એક તરફ પીવી સિંધુ (PV Sindhu)એ બ્રોન્ઝ મેડલ મુકાબલામાં જીત નોંધાવી દેશ માટે બીજુ મેડલ મેળવ્યુ તો બીજી તરફ ભારતીય પુરુષ હૉકી ટીમે (Indian Men Hockey Team) 49 વર્ષની રાહ બાદ ઓલિમ્પિક સેમીફાઇનલમા જગ્યા પાક્કી કરી.

બંને સફળતાઓ ખાસ છે.અત્યારે સિંધુની વાત કરવમાં આવે તો સતત બીજી ઓલિમ્પિકમાં દેશ માટે બેડમિન્ટનમાં પદક જીત્યો. આ પહેલા સિંધુએ 2016 રિયો ઓલિમ્પિક રમતોમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. રિયોમાં સિંધુની સફળતાનુ કારણ બનેલા કોચ અને પૂર્વ દિગ્ગજ ભારતીય ખેલાડી પુલેલા ગોપીચંદ (Pullela Gopichand) પણ આ ઉપલબ્ધિ માટે ખુશ છે. આ માટે તેમણે સિંધુને મહેનતનો શ્રેય આપ્યો છે.

સિંધુએ રવિવારે બ્રોન્ઝ મેડલ મેચ જીતી મેચમાં ચીનના હે બિંગજિયાઓને 21-13,21-15થી હરાવ્યા અને કાંસ્ય પદક પોતાના નામે કર્યુ. આ તરફ સિંધુ વ્યક્તિગત સ્પર્ધામાં ભારત માટે બે વાર ઓલિમ્પિક મેડલ જીતનાર પહેલા મહિલા અને સુશીલ કુમાર બાદ બીજા એથ્લીટ બની ગયા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ સિવાય 2012 લંડન ઓલિમ્પિકથી લઇ અત્યાર સુધી આ સતત ત્રીજી ઓલિમ્પિક છે કે ભારતને બેડમિન્ટનમાં મેડલ મળ્યુ હોય. જેમાં સિંધુએ બે વાર મેડલ જીત્યુ છે. સિંધુ ઓલિમ્પિકમાં સિલ્વર જીતનારા પહેલા ભારતીય મહિલા એથ્લીટ પણ છે.

આ ઉપલબ્ધિઓમાં લાંબા સમય સુધી સિંધુનો સાથ ગોપીચંદે પણ આપ્યો. એવામાં સિંધુની સફળતાએ ગોપીને ખુશ કરી દીધા છે. ભારતીય શટલરની જીત બાદ ભારતીય બેડમિન્ટન સંઘે ગોપીના હવાલાથી કહ્યુ અમારી શાનદાર સિંધુને  સતત બીજી ઓલિમ્પિકમાં મેડલ માટે શુભકામના.

આ બધુ તેની મહેનત,કોચની ટીમ અને સપોર્ટ સ્ટાફની મદદથી સંભવ થયુ છે. આ સાથે જ હું રમત-ગમત મંત્રાલયલ, ભારત સરકાર , SAI અને BAI નો પણ આભાર વ્યક્ત કરવા ઇચ્છુ છુ. હું તેલંગાણા સરકારને પણ ધન્યવાદ આપુ છુ. ભારતને બેડમિન્ટનમાં સતત 3 ઓલિમ્પિકમાં મેડલ જીતતા જોવુ જબરદસ્ત છે.

 ભારત માટે રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ ગોપી સાથે જ સિંધુએ લાબા સમય સુધી ટ્રેનિંગ લીધી હતી. દેશના કેટલાક શીર્ષ બેડમિન્ટન ખેલાડીઓની જેમ સિંધુએ પણ હૈદરાબાદમાં ગોપી એકેડમીમાં પોતાના કૌશલને વિકસિત કર્યુ હતુ અને સફળતા મેળવી હતી.

જેમાં 2016ના રિયો ઓલિમ્પિક સિલ્વર મેડલ સૌથી મહત્વપૂર્ણ છે. જો કે છેલ્લા થોડા સમયથી સિંધુએ ગોપીથી અલગ થઇ કોરિયાઇ કોચ અંતર્ગત ટ્રેનિંગ લીધી. જેમણે સિંધુને આ વખતે બ્રોન્ઝ જીતાડ્યો.

 

આ પણ વાંચો :Tokyo Olympics: પીવી સિંધુ ત્રીજી એવી ખેલાડી જે 2 વાર ઓલિમ્પિક મેળવવામાં સફળ રહી, અગાઉ સુશિલ કુમાર અને પ્રિચર્ડે કર્યો હતો કમાલ

આ પણ વાંંચો :bronze medalist : પી.વી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની

Next Article