tokyo olympics : સાયના નેહવાલે પીવી સિંધુને શુભકામના ન પાઠવી, સિંધુએ કહ્યું અમે વાત કરતા નથી

|

Aug 02, 2021 | 8:02 PM

1 ઓગસ્ટના રોજ પીવી સિંધુ(PV Sindhu) બે વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનાર દેશની બીજી ભારતીય અને પ્રથમ મહિલા ખેલાડી બની હતી. સિંધુએ પહેલા પણ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

tokyo olympics : સાયના નેહવાલે પીવી સિંધુને શુભકામના ન પાઠવી, સિંધુએ કહ્યું અમે વાત કરતા નથી
pv sindhu says pullela gopichand sir congratulated me saina nehwal not tokyo olympics 2020

Follow us on

tokyo olympics : ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ(PV Sindhu)એ સોમવારે કહ્યું કે, ટોક્યો ઓલિમ્પિકમાં(Tokyo Olympics 2020)બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ તેમના કોચ પુલેલા ગોપીચંદે (Pullela Gopichand) ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બદલ અભિનંદનનો મેસેજ કર્યો હતો.

જ્યારે સીનિયર ખેલાડી સાયના નેહવાલ (Saina Nehwal) તેને શુભકામના પાઠવી ન હતી. ગત્ત વર્લ્ડ ચેમ્પિયન સિંધુ બે વખત વ્યક્તિગત ઓલિમ્પિક (Olympic) મેડલ જીતનાર દેશની પ્રથમ મહિલા ખેલાડી બની હતી.

સિંધુએ પહેલા પણ રિયો ગેમમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મેડલ જીત્યા બાદ ગોપીચંદ અને સાયનાએ તેની સાથે વાત કરી હતી કે કેમ તે પૂછવામાં આવતા સિંધુએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ગોપી સરે મને અભિનંદન આપ્યા હતા. મેં હજી સુધી સોશિયલ મીડિયા જોયું નથી. હું દરેકને ધીરે ધીરે જવાબ આપું છું. ‘જ્યારે વિગતવાર પૂછવામાં આવ્યું ત્યારે સિંધુ (pv sindhu)એ કહ્યું,’ ગોપી સાહેબે મને સંદેશ મોકલ્યો છે. સાયનાએ નહિ. અમે વાત કરતા નથી.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

ગત્ત વર્ષે કોરોના મહામારી વચ્ચે, સિંધુ ત્રણ મહિનાની તાલીમ માટે લંડન ગઈ હતી, ત્યારબાદ તેના અને ગોપીચંદ (Gopichand)વચ્ચે મતભેદો હોવાના સમાચાર સામે આવ્યા હતા. સિંધુએ બાદમાં કહ્યું કે, તે રિકવરી અને ન્યૂટ્રિશન પ્રોગ્રામ માટે બ્રિટેન ગઈ હતી.

પરંતુ ત્યાંથી આવ્યા પછી પણ સિંધુએ ગોપીચંદ એકેડમીને બદલે પાર્ક તાઈ-સાંગના માર્ગદર્શન હેઠળ ગચીબોઉલી ઇન્ડોર સ્ટેડિયમમાં તાલીમ લેવાનું નક્કી કર્યું હતુ. આ બંને વચ્ચે મતભેદોની અફવાઓને બળ મળ્યું હતુ.ઓલિમ્પિક પહેલા પણ સિંધુએ કહ્યું હતું કે, તેની તૈયારીઓ સારી રીતે ચાલી રહી છે.બાદમાં ગોપીચંદ ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics) માં પણ ગયા ન હતા. તેણે મેન્સ સિંગલ્સ કોચ અગુસ સાન્તોસો માટે પોતાની જગ્યા છોડી દીધી હતી.

ગોપીચંદે સિંધુની સાથેના તેમના સંબંધો વિશે કશું જ વાત કરી નથી. આ સાથે જ લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ (Bronze medal) જીતનાર સાયના નેહવાલની કોર્ટ પર સિંધુ સાથે ઉગ્ર હરીફાઇ રહી છે. સાયનાએ પોતે પણ બંને વચ્ચેની દુશ્મનાવટને સ્વીકારી છે.

2017 થી સાયના અને સિંધુ વચ્ચે ઝઘડાના સમાચારો પણ આવતા હોય છે. ત્યારબાદ સાયનાએ બેંગલુરુમાં ભારતના પૂર્વ કોચ વિમલ કુમાર સાથે કામ કર્યા બાદ ગોપીચંદની એકેડમીમાં પરત ફરી હતી. સાયના ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માટે ક્વોલિફાય થઇ શકી નહિ. કોરોનાને કારણે ઘણી ટુર્નામેન્ટ રદ્દ કરવામાં આવી હતી, તેથી સાયનાએ ઓલિમ્પિક રમવાની તક ગુમાવી હતી.

આ પણ વાંચો : Discus throw : ઓલિમ્પિકની ડિસ્કસ થ્રો ફાઇનલમાં કમલપ્રીત કૌરની હાર , ભારતને મળી નિરાશા

Next Article