PV Sindhu : આ કંપનીઓને કોર્ટમાં લઈ જઈ શકે છે પીવી સિંધુ, પાન બહાર, વિક્સ, આદિત્ય બિરલા ગ્રુપ પર કરી શકે છે કેસ

|

Aug 07, 2021 | 2:06 PM

આ સમગ્ર મામલો મોમેન્ટ માર્કેટિંગ (Moment Marketing) નો છે. મોમેન્ટ માર્કેટિંગ એટલે કોઈ ચોક્કસ સમયે જ્યારે કોઈ સેલિબ્રિટી ચર્ચામાં હોય છે. ત્યારે કંપનીએ કોઈ પણ જાણકારી વગર તેમના બ્રાન્ડ માટે તેમના નામ અથવા ફોટોનો ઉપયોગ કરે છે.

PV Sindhu : આ કંપનીઓને કોર્ટમાં લઈ જઈ શકે છે પીવી સિંધુ, પાન બહાર, વિક્સ, આદિત્ય બિરલા ગ્રુપ પર કરી શકે છે કેસ
આ કંપનીઓને કોર્ટમાં લઈ જઈ શકે છે પીવી સિંધુ

Follow us on

PV Sindhu : ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ મોમેન્ટ માર્કેટિંગ (Moment Marketing) હેઠળ દેશની જાણીતી કંપનીઓ સામે કેસ દાખલ કરી શકે છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર તેની પાછળનું કારણ કંપનીઓને પીવી સિંધુના નામનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે.

દેશની જાણીતી કંપનીઓ પૈકી, પાન બહાર, વિક્સ (vicks) ઉત્પાદક પી એન્ડ જી, એપોલો હોસ્પિટલ્સ (Apollo Hospitals), આદિત્ય બિરલા ગ્રુપ પર આરોપ છે કે, આ કંપનીઓએ તેમના માર્કેટિંગ લાભો માટે પીવી સિંધુ (pv sindhu) ના નામ અને ફોટાનો અનધિકૃત રીતે ઉપયોગ કર્યો છે.

ખરેખર આ આખો મામલો મોમેન્ટ માર્કેટિંગ (Moment Marketing) નો છે. મોમેન્ટ માર્કેટિંગનો અર્થ એ છે કે, કોઈ ચોક્કસ સમયે જ્યારે કોઈ સેલિબ્રિટી ચર્ચામાં હોય છે. ત્યારે કંપનીએ કોઈ પણ જાણકારી વગર તેમના બ્રાન્ડ માટે સેલિબ્રિટીના નામ અથવા ફોટોનો ઉપયોગ કરે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પીવી સિંધુ (pv sindhu) ના કિસ્સામાં પણ આવું જ થયું છે. જ્યારે પીવી સિંધુએ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો ત્યારે ચારે બાજુ પી.વી સિંધુ છવાઈ ગઈ હતી.એક તરફ, સોશિયલ મીડિયા (Social media) પર લોકોએ પીવી સિંધુની પ્રશંસા કરી છે. જાણીતી કંપનીઓએ તેમની બ્રાન્ડના લોગોની સાથે પી.વી સિંધુ (pv sindhu) ના નામ અને ફોટાનો ઉપયોગ કર્યો છે.

હવે પીવી સિંધુ આ કંપનીઓ સામે કાનૂની કાર્યવાહી (Legal action) કરવાનું વિચારી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર, જો આ કેસ નોંધવામાં આવે તો પીવી સિંધુ આ કંપનીઓ પાસેથી 5 કરોડ રૂપિયાની માગ કરી શકે છે.

કંપનીઓ પહેલા પણ આવું કામ કરી ચૂકી છે

પીવી સિંધુ (pv sindhu) નો આ પહેલો કિસ્સો નથી. જ્યારે કંપનીમાં તેના નામનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવ્યો હોય. અગાઉ પણ કેટલીક સેલિબ્રિટીઝ અને રમતવીરોના નામનો અનધિકૃત રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. કાયદાકીય રીતે આવા કામને ગેરકાયદેસર ગણવામાં આવે છે.

કોઈ પણ સેલિબ્રિટી આવી બાબતોમાં કોપિરાઇટ (Copyright) ધરાવે છે. તેથી કોઈપણ સેલિબ્રિટી (Celebrity) નું નામ, અવાજ, ફોટો અથવા અન્ય કોઈ વ્યક્તિગત માહિતી અથવા જાણકારી માટે તેમની પરવાનગી લેવી પડે છે.

 

આ પણ વાંચો : Javelin Throw : ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે, નીરજ ચોપરા પર સૌની નજર

Published On - 2:05 pm, Sat, 7 August 21

Next Article