Womens IPL : Punjab Kingsની ટીમ મહિલા IPLમાં પણ જોવા મળી શકે છે, BCCI પુરૂષો બાદ મહિલા IPL યોજવાની તૈયારીમાં

|

Mar 29, 2022 | 12:12 PM

આવતા વર્ષે પાંચથી છ ટીમો સાથે મહિલા IPL શરૂ કરવાનો પ્રસ્તાવ BCCI દ્વારા કરવામાં આવ્યો છે. હાલમાં ટી20 ચેલેન્જર્સ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે.

Womens IPL :  Punjab Kingsની ટીમ મહિલા IPLમાં પણ જોવા મળી શકે છે, BCCI પુરૂષો બાદ મહિલા IPL યોજવાની તૈયારીમાં
Punjab Kings Co-Owner Ness Wadia
Image Credit source: IPL

Follow us on

Womens IPL : પંજાબ કિંગ્સ ફેન્ચાઈઝી આવતા વર્ષ શરુ થનાર મહિલા આઈપીએલ (IPL)માં ટીમ ખરીદવા માંગે છે. ફેન્ચાઈઝીના સહ માલિક નેસ વાડિયાએ 27 માર્ચે આ જાણકારી આપી છે. સમાચાર એજન્સી પીટીઆઈને નેસ વાડિયા (Ness Wadia)એ જણાવ્યું કે, પંજાબ કિંગ્સ (Punjab Kings) પાસે જો પ્રસ્તાવ આવ્યો છે તો તે ટીમ માટે રુચિ બતાવશે. આઈપીએલ કાઉન્સિલે (IPL Council) ગત્ત સપ્તાહ પાંચ થી છ ટીમોની મહિલા આઈપીએલનો પ્રસ્તાવ રાખ્યો છે. જેને લઈ સૌથી પહેલા પુરુષ IPL ફેન્ચાઈઝીને ટીમ ખરીદવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે. બીસીસીઆઈ કેટલાક સમયથી મહિલા IPLને લઈ દબાવમાં છે.

 મહિલા IPLમાં ખુબ દિલચસ્પી

આ વિશે નેસ વાડિયાએ પીટીઆઈને કહ્યું કે, મહિલા IPLમાં ખુબ દિલચસ્પી લાગે છે. મહિલાઓને આઈપીએલ ( IPL)ની વધુ સમયથી જરુરત હતી જ્યારે આવું થશે તો આ સ્પેશિયલ હશે. છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલા ક્રિકેટનો ખુબ વિકાસ થયો. વાડિયાએ આગળ કહ્યું હજુ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને મહિલાઓના મુકાબલામાં ખુબ દિલચસ્પી જોવા મળી રહી છે. આમારી ટીમને હારતા જોઈ દિલ તુટી ગયું, જ્યારે તેમને મહિલા ટીમની પ્રાઈઝ વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું,,

આનો નિર્ણય બીસીસીઆઈને કરવાનું રહેશે પરંતુ જો તમે મને એક ટીમ લેવા માટે પુછશો તો કહીશ કે, અમને ખુબ દિલચસ્પી છે મને લાગે છે કે, લીગ લાંબા સમય સુધી ચાલશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ઓસ્ટ્રેલિયામાં મહિલા બિગ બેશનું આયોજન કરવામાં આવે છે

મહિલા IPLના આયોજનને લઈને BCCI પર થોડું દબાણ છે. ઓસ્ટ્રેલિયામાં 2015-2016 દરમિયાન મહિલા બિગ બેશ યોજાઈ રહી છે અને ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં પણ મહિલાઓ માટે ધ હન્ડ્રેડ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ આ વર્ષથી ત્રણ ટીમની મહિલા CPLનું આયોજન કરશે. BCCIએ બે નવી પુરુષોની IPL ટીમો વેચીને અબજો ડોલર મેળવ્યા છે. બોર્ડને IPL મીડિયા રાઈટ્સ માટે પણ મોટી રકમ મેળવી છે.

 

આ પણ વાંચો : આજે ભારત બંધનો બીજો દિવસ, પહેલા દિવસે બેંકોનું કામ ઠપ, આવશ્યક સેવાઓ પર પણ પડી અસર, જાણો તેની સાથે જોડાયેલી મોટી વાત

આ પણ વાંચો : Ahmedabad: શહેરની સુરક્ષાની ચિંતા રાખતા AMCના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના કપાળે ચિંતાની કરચલી, 50થી પણ વધુ વાહનોની કંપનીએ સર્વિસ ન કરી આપતા બંધ હાલતમાં

Next Article