પુલવામા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પ્રત્યને અને આતંકવાદીઓ પ્રત્યે દેશના લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે દેશની કેટલીક પ્રખ્યાત હસ્તિઓ સોશ્યિલ મીડિયાના પર શોક વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે આ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને લઇને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
We stand united 🕯 #PulwamaAttack pic.twitter.com/Cmeij5X1On
— Sania Mirza (@MirzaSania) February 17, 2019
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરનાર સાનિયાએ આ પોસ્ટમાં લખ્યું હતું કે આ પોસ્ટ એવા લોકો માટે છે કે જેઓ માને છે કે દેશ અને દુનિયાની પ્રખ્યાત હસ્તી તરીકે અમારે દેશમાં થયેલા હુમલાઓને લઇને નિંદા કરતી પોસ્ટ ટ્વીટર અને ઇન્સટાગ્રામ પર કરી જરૂરી છે.
આ પણ વાંચો : મોદી સરકાર દેશની ઈમરજન્સી મદદ માટે સમગ્ર દેશમાં લોન્ચ કરશે 112 નંબર, કોણે અને કેવી રીતે મળશે લાભ ?
પોતાનો દુ:ખ વ્યક્ત કરતાં સાનિયા આગળ લખે છે કે તમારા માંથી કેટલાક એવા લોકો પણ છે કે જેમની પાસે ગુ્સ્સો કાઢવા માટે કોઇ ટાર્ગેટ નથી એટલે દેશમાં નફરત ફેલાવા માટેની કોઇ તક છોડતા નથી. હું મારા દેશ માટે રમું છું, દેશ માટે મારો પરસેવો પાડું છું અને આવી રીતે હું મારા દેશની સેવા કરું છું. આ સિવાય હું મારા દેશ માટે શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારના લોકો સાથે ઉભી છું.
આ પણ વાંચો : બોલીવુડનો હળહળતો વિરોધ, બે પાકિસ્તાની ગાયકના વીડિયો T-Seriesએ યુટ્યૂબમાંથી હટાવી લીધા
આ સાથે જ સાનિયાએ 14 ફેબ્રુઆરી ભારત માટે બ્લેક ડે છે એને હું આશા રાખું છું કે ભવિષ્યમાં ક્યારેય પણ આવો દિવસ ફરી જોવા નહીં મળે. આ દિવસ ક્યારેય પણ ભુલવામાં નહીં આવે. હું શાંતિ માટે પ્રાર્થના કરું છું. કોઇ વ્યક્તિને ટ્રોલ કરીને કંઇજ પ્રાપ્ત થશે નહીં.
[yop_poll id=1528]
Published On - 1:10 pm, Sun, 17 February 19