બેંગ્લુરુ બુલ્સ સામે વોરિયર્સની રોમાંચક જીત, 2 પોઈન્ટની લીડથી મેળવી જીત

અમદાવાદમાં આજે પ્રો કબડ્ડી લીગની 10મી સિઝનની છઠ્ઠી મેચ બેંગલુરુ બુલ્સ અને બેંગલ વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચના પ્રથમ હાફમાં સ્કોર 11-14થી બેંગલ વોરિયર્સના પક્ષમાં રહ્યો હતો. છેલ્લી 5 મિનિટની રમતમાં સ્કોર 28-28થી બરાબર રહ્યો હતો. મેચના અંતે 30-32ના સ્કોરથી બેંગલ વોરિયર્સની ટીમે જીત મેળવી હતી.

બેંગ્લુરુ બુલ્સ સામે વોરિયર્સની રોમાંચક જીત, 2 પોઈન્ટની લીડથી મેળવી જીત
| Updated on: Dec 04, 2023 | 10:47 PM

અમદાવાદમાં આજે પ્રો કબડ્ડી લીગની 10મી સિઝનની છઠ્ઠી મેચ બેંગલુરુ બુલ્સ અને બેંગલ વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચના પ્રથમ હાફમાં સ્કોર 11-14થી બેંગલ વોરિયર્સના પક્ષમાં રહ્યો હતો. છેલ્લી 5 મિનિટની રમતમાં સ્કોર 28-28થી બરાબર રહ્યો હતો. મેચના અંતે 30-32ના સ્કોરથી બેંગલ વોરિયર્સની ટીમે જીત મેળવી હતી.

પ્રથમ હાફમાં બેંગ્લુરુ બુલ્સની ટીમે 5 રેઈડ પોઈન્ટ, 5 ટેકલ પોઈન્ટ અને 1 એક્સ્ટ્રા પોઈન્ટ મેળવ્યો હતો. જ્યારે વોરિયર્સે 8 રેઈડ પોઈન્ટ, 6 ટેકલ પોઈન્ટ મેળવ્યા હતા. પ્રથમ હાફનો સ્કોર 11-14થી વોરિયર્સના પક્ષમાં રહ્યો હતો.

બીજા હાફમાં 19-18થી સ્કોર બુલ્સના પક્ષમાં રહ્યો હતો. પરતુ 2 પોઈન્ટની લીડથી અંતે વોરિયર્સે મેચ જીતી લીધી હતી. બેંગ્લુરુ બુલ્સની ટીમે બીજા હાફમાં 9 રેઈડ પોઈન્ટ, 6 ટેકલ પોઈન્ટ, 2 ઓલઆઉટ પોઈન્ટ અને 2 એક્સ્ટ્રા પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે બેંગલ વોરિયર્સની ટીમે 10 રેઈડ પોઈન્ટ, 5 ટેકલ પોઈન્ટ, 2 ઓલઆઉટ પોઈન્ટ અને 1 એક્સ્ટ્રા પોઈન્ટ મેળવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો પહેલો વીડિયો આવ્યો સામે, કેપ્ટનશીપને લઈને કહી મોટી વાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:19 pm, Mon, 4 December 23