ડેવિડ વોર્નરે પ્રશંસકોના સવાલના જવાબમાં કહ્યુ, પ્રિયમ ગર્ગ છે મારો ફેવરીટ ખેલાડી

|

Dec 04, 2020 | 5:07 PM

ઓસ્ટ્રેલીયા ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન ડેવીડ વોર્નર ઇજાને લઇને હાલમાં ટી-20 સીરીઝ થી બહાર છે. જોકે તે ટેસ્ટ સીરીઝ ની શરુઆતે સ્વસ્થ થઇ જવાની આશા છે. વોર્નર સીરીઝ અગાઉ યુએઇમાં આઇપીએલ 2020 માં પણ સારુ પ્રદર્શન કરી ને પરત ઓસ્ટ્રેલીયા ફર્યા હતા. તે સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ નિભાવી રહ્યા હતા. તેમની ટીમ પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી હતી, […]

ડેવિડ વોર્નરે પ્રશંસકોના સવાલના જવાબમાં કહ્યુ, પ્રિયમ ગર્ગ છે મારો ફેવરીટ ખેલાડી

Follow us on

ઓસ્ટ્રેલીયા ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન ડેવીડ વોર્નર ઇજાને લઇને હાલમાં ટી-20 સીરીઝ થી બહાર છે. જોકે તે ટેસ્ટ સીરીઝ ની શરુઆતે સ્વસ્થ થઇ જવાની આશા છે. વોર્નર સીરીઝ અગાઉ યુએઇમાં આઇપીએલ 2020 માં પણ સારુ પ્રદર્શન કરી ને પરત ઓસ્ટ્રેલીયા ફર્યા હતા. તે સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ નિભાવી રહ્યા હતા. તેમની ટીમ પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી હતી, પરંતુ દિલ્હી થી હારીને ફાઇનલ થી દુર રહી ગઇ હતી. 

મેદાન થી દુર એવા ડેવિડ વોર્નર હાલમાં સોશિયલ મિડીયા પર એક્ટીવ છે. તેમણે બતાવ્યુ હતુ કે આઇપીએલની ટીમ હૈદરાબાદમાં તેમનો ફેવરેટ ખેલાડી કોણ છે. જોકે તે છેલ્લા સપ્તાહ થી નટરાજનને લઇને વાત કરી રહ્યા હતા. તેમજ તેનુ આઇપીએલનુ સારુ પ્રદર્શન હોવાને લઇને જ ડેબ્યુ કરી શક્યો છે. વોર્નરે કહ્યુ હતુ કે મારા અનેક પ્રશંસકો મને પુછી રહ્યા હતા કે તમારી ટીમમાં આ વર્ષે તમારો સૌથી વધુ પસંદીત ખેલાડી કોણ હતુ. જેના જવાબમાં તેમણે ટીમ હૈદરાબાદના તમામ ખેલાડીઓને પોતાના પસંદીત ગણાવ્યા હતા. જોકે પ્રિમય ગર્ગને તેમણે સૌથી વધુ ફેવરીટ ગણાવ્યો હતો. 

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

વોર્નરે કહ્યુ હતુ કે, પ્રિયમ ગર્ગે તેમને ખુબ જ હસાવ્યો છે. તે ખૂબ જ ફની છે અને હસાવતો રહે છે. સાથે જ મોટી વાત એ છે કે તે ખૂબ જ ટેલેન્ટેડ છે. વોર્નરે આ વાત સોશિયલ મિડીયાના દ્રારા કહી હતી. પ્રિયમ ગર્ગ ભારતીય ક્રિકેટની અંડર-19 ટીમનો કેપ્ટન છે અને તે હૈદરાબાદની ટીમ વતી થી આઇપીએલમાં રમી રહ્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article