AHMEDABAD : વડાપ્રધાને  અમદાવાદની શૂટર ખેલાડી Elavenil Valarivan સાથે કરી વાત, કહ્યું વિશ્વ સ્તરે મેળવેલી પ્રસિદ્ધી જાળવી રાખજો
PM MODI talks to Ahmedabad's shooter Elavenil Valarivan who selected in the Olympics

AHMEDABAD : વડાપ્રધાને અમદાવાદની શૂટર ખેલાડી Elavenil Valarivan સાથે કરી વાત, કહ્યું વિશ્વ સ્તરે મેળવેલી પ્રસિદ્ધી જાળવી રાખજો

| Edited By: | Updated on: Jul 13, 2021 | 11:43 PM

ટોક્યો ખાતે 23 જુલાઈથી શરૂ થતા ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક -2020ની રમતો માટે રાજયના છ મહિલા ખેલાડીઓ કવોલીફાઈ થયા છે.જેમાં અમદાવાદની શૂટર ઈલાવેનીલ વાલા રીવાન (Elavenil Valarivan) નો પણ સમાવેશ થાય છે.

DELHI : વડાપ્રધાન મોદી (PM MODI) એ જાપાન ખાતે આયોજિત ટોક્યો ઓલમ્પિક 2021 (tokyo olympics 2021) માં સિલેક્ટ થનારા ભારતીય ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી વાતચીત કરી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ટોક્યો ઓલમ્પિક 2021માં દેશભરમાંથી કુલ ખેલાડીઓ ક્વોલીફાય થયા છે. ગુજરાત માટે ગૌરવની વાત અને ઐતિહાસિક ક્ષણ છે કે ગુજરાતની 6 મહિલા ખેડાલીઓ ટોક્યો ઓલમ્પિક 2021 (tokyo olympics 2021) માં ભાગ લેશે અને પોતાનું રમત કૌશલ્ય બતાવશે.

ટોક્યો ખાતે 23 જુલાઈથી શરૂ થતા ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક -2021ની રમતો માટે રાજયના છ મહિલા ખેલાડીઓ કવોલીફાઈ થયા છે.જેમાં પારૂલ પરમાર પેરા બેડમિંગ્ટન,ભાવિના પટેલ, પેરા ટેબલ ટેનિસ, સોનલ પટેલ, પેરા ટેબલ ટેનિસ, માના પટેલ, સ્વીમીંગ અને ઈલાવેનીલ વાલારીવાન (Elavenil Valarivan) શૂટીંગનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ ઈલાવેનીલ વર્ચ્યુઅલ માધ્યમથી વાત કરી હતી.

Published on: Jul 13, 2021 07:06 PM