PM Modi કિદામ્બી શ્રીકાંતની ઐતિહાસિક સફળતા પર ગર્વ છે, ટ્વિટર પર તેમને અભિનંદન આપતા ખાસ સંદેશ લખ્યો

|

Dec 20, 2021 | 3:33 PM

કિદામ્બી શ્રીકાંતે (Kidambi Srikanth) વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં (Lakshya Sen)ને હરાવીને દેશ માટે ઐતિહાસિક સિલ્વર મેડલ મેળવ્યો હતો.

PM Modi કિદામ્બી શ્રીકાંતની ઐતિહાસિક સફળતા પર ગર્વ છે, ટ્વિટર પર તેમને અભિનંદન આપતા ખાસ સંદેશ લખ્યો
PM Modi congratulates Kidambi Srikanth

Follow us on

PM modi : જ્યારે ભારતના કિદામ્બી શ્રીકાંત (Kidambi Srikanth)ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympic) માટે ક્વોલિફાય થવાનું ચૂકી ગયા ત્યારે તેણે કહ્યું હતું કે, આ તેની કારકિર્દીનો અંત નથી પરંતુ એક નવી શરૂઆત છે. તેણે સ્પેનમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Championship)માં સિલ્વર મેડલ જીતીને પણ પોતાના દાવાની પુષ્ટિ કરી. પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં સિંગાપોરના લોહ કીન યૂ સામે 15-21, 20-22થી હારતા પહેલા તેના સિલ્વર મેડલ (Silver medal)થી તે ટુર્નામેન્ટમાં સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય બન્યો હતો.

શ્રીકાંત પહેલા ભારતે વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Championship)માં મેન્સ સિંગલ્સમાં માત્ર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. વર્ષ 1983માં પ્રકાશ પાદુકોણે બ્રોન્ઝ મેળવ્યો હતો, જ્યારે વર્ષ 2019માં બી સાઈ પ્રણીતે પણ દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શ્રીકાંતે આ વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમીફાઈનલમાં (Lakshya Sen)ને હરાવીને દેશ માટે સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ તેને અભિનંદન પાઠવ્યા છે

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

પીએમ નરેન્દ્ર મોદીએ શ્રીકાંતને અભિનંદન પાઠવ્યા

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીકાંતને તેની જીત પર અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે તે આવનારા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે. મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘કિદામ્બી શ્રીકાંતને તેમનો ઐતિહાસિક સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન. આ જીત ઘણા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે અને બેડમિન્ટનમાં તેમની રુચિ વધારશે.

કિદામ્બી શ્રીકાંત તેના પ્રદર્શનથી ખુશ છે

ફાઇનલમાં હાર બાદ શ્રીકાંતે કહ્યું કે તેણે આ જીત માટે ઘણી મહેનત કરી છે અને તે તેની રમતથી ખુશ છે. અઠ્ઠાવીસ વર્ષીય ખેલાડીએ કહ્યું, “છેલ્લી કેટલીક ટુર્નામેન્ટમાં હું ખૂબ જ સારી રીતે રમ્યો હતો અને આ વર્ષે કેટલીક ટુર્નામેન્ટમાં હું સારું રમી શક્યો ન હતો પરંતુ પછી વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યો હતો, તેના માટે મેં ખરેખર સખત મહેનત કરી છે અને હું આજે અહીં ઉભો છું ખરેખર હું ખૂબ જ ખુશ છું.’

તેણે કહ્યું, ‘હું આ સખત મહેનત કરવાનું ચાલુ રાખવાનો પ્રયત્ન કરીશ. આ એક પ્રક્રિયા છે અને આવતા વર્ષે કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવી બીજી ઘણી ટૂર્નામેન્ટ છે તેથી આગામી વર્ષ ઘણું મોટું હશે. તેથી હું સકારાત્મક રહેવાનો પ્રયાસ કરીશ.’ શ્રીકાંત હાલમાં વિશ્વ રેન્કિંગમાં 14મા ક્રમે છે. તેણે કહ્યું. આજે પણ મને બંને રમતોમાં તક મળી હતી. મેં પહેલી ગેમમાં સારી લીડ મેળવી હતી અને બીજી ગેમમાં 18-16થી આગળ હતો.

આ પણ વાંચો : સાક્ષીએ 14 વર્ષ પછી ધોની સાથેની તેની પ્રથમ મુલાકાતને યાદ કરી, જુઓ viral boomerang video

Next Article