PCB: પાકિસ્તાનની ટીમ કોરોનાની ઝપેટમાં, આફ્રિકા-ઝિમ્બાબ્વે પ્રવાસ પહેલા ક્રિકેટર કોરોના પોઝિટીવ

|

Mar 18, 2021 | 10:26 AM

દક્ષિણ આફ્રિકા (South Africa) ના પ્રવાસ પહેલા જ પાકિસ્તાન (Pakistan) નો એક ક્રિકેટર કોરોના પોઝિટીવ (Corona positive) જણાઇ આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (PCB) એ આ અંગે જાણકારી આપી હતી.

PCB: પાકિસ્તાનની ટીમ કોરોનાની ઝપેટમાં, આફ્રિકા-ઝિમ્બાબ્વે પ્રવાસ પહેલા ક્રિકેટર કોરોના પોઝિટીવ
Pakistan team

Follow us on

દક્ષિણ આફ્રિકા (South Africa) ના પ્રવાસ પહેલા જ પાકિસ્તાન (Pakistan) નો એક ક્રિકેટર કોરોના પોઝિટીવ (Corona positive) જણાઇ આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (PCB) એ આ અંગે જાણકારી આપી હતી. બોર્ડ એ કહ્યુ હતુ કે, દક્ષિણ આફ્રિકા પ્રવાસ જનારી ટીમ નો એક સભ્ય કોરોના પોઝિટીવ સામે આવ્યો છે. જે ખેલાડીને બે દિવસ બાદ ફરી થી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ એક નિવેદનમાં કહ્યુ હતુ કે, દક્ષિણ આફ્રિકા જનારી પાકિસ્તાનની પુરુષ ક્રિકેટ ટીમના 16 માર્ચ સુધીમાં કુલ 35 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક ખેલાડીને છોડી ને તમામ ખેલાડીઓ નેગેટીવ આવ્યા છે. જે ખેલાડી પોઝિટીવ મળી આવ્યા છે, તેમને તેમના ઘરે જ ફરી થી ટેસ્ટ કરવામાં આવશે. જો તે નેગેટીવ જણાઇ આવશે તો તે, લાહોર (Lahore) જઇ શકશે. લાહોરમાં તેને બે દિવસ સુધી આઇસોલેશનમાં રહેવુ પડશે. ત્યાર બાદ તેનો ફરી થી ટેસ્ટ કરવાાં આવશે.

પાકિસ્તાનના ટીમના બાકીના સદસ્યો ગુરુવારે ટ્રેનિંગ કેમ્પના માટે લાહોરમાં એકઠા થશે. ટ્રેનિંગ કેમ્પ શુક્રવારે લાહોર ના ગદ્દાફી સ્ટેડિયમમાં શરુ થશે. પાકિસ્તાનમાં ક્રિકેટ પર કોરોનાનો પડછાયો છેલ્લા કેટલાક સમય થી લગાતાર વર્તાઇ રહ્યો છે. હાલમાં જ કોરોના ના મામલાને ચાલતા પાકિસ્તાની ટીમ 26 માર્ચે દક્ષિણ આફ્રિકા ના પ્રવાસે જવા માટે રવાના થશે. આ પ્રવાસ દરમ્યાન ત્રણ વન ડે, ચાર T20 મેચની શ્રેણી રમાનારી છે. ત્યાર બાદ પાકિસ્તાનની ટીમ 17 એપ્રિલ એ ઝીમ્બાબ્વે પ્રવાસ માટે જશે. જ્યાં ત્રણ T20 અને બે ટેસ્ટ મેચ રમાનારી છે. 12 મે એ ટીમ પરત ફરશે,

Next Article