IPL 2022માં દિવસની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની ટીમો આમને-સામને છે. પંજાબની ટીમે તેની છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 12 રને હરાવ્યું હતું.
PBKS: શિખર ધવન, જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, લિયમ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, ઓડિન સ્મિથ, કગિસો રબાડા, રાહુલ ચાહર, વૈભવ અરોરા, અર્શદીપ સિંહ
SRH: અભિષેક શર્મા, કેન વિલિયમ્સન, રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન, એડન માર્કરમ, શશાંક સિંહ, જગદીશ સુચિત, ભુવનેશ્વર કુમાર, માર્કો યેન્સેન, ઉમરાન મલિક, ટી નટરાજન
રબાડા 17મી ઓવરમાં આવ્યો અને 10 રન આપ્યા. માર્કરમ અને પૂરન વચ્ચે અડધી સદીની ભાગીદારી રહી છે. હૈદરાબાદને હવે જીતવા માટે 18 બોલમાં 21 રનની જરૂર છે
એડન માર્કરામ અને નિકોલસ પૂરન ધીમે ધીમે સનરાઇઝર્સ હૈદરાબાદના સ્કોરને આગળ વધારી રહ્યા છે. બંને બેટ્સમેન આસાનીથી શોટ રમી રહ્યા છે. 16 ઓવર પછી, હૈદરાબાદે 3 વિકેટના નુકસાન પર 121 રન બનાવ્યા, જ્યારે તેને જીતવા માટે હજુ 24 બોલમાં 31 રનની જરૂર છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 152 રનના લક્ષ્યનો પીછો કરી રહી છે, માર્કરમ પૂરન ક્રિઝ પર છે તેના પર મહત્વની જવાબદારી પણ છે
ટીમના સ્કોરને આગળ લઈ જવાની જવાબદારી નિકોલસ પૂરન અને એઈડન માર્કરામની છે. બંને વચ્ચે 30 રનની ભાગીદારી થઈ છે. હૈદરાબાદે પણ તેના 100 રન પૂરા કરી લીધા છે. 14 ઓવર પછી સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર: 106/3, એઇડન માર્કરામ (15), નિકોલસ પૂરન (17)
સનરાઇઝર્સ હૈદરાબાદે 13 ઓવરમાં 3 વિકેટે 97 રન બનાવ્યા છે. એડન માર્કરામ આઠ અને નિકોલસ પૂરન 15 રને અણનમ છે. લિયામ લિવિંગસ્ટોને ઇનિંગ્સની 13મી ઓવરમાં 9 રન ખર્ચ્યા હતા.
12 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 88 રનમાં 3 વિકેટનું નુકસાન થયું છે,
રાહુલ ચાહરે બે ઓવરમાં બે વિકેટ લઈને હૈદરાબાદને મુશ્કેલીમાં મૂકી દીધું છે. હૈદરાબાદને 11મી ઓવરના ત્રીજા બોલ પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. રાહુલ રાહુલ ચાહરે અભિષેક શર્માને 31 રનના અંગત સ્કોર પર શાહરૂખ ખાનના હાથે કેચ કરાવ્યો હતો. હૈદરાબાદે 11 ઓવરમાં 3 વિકેટે 80 રન બનાવ્યા છે.
સનરાઇઝર્સ હૈદરાબાદને 62 રનમાં વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રાહુલ ચહરે ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન રાહુલ ત્રિપાઠીને 34 રન પર પેવેલિયન મોકલી દીધો છે. હૈદરાબાદને જીતવા માટે વધુ 90 રનની જરૂર છે.
રાહુલ ત્રિપાઠી અને અભિષેક શર્માની જોડી ધમાલ મચાવી રહી છે. બંને વચ્ચે 45થી વધુ રનની ભાગીદારી છે. હૈદરાબાદે 8 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 61 રન બનાવ્યા છે. ઓડિન સ્મિથે ઇનિંગની આઠમી ઓવરમાં 8 રન આપ્યા હતા.
7 ઓવર પછી હૈદરાબાદનો સ્કોર 53 રનમાં 1 વિકેટનું નુકસાન થયું છે અભિષેક શર્મા 17 અને રાહુલ ત્રિપાઠી 27 રન બનાવી ક્રિઝ પર છે
સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ્સને રાહુલ ત્રિપાઠી અને અભિષેક શર્મા આગળ લઇ જઈ રહ્યા છે. બંનેએ પ્રથમ 5 ઓવરમાં 1 વિકેટે ટીમનો સ્કોર 33 રન સુધી પહોંચાડ્યો હતો. રાહુલ 18 અને અભિષેક 11 રને અણનમ છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે કેપ્ટન કેન વિલિયમસનની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી છે. વિલિયમસન ઇનિંગની ચોથી ઓવરના પહેલા બોલ પર કેચ આઉટ થયો હતો. હૈદરાબાદને પ્રથમ ઝટકો 14ના કુલ સ્કોર પર લાગ્યો હતો. અત્યારે અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠીની જોડી મેદાનમાં છે.
In the air… taken! KG strikes🤩🤩🤩
GABBAR-DAST catch from Dhawan to send Williamson packing! 👌#SRH – 14/1 (3.1)#SaddaPunjab #IPL2022 #PunjabKings #PBKSvSRH #ਸਾਡਾਪੰਜਾਬ
— Punjab Kings (@PunjabKingsIPL) April 17, 2022
સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ બે ઓવરમાં કોઈપણ નુકશાન વિના 8 રન બનાવી લીધા છે. વિલિયમસન અને અભિષેક શર્મા ક્રિઝ પર છે. કાગિસો રબાડાએ ઇનિંગની બીજી ઓવરમાં 2 રન આપ્યા હતા જ્યારે વૈભવે પ્રથમ ઓવરમાં 6 રન આપ્યા હતા.
સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 151 રનમાં રોકી હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 151 રન બનાવ્યા હતા. તેના માટે લિયામ લિવિંગસ્ટોને સૌથી વધુ 60 રનની ઇનિંગ્સ રમી હતી. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે ત્રણ વિકેટ ઝડપી હતી.
રાહુલ ચાહર આઉટ થયો,
પંજાબની સાતમી વિકેટ પડી, ઓડિયન સ્મિથ પણ પેવેલિયન પરત ફર્યો
પંજાબ કિંગ્સે ત્રણ બોલમાં લિયામ લિવિંગસ્ટોન અને ઓડિયમ સ્મિથની વિકેટ ગુમાવી દીધી હતી. લિવિંગસ્ટોન 19મી ઓવરના છેલ્લા બોલ પર 60 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે સ્મિથ 20મી ઓવરના બીજા બોલ પર આઉટ થયો હતો.
18 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર 144 /5 વિકેટનું નુકસાન થયું છે,
ભુવનેશ્વર કુમારે શાહરૂખ ખાનને આઉટ કરીને પંજાબ કિંગ્સને પાંચમો ઝટકો આપ્યો હતો. પંજાબને આ ફટકો 132ના કુલ સ્કોર પર લાગ્યો હતો. ભુવીએ શાહરૂખને કેન વિલિયમસનના હાથે કેચ કરાવ્યો હતો. શાહરૂખ ખાન 28 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો.
16મી ઓવર લઈને નટરાજ આવ્યો હતો. લિયામ લિવિંગસ્ટોન 54 અને શાહરુખ ખાન 26 રન બનાવી રમી રહ્યા છે,લિવિંગસ્ટોન અડધી સદી ફટકાર્યા બાદ ક્રીઝ પર હાજર છે. 16 ઓવર પછી પંજાબે 5 વિકેટે 131 રન બનાવી લીધા છે.
પંજાબના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોન અને શાહરૂખ ખાને આક્રમક વલણ અપનાવ્યું છે. બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી રહી છે. લિવિંગસ્ટોન 26 બોલમાં અડધી સદી ફટકાર્યા બાદ ક્રીઝ પર હાજર છે. 15 ઓવર પછી પંજાબે 5 વિકેટે 122 રન બનાવી લીધા છે.
શાહરૂખ ખાનને 14મી ઓવરમાં જીવનદાન મળ્યુ હતુ. શાહરૂખ ઓવરના પાંચમા બોલ પર કેચ આઉટ થયો હતો. જો કે, શાહરૂખે રિવ્યુ લીધો કારણ કે તેને લાગ્યું કે બોલ બેટને નહીં પણ હેલ્મેટને અથડાયો અને તે સાચો સાબિત થયો.
15 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર 117/4 લિવિંગસ્ટોને 15મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકારીને તેની અડધી સદી પૂરી કરી છે. શાહરુખ 24 અને લિવિંગસ્ટોન 51 રન બનાવીને ક્રિઝ પર છે
પંજાબ કિંગ્સે તેરમી ઓવરમાં પોતાના 100 રન પૂરા કર્યા. હૈદરાબાદ તરફથી જગદીશ સુચિતની ચોથી ઓવરના છેલ્લા બોલ પર શાહરૂખ ખાને સિક્સર ફટકારીને પંજાબનો કુલ સ્કોર 100ની પાર પહોંચાડ્યો હતો. આ ઓવરમાં સુચિતે 16 રન આપ્યા હતા.
લિયામ લિવિંગસ્ટોને 12મી ઓવરના ત્રીજા બોલ પર સિકસ ફટકારી હતી.
પંજાબ કિંગ્સે પ્રથમ 11 ઓવરમાં 4 વિકેટે 78 રન બનાવ્યા છે. ક્રિઝ પર લિયામ લિવિંગસ્ટોન અને શાહરૂખ ખાનની જોડી રમી રહી છે. લિવિંગસ્ટોન 26 અને શાહરૂખ 7 રને અણનમ છે. જગદીશ સુચિતે ઇનિંગની 11મી ઓવરમાં 8 રન આપ્યા હતા.
લિયામ લિવિંગસ્ટોન 17 અને ખાન 0 રન બનાવી ક્રિઝ પર છે, અત્યાર સુધીમાં પંજાબે 4 વિકેટ ગુમાવી છે
ફાસ્ટ બોલર ઉમરાન મલિકે જીતેશ શર્માને આઉટ કરીને પંજાબ કિંગ્સને ચોથો ઝટકો આપ્યો હતો. ઇનિંગની આઠમી ઓવરના છઠ્ઠા બોલ પર ઉમરાન મલિકે જીતેશને પોતાના જ બોલ પર કેચ આઉટ કરાવ્યો હતો. પંજાબે તેની ચોથી વિકેટ 62ના સ્કોર પર ગુમાવી હતી. જીતેશ 8 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. પંજાબે 9 ઓવરમાં 4 વિકેટે 62 રન બનાવ્યા હતા.
પંજાબ કિંગ્સ મુશ્કેલીમાં, સસ્તામાં 4 વિકેટ ગુમાવી, ઉમરાને જીતેશને પેવેલિયન મોકલ્યો
પંજાબે તેની ત્રીજી વિકેટ જોની બેરસ્ટોના રૂપમાં ગુમાવી હતી. બેયરસ્ટોને જગદીશ સુચિતે એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. વિકેટકીપર બેયરસ્ટો 10 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. પંજાબની ત્રીજી વિકેટ સાતમી ઓવરના બીજા બોલ પર પડી હતી.
પંજાબ કિંગ્સે પ્રથમ 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 48 રન બનાવ્યા હતા. જોની બેરસ્ટો અને લિયામ લિવિંગસ્ટોન ક્રિઝ પર છે. માર્કો યેનેસન ઇનિંગની છઠ્ઠી ઓવર લાવ્યો. યેનેસને તેની ત્રીજી ઓવરમાં 15 રન આપ્યા.
પંજાબ કિંગ્સે પણ પ્રથમ 5 ઓવરમાં તેની બીજી વિકેટ ગુમાવી દીધી છે. પોતાની પ્રથમ ઓવરના પાંચમા બોલ પર ટી નટરાજને પ્રભસિમરન સિંહને વિકેટકીપર નિકોલસ પૂરનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પ્રભસિમરન 11 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો.
Now it’s the Yorker King’s turn. 🔥
Second wicket of the day courtesy @Natarajan_91. 🧡#PBKSvSRH #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/xr1jYS7B7t
— SunRisers Hyderabad (@SunRisers) April 17, 2022
5 ઓવર બાદ પંજાબનો સ્કોર એક વિકેટના નુકસાન પર 33 રન થયો છે. પંજાબને એક વિકેટનું નુકસાન થયું છે,લિયમ લિવિંગસ્ટોન 0 અને જોની બેયરસ્ટો 12 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે
ભુવનેશ્વર કુમારે ઇનિંગની ત્રીજી ઓવરમાં પંજાબને પહેલો ઝટકો આપ્યો હતો. ભુવીએ તેની બીજી ઓવરના ચોથા બોલ પર ધવનને માર્કો જોન્સનના હાથે કેચ કરાવીને હૈદરાબાદને મોટી સફળતા અપાવી હતી. ધવન 11 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. પંજાબે 3 ઓવરમાં 1 વિકેટે 13 રન બનાવ્યા છે.
ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવરમાં છ રન આપ્યા હતા. ઓવરના ત્રીજા બોલ પર ધવને મિડ-વિકેટ પર બાઉન્ડ્રી ફટકારી હતી. જો કે તેના પછીના બોલ પર ધવન ઈજાગ્રસ્ત થયો હતોફિઝિયો આવી તેની સારવાર કરી હતી
પંજાબ કિંગ્સના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને પ્રભસિમરન સિંહે ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં 6 રન બનાવ્યા હતા. ધવન એક ચોગ્ગા સાથે 5 રન બનાવીને અણનમ છે, જ્યારે પ્રભસિમરન એક બોલમાં એક રન બનાવીને શિખરને સપોર્ટ કરી રહ્યો છે.
પંજાબ કિંગ્સ તરફથી પ્રભસિમરન સિંહ શિખર ધવન સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યો છે. હૈદરાબાદ માટે ભુવનેશ્વર કુમાર બોલિંગની શરૂઆત કરી રહ્યો છે.
શિખર ધવને છેલ્લે વર્ષ 2014માં સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી હતી. તે મેચ પંજાબ કિંગ્સ સામે હતી. આજે તે પંજાબ કિંગ્સનો કેપ્ટન છે અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ઉતરી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરશે. આજે શિખર ધવન મયંક અગ્રવાલની જગ્યાએ પંજાબની કેપ્ટનશીપ માટે ઉતર્યો છે.
#SRH have won the toss and they will bowl first against #PBKS.
Live – https://t.co/WC7JjTqlLB #PBKSvSRH #TATAIPL pic.twitter.com/RjoZ8w6KEL
— IndianPremierLeague (@IPL) April 17, 2022
“Mayank injured his toe while training yesterday!” – Shikhar Dhawan, who is leading the #PBKS today.
A look at the Playing XI for the two teams.#PBKSvSRH #TATAIPL pic.twitter.com/ZBzsnlZPcw
— IndianPremierLeague (@IPL) April 17, 2022
સનરાઈઝર્સ હૈદરાબાદે તેમના અભિયાનની શરૂઆત બે મેચમાં હાર સાથે કરી હતી પરંતુ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સતત ત્રણ જીત સાથે પરત ફરી હતી અને તેઓ તેમના પ્રદર્શનમાં સુધારો કરવા ઈચ્છે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ આજે પંજાબ કિંગ્સ સામે ટકરાશે. હૈદરાબાદની ટીમ આજે સતત ચોથી જીત મેળવવાના ઈરાદા સાથે ઉતરશે.
Published On - 2:56 pm, Sun, 17 April 22